તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આ રીતે શરૂ કરો પેપર બેગનો બિઝનેસ|Earn 70 Thousand Per Month In Paper Bag Business

આ રીતે શરૂ કરો પેપર બેગનો બિઝનેસ, મહિને 70 હજાર કમાવાની તક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: પર્યાવરણમાં વધતા જોખમી સ્તર માટે પોલીથિન બેગને મૂળ કારણ માનવામાં આવે છે. જેથી પર્યાવરણની સુરક્ષા લઇને પેપર બેગનો આગ્રહ વધારે રાખવામાં આવે છે. જેના કારણે હાલમાં ડિઝાઇનર પેપર બેગ અથવા પેપર કેરી બેગ (Paper carry bags)ની ડિમાન્ડ માર્કેટમાં ઝડપથી વધી રહી છે. જો તમે પણ પેપર બેગ મેકિંગનો બિઝનેસ કરવા માંગો છો તો આ વિકલ્પ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આજે તમને આ ન્યૂઝના માધ્યમથી જણાવીશું કે આ બિઝનેસ કેવી રીતે શરૂ થશે અને તેમા કેટલી કમાણી કરી શકાય છે. 

 

શું છે પેપર બેગ મેકિંગ બિઝનેસ

 

કાગળ અથવા પેપર દ્વારા સામાન રાખવા માટેની બેગ બનાવવાના બિઝનેસને પેપર બેગ મેકિંગ બિઝનેસ કહેવાય છે. આ પ્રકારની બેગને તમે હાથ થી પણ બનાવી શકો છો. જોકે તેની પ્રોડક્શન અને ક્વોલેટીની ચોક્ક્સ મર્યાદા હોય છે. તો સારી ક્વોલેટીવાળી બેગ બનાવવા આ મશીનનો ઉપયોગ કરી શકાય છે. આ મશીનની મદદથી બનાવવામાં આવતી બેગ ખૂબજ આકર્ષક હોય છે. જેના કારણે બજારમાં તેની માંગ વધી રહી છે. 

 

5 લાખમાં શરૂ થઇ શકે છે આ બિઝનેસ

 

કન્સલ્ટેશન વેબસાઈટ એક્સપર્ટ માર્કેટ અનુસાર આ બિઝનેસને શરૂ કરવા માટે 5 લાખનું રોકાણ કરવાનું રહેશે. જેમા તમને પ્રિન્ટ વગરની મશીન અને રો-મટિરિયલ મળશે. 
 
પેપર બેગ બનાવવાની મશીન

 

પેપર બેગ મેકિંગ મશીનની કિંમત 2.5 લાખથી લઇને 7 લાખ સુધીની હોય છે. 3.5 લાખ રૂપિયામાં તમે નાના યૂનિટવાળી મશીન ખરીદી શકો છો. નોઇડામાં પેપર મેકિંગ યૂનિટ ચલાવનાર રાજકુમારે જણાવ્યું હતું કે, માર્કેટમાં સસ્તી મશીન પણ મળી રહે છે. જોકે તેમા જરૂરી ફિચર્સના અભાવ હોય છે. 3.5 લાખમાં તમને અટૅચમન્ટની મશીન મળી શકે છે. જ્યારે પણ પેપર બેગ મેકિંગ મશીનની ખરીદી કરો ત્યારે તેના ફિચર્સ જાણી લેવા જરૂરી છે. 

 

* ડબલ કલર ફ્લેક્સો પ્રિંન્ટિગ યૂનિટ અટેચમેન્ટ
* મુખ્ય ડ્રાઇવ માટે 3 હોર્સ પાવરની મોટર
* સ્ટીરીયો ડિઝાઇન રોલર
* ફ્લેગ ફાર્મિગ ડાઇ

* રો મટિરિયલ

 

બેગ બનાવવા માટે 3 સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય પ્રોડક્શન માટે 1થી 1.5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવે છે. 

 

આ વસ્તુંઓની પડશે જરૂરિયાત

 

બેગ બનાવવામાં સફેદ અથવા કલર્સ પેપર રોલ, ફ્લેક્સો કલર અને પોલિમર સ્ટીરિયોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમા પેપર રોલ 45થી 50 રૂપિયા પ્રતિ કિલો, ફ્લેક્સો કલર 200 રૂપિયા લીટર અને પોલિમર સ્ટીરિયો 2 રૂપિયા પ્રતિ સેન્ટીમીટર પડશે. 

 

આ બિઝનેસ માટે 300 સ્ક્વેર ફૂટની જગ્યાની જરૂર પડે છે. 

 

કેટલી થઇ શકે છે ઇનકમ

 

એક પેપર બેગમાં લગભગ 10 પૈસાનો નફો મળી જાય છે. એક મશીન દર મિનિટે 60 પેપરબેગ તૈયાર કરે છે. તો જો તમે આ બિઝનેસ શરૂ કરો છો તો તમને દર મિનિટ પર 6 રૂપિયા અને દર કલાકે 360 રૂપિયાનો નફો થઇ શકે છે. 

 

ડિમાન્ડ અને માર્કેટ 

 

પર્યાવણની સુરક્ષાને ધ્યાનમાં રાખતા પેપર કેરી બેગની ડિમાન્ડ ખુબજ ઝડપથી વધી રહી છે. મોટાભાગના રાજ્યોમાં પોલિથિન અને પ્લાસ્ટિક બેગના પ્રતિબંધ બાદ પેપર બેગનું માર્કેટ ખુબજ વિસ્કીત થઇ રહ્યું છે. ખાલી દિલ્હી અને તેના સાસપાસના સ્થળો પર પેપર બેગની ડિમાંડ કેટલાક વર્ષોમાં 20 ટકા સુધી વધી ગઇ છે.