તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Election Date Announced By Election Commission In 5 State Know About What Is Model Code Of Conduct

આચારસંહિતા લાગુઃ ચૂંટણી સમયે તમે જે આચાર સંહિતા અંગે વારંવાર સાંભળો છો, આખરે તે છે શું, જે લાગુ થતાં જ કેન્દ્રથી લઇને રાજ્ય સરકાર સુધીના બંધાય જાય છે હાથ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ ચૂંટણીપંચે શનિવારે(6 ઓક્ટોબર) 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. છત્તીસગઢમાં 12 નવેમ્બર અને 20 નવેમ્બરે મતદાન થશે. મધ્યપ્રદેશ અને મિઝોરમમાં 28 નવેમ્બરે વોટિંગ થશે. તેમજ રાજસ્થાન અને તેલંગણામાં 7 ડિસેમ્બરે મતદાન થશે. તમામ રાજ્યોના પરિણામોની જાહેરાત 11 ડિસેમ્બરે કરવામાં આવશે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ આ રાજ્યોમાં હવે આચારસંહિતા પણ લાગૂ થઇ ગઇ છે. આ આચારસંહિતા લાગુ રહેશે ત્યાં સુધી અહીં ઘણા કામ નહીં થઇ શકે. 

 

શું છે આચારસંહિતા
ચૂંટણી પહેલા ચૂંટણીપંચ કેટલાક નિર્દેશ જારી કરે છે, ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી દરેક પાર્ટી અને ઉમેદવારોએ તેને ફોલો કરવાના હોય છે. જેને આચારસંહિતા કહેવામાં આવે છે. જો કોઇ ઉમેદવાર આ નિયમોનું પાલન નથી કરતો તો ચૂંટણીપંચ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. તેની વિરુદ્ધ એફઆઇઆર થઇ શકે છે. તેને ચૂંટણી લડતા પણ અટકાવી શકે છે. દોષી જાહેર થાય તો તેને જેલ પણ થઇ શકે છે. 

 

રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ચૂંટણી આચારસંહિતા લાગુ થઇ જાય છે. સરકારી કર્મચારી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ઇલેક્શન કમિશનના કર્મચારી ગણાય છે. આ આયોગ દ્વારા આપવામાં આવતા નિર્દેશો પર કામ કરે છે. તેથી આદર્શ આચારસંહિતા લાગુ થતાં જ એમપી, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગણામાં સરકાર અને તંત્ર પર અનેક અંકુશ લાગી ગયા છે. 

 

આચારસંહિતા લાગ્યા બાદ કયા કામ ન કરી શકાય
- આચારસંહિતા લાગુ થયા બાદ કોઇ જાહેરાત કરી શકાતી નથી.
- શિલાન્યાસ, લોકાર્પણ અથવા ભૂમિપૂજન કરી શકાતું નથી.
- સરકારી ખર્ચથી એવા કોઇ આયોજન ન કરી શકાય, જેમાં કોઇ એક પક્ષને ફાયદો પહોંચી રહ્યો છે.
- ધાર્મિક સ્થળોનો ઉપયોગ ચૂંટણી પ્રચારના મંચ તરીકે ન કરી શકાય.
- મંત્રી શાસકીય પ્રવાસ દરમિયાન ચૂંટણી પ્રચારના કામ ન કરી શકે.
- મંત્રી સરકારી ગાડી અથવા ક્રાફ્ટનો ઉપયોગ ન કરી શકે.
- મતદાન કેન્દ્રો પર બિનજરૂરી ભીડ જમા ન કરી શકે.
- ઉમેદવાર, રાજકીય પાર્ટીની રેલી કાઢવી, સરઘસ કાઢવું અથવા મીટિંગ કરવા માટે પોલીસની પરવાનગી લેવી.
- સરકારી બંગલો અથવા સરકારી પૈસાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર દરમિયાન ન કરી શકાય.
- રાજકીય પક્ષોના આયોજનોની સૂચના પહેલા પોલીસને કરવી પડે.
- કોઇની પાસે 50 હજારથી વધારેની રોકડ અથવા 10 હજારથી વધારેની ગિફ્ટ ચૂંટણી સામગ્રી સાથે મળે તો કાર્યવાહી થશે.
- આચારસંહિતા દરમિયાન બદલી ન કરી શકાય. ચૂંટણીપંચની મંજૂરી હોય તો જ જે-તે અધિકારીની બદલી થઇ શકે.
- મંત્રી સરકારી ખર્ચ પર થતાં ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનોમાં અતિથિ તરીકે સામેલ ન થઇ શકે. 

અન્ય સમાચારો પણ છે...