Home » National News » Utility » કેનિયાની 25 લાખની ઓફર ઠુકરાવી મયૂરે કરી જરબેરાની ખેતી|Earn millions in Gerbera Farming

કેન્યાની 25 લાખની ઓફર ઠુકરાવી મયૂરે કરી જરબેરાની ખેતી, આજે કમાય છે લાખો

Divyabhaskar.com | Updated - Jun 02, 2018, 07:41 PM

માત્ર એક જ વર્ષમાં મયૂરે 10 લાખ રૂપિયાની કમાણી કરી લીધી હતી

 • કેનિયાની 25 લાખની ઓફર ઠુકરાવી મયૂરે કરી જરબેરાની ખેતી|Earn millions in Gerbera Farming
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  યુટિલિટી ડેસ્ક: રતલામના ઘાસમંડીમાં રહેનાર મયૂર અગ્રવાલે કેનિયાની એક કંપનીની 25 લાખની ઓફરને ઠોકરમારીને ખેતી કરવાનું પ્લાનિંગ કર્યુ હતું. તેમણે જરબેરાની ખેતીનો પ્રોજેક્ટ તૈયાર કર્યો. 4 વર્ષ પહેલા 14 લાખ રૂપિયા ઇંવેસ્ટ કરી તેમણે પોલીહાઉસ તૈયાર કરાવ્યું હતું. તે સમયે દિવસભરમાં 1 હજારથી 1200 ફૂલ ખેતી થતી હતી. આમ કરતા કરતા માત્ર એક જ વર્ષમાં તેમણે 10 લાખ રૂપિયાની કમાણી કરી લીધી હતી. તમે પણ મયૂરની જેમ જરબેરાની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. તો આજે અમે આપને જણાવી રહ્યા છે કે કેવી રીતે જરબેરાની ખેતી કરી લાખો કમાઇ શકાય.

  આફ્રિકન ડેજીના નામથી ઓળખાય છે જરબેરાને

  આફ્રિકન ડેજીના નામથી ઓળખાતા જરબેરાની ખેતી ખુબજ ફાયદાકારક છે. તેની ખેતી પહાડવાળા ક્ષેત્રોમાં તો કરી જ શકાય છે પરંતુ ગ્રીન હાઉસ લગાવીને અન્ય ક્ષેત્રોમાં પણ તમે તેની ખેતી કરી શકો છો. જરબેરા માટે એક દિવસનું ટેમ્પ્રેચર 22થી 25 ડિગ્રી સેલ્સિયસ બેસ્ટ માનવામાં આવે છે. તો બીજી તરફ રાતનું ટેમ્પ્રેચર 12થી 16 સેલ્સિયસની વચ્ચે રહે તો બેસ્ટ છે.


  કેવી હોવી જોઇએ માટી

  - માટી એકદમ સુકી, લાઇટ અને ફળદ્રુપ હોવી જરૂરી છે. જરબેરાની ખેતી માટે 5.5થી 6.5 phની જગ્યા બેસ્ટ માનવામાં આવે છે.
  - ટ્રેક્ટરથી ઓછામાં ઓછુ ત્રણવાર ખેતરને ખેડવું જરૂરી છે. બેડ 30 સે.મી. ઊંચી, 1.0થી 1.5 મીટર પહોડી હોવી જોઇએ. જેમા 35થી 50 સેમીનો સ્પેસ રહેવો જોઇએ.
  - માટીમાં કમ્પોસ્ટ ખાતર અને બાલૂ રેતીની સાથે જ કોકોનટ પીટ પણ મળવવાનું હોય છે.
  - જરબેરાના પ્લાન્ટની જડો 60 સેન્ટીમીટર ઊંડાણ સુધી જાય છે, તેવામાં માટીની અંદરની ક્વોલિટી સારી હોવી જરૂરી છે.


  સિંચાઇ ( ઇરિગેશન)


  - છોડને લગાવ્યા બાદ ઉપરથી તેની સિંચાઇ કરવી જોઇએ. તેનાથી જડ ખુબજ સારી રીતે વિકસિત થાય છે. ત્યારબાદ ડ્રીપ ઇરીગેશનની મદદથી સિંચાઈ કરવી. એક છોડને દિવસભરમાં 500થી 700 મિલી.પાણીની જરૂર પડે છે.
  - પ્લાન્ટ્સને હેલ્દી રાખવા માટે નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટેશિયમ 12:15:20 ગ્રામના માપથી શરૂઆતના ત્રણ મહિના નાખો.
  - નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટેશિયમ 12:15:30 ગ્રામ લઇ ચોથા મહિનાથી શરૂ કરી ત્યા સુધી નાખવું જોઇએ જ્યાં સુધી ફ્લાવરિંગ શરૂ ના થાય.

  આગળ વાંચો, જરબેરા ફ્લેવર્ડને એકવાર લગાવીને પછીના ત્રણ વર્ષ સુધી તેમાથી કમાણી કરી શકાય છે

 • કેનિયાની 25 લાખની ઓફર ઠુકરાવી મયૂરે કરી જરબેરાની ખેતી|Earn millions in Gerbera Farming

  કેટલી થાય છે કમાણી

   

  - જરબેરા ફ્લેવર્ડને એકવાર લગાવીને પછીના ત્રણ વર્ષ સુધી તેમાથી કમાણી કરી શકાય છે. 1 એકડમાં તેના 28 હજાર બીજ લગાવી શકાય છે. 
  - 10 ફૂલોનું એક બંડલ 30થી 50 રૂપિયામાં વેચાય છે. ઠંડીની સીઝનમાં જરબેરાની ડિમાંન્ટ ખુબજ વધી જાય છે, તે સમયે એક બંડલ 80થી 100 રૂપિયામાં વેચાય છે. 
  - જરબેરાની ખેતી માટે દિવસમાં 20થી 25 અને રાતના સમયમાં 12થી 150 ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પ્રેચર યોગ્ય માનવામાં આવે છે. 

   

  કયા રાજ્યોમાં થાય છે સૌથી વધુ ખેતી

   

  - ભારતમાં, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, કર્ણાટક, ગુજરાત, યુપી, ઉત્તરાંચલ, પશ્ચિમ બંગાળમાં મુખ્ય રૂપથી જરબેરાની ખેતી થાય છે. 
  - ટેમ્પ્રેચર મેન્ટેન કરવા માટે ખેતરોની જગ્યાએ પોલીહાઉસ બનાવીને તેની ખેતી કરવી તે વધારે ફાયદાકારક છે. 
  - તેની ખેતી કોઇપણ સમય કે મહિનામાં કરી શકાય છે, પરંતું ઓગસ્ટ-સપ્ટેમ્બર અથવા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ખેતી કરવી સૌથી બેસ્ટ રહેશે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ