• Home
  • National News
  • Utility
  • આ બ્લેક ચોખાની ખેતી કરી કરો તગડી કમાણી, કેન્સરમાં પણ છે રામબાણ । Earn money through farming of this rice

આ બ્લેક ચોખાની ખેતી કરી કરો તગડી કમાણી, કેન્સરમાં પણ છે રામબાણ

હાલના દિવસોમાં બ્લેક રાઈસ દેશમાં ઝડપથી પોપ્યુલર થઈ રહ્યાં છે

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 08:14 PM
આ બ્લેક ચોખાની ખેતી કરી કરો તગડી કમાણી, કેન્સરમાં પણ છે રામબાણ । Earn money through farming of this rice

આ બ્લેક ચોખાની ખેતી કરી કરો તગડી કમાણી, કેન્સરમાં પણ છે રામબાણ.

નવી દિલ્હીઃ હાલના દિવસોમાં બ્લેક રાઈસ દેશમાં ઝડપથી પોપ્યુલર થઈ રહ્યાં છે. સફેદ રાઈસના સ્થાને બ્લેક રાઈસને આરોગ્ય માટે ખુબ જ સારા ગણવામાં આવે છે. કેટલાક મિડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, આ રાઈસ કેન્સર જેવી બિમારીઓ સાથે લડવામાં ખુબ જ કારગાર છે. ઘણાં ડોકટર પણ તેના પ્રયોગની સલાહ આપે છે. આ કારણે આ રાઈસની ખેતી હાલ અસમ અને મણિપુર જેવા રાજયોમાં શરૂ થઈ ગઈ છે. આ રાઈસની ખેતીમાં વ્હાઈટ રાઈસની સરખામણીએ 500 ટકા વધુ કમાણી કરી શકાય છે. આ કારણે ઘણાં રાજયોની સરકારો આ રાઈસની ખેતીને પ્રોત્સાહિત કરે છે.

શુ છે બ્લેક રાઈસ

બ્લેક રાઈસ સામાન્ય રીત વ્હાઈટ કે બ્રાઉન રાઈસ જેવા જ હોય છે. જોકે આ રાઈસ એન્ટી ઓક્સીડન્ટના ગુણોથી ભરપુર હોય છે. તેથી તેના દ્વારા બોડી ડિટોકસ થાય છે અને આ કારણે ઘણાં પ્રકારની હેલ્થને લગતી મુશ્કેલીઓ દુર થાય છે. તેને કેન્સરના ઈલાજ માટે પણ સૌથી ઉપયોગી માનવામાં આવે છે.


આગળની સ્લાઈડમાં વાંચો, ભારતમાં કઈ રીતે થઈ તેની શરૂઆત...

આ બ્લેક ચોખાની ખેતી કરી કરો તગડી કમાણી, કેન્સરમાં પણ છે રામબાણ । Earn money through farming of this rice

અસમમાં સૌથી પહેલા શરૂ થઈ ખેતી

 

ભારતમાં સૌથી પહેલા બ્લેક રાઈસની ખેતી અસમના ખેડૂત ઉપેન્દ્ર રાબાએ 2011માં શરૂ કરી. ઉપેન્દ્ર અસમના ગ્વાલપારા જિલ્લાના આમગુરીપારાના રહેનાર છે. ઉપેન્દ્રને રાજયના કૃષિ કેન્દ્રમાંથી બ્લેક રાઈસની ખેતી વિશે જાણકારી મળી હતી. બાદમાં ઉપેન્દ્રનો આ પ્રયોગ ખુબ જ સફળ રહ્યો. બાદમાં 200 જેટલા ખેડૂતોએ તેની ખેતી શરૂ કરી. બાદમાં ખેતીની શરૂઆત મણિપુરમાં થઈ અને ધીરે-ધીરે તેની ખેતી નોર્થ ઈસ્ટમાં પોપ્યુલર થઈ ગઈ.

 

પંજાબમાં ખેડૂત કરી રહ્યાં છે તેની ખેતી   

 

નોર્થ ઈસ્ટ બાદ તેની ખેતી પંજાબમાં શરૂ થઈ ચુકી છે. રાજયના ફિરોજપુર જિલ્લાના મનાસિંહ વાલા ગામમાં આ વર્ષે પ્રથમ વાર કેટલાક ખેડૂતોએ બ્લેક રાઈસની ખેતી શરૂ કરી છે. મિડિયા રિપોર્ટેનો દાવો છે કે તેમની પાસે અત્યારથી 500 રૂપિયા પ્રતિ કિલો સુધીના ઓર્ડર મળવા લાગ્યા છે. પંજાબમાં આ રાઈસનો પ્રતિ એકર 15થી 20 કવિન્ટલ પાક થવાની શકયતા છે. અહીંના ખેડૂતોએ મણિપુરથી તેના બીજ મગાવ્યા છે.

 

આગળની સ્લાઈડમાં વાંચો

આ બ્લેક ચોખાની ખેતી કરી કરો તગડી કમાણી, કેન્સરમાં પણ છે રામબાણ । Earn money through farming of this rice

500 ટકા વધુ પ્રોફિટ છે તેની ખેતીમાં   

 

આ રાઈસ અસમમાં ઘણાં ખેડૂતોને મોટી કમાણી કરાવી રહ્યાં છે. સામાન્ય રીતે રાઈસ 15થી 80 રૂપિયા પ્રતિકિલોની વચ્ચે વેચાય છે. જયારે આ રાઈસની કિંમત 250 રૂપિયાથી શરૂ થાય છે અને જો તેની ઓર્ગેનિક ખેતી કરવામાં આવે તો તેની કિંમત 500 રૂપિયા પ્રતિ કિલો સુધી મળી શકે છે. આ હિસાબથી જોવામાં આવે તો સામાન્ય ચોખાની સરખામણીમાં તમે બ્લેક રાઈસની ખેતીમાં 500થી 600 ટકા વધુ પ્રોફિટ કમાઈ શકો છો.

 

ઘણી રાજય સરકારો તેને પ્રોત્સાહિત કરી રહી છે

 

એક બ્લોગના જણાવ્યા પ્રમાણે, મણિપુરના ધાન યોગ્ય 10 ટકા જમીનમાં બ્લેક રાઈસની ખેતી થઈ રહી છે. આ રાઈસને સામાન્ય રાઈસની સરખામણીમાં પાણીની જરૂરિયાત પણ ઓછી પડે છે. આ કારણે તેને ઉતર ભારતમાં પણ સરળતાથી ઉગાડી શકાય છે. અસમની સરકારે બ્લેક રાઈસની ખેતીને પ્રોત્સાહિત કરવા માટે 2015માં વિશેષ પ્રોગ્રામ પણ શરૂ કર્યો છે. 

 

કયાંથી પ્રાપ્ત કરશો બીજ

 

જો તમે બ્લેક રાઈસની ખેતી કરવા માંગો છો તો તેના માટે તમારે નોર્થ ઈસ્ટ કે મણિપુરથી તેના સીડ મગાવવાના રહેશે. તમે ઓનલાઈન પણ તેના સીડ મગાવી શકો છો. તમે તમારી પ્રોડકટને ઈ-કોમર્સ કંપનીઓને પણ વેચી શકો છો. 

X
આ બ્લેક ચોખાની ખેતી કરી કરો તગડી કમાણી, કેન્સરમાં પણ છે રામબાણ । Earn money through farming of this rice
આ બ્લેક ચોખાની ખેતી કરી કરો તગડી કમાણી, કેન્સરમાં પણ છે રામબાણ । Earn money through farming of this rice
આ બ્લેક ચોખાની ખેતી કરી કરો તગડી કમાણી, કેન્સરમાં પણ છે રામબાણ । Earn money through farming of this rice
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App