1

Divya Bhaskar

Home » National News » Utility » ઇમેમાનો પ્રારંભઃ જાણો કયા નિયમ ભંગમાં થશે કેટલો દંડ । e challan start know about how many fine pay after broke rules

ઇમેમાનો પ્રારંભઃ જાણો કયા નિયમ ભંગમાં થશે કેટલો દંડ

Divyabhaskar.com | Last Modified - Apr 16, 2018, 04:57 PM IST

અમદાવાદમાં ટ્રાફિક નિયમ ભંગ સામે પગલા લેવા માટે 15 એપ્રિલથી ઇમેમો શરૂ કરી દેવામાં આવ્યો છે

  • ઇમેમાનો પ્રારંભઃ જાણો કયા નિયમ ભંગમાં થશે કેટલો દંડ । e challan start know about how many fine pay after broke rules

    યુટિલિટી ડેસ્કઃ અમદાવાદમાં ટ્રાફિક નિયમ ભંગ સામે પગલા લેવા માટે 15 એપ્રિલથી ઇમેમો શરૂ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદના 130થી વધુ જંક્શનો પર સીસી ટીવી કેમેરા લગાવાયા છે, જેના પર સતત વોચ રાખીને ઇમેમો જનરેટ કરવામાં આવી રહ્યો છે. હજી પણ ઘણા વાહનચાલકો હશે, જે ઇમેમોની આ પ્રોસેસ અને જો નિયમ ભંગ કરવામાં આવે તો કેટલો દંડ થઇ શકે છે તેનાથી અજાણ હશે. ત્યારે આજે અમે અહીં નિયમ ભંગ કરવા બદલ પ્રથમ વખત કેટલો દંડ અને એજ ગુનાનું પુનરાવર્તન કરવામાં આવે તો કેટલો દંડ થઇ શકે છે તે અંગે જણાવી રહ્યાં છીએ.

    આ નિયમના ભંગ માટે ઈ-ચલણ
    નિયમ પ્રથમ વખત દંડ ફરી વખત દંડ
    હેલ્મેટ વગર રૂ. 100 રૂ. 300
    સીટબેલ્ટ પહેર્યો નહીં હોય તો રૂ. 100 રૂ. 300
    નો પાર્કિંગમાં વાહન પાર્ક થાય તો રૂ. 100 રૂ. 100
    સ્ટોપલાઈનના ભંગ બદલ રૂ. 100 રૂ. 300
    ડાર્ક ફિલ્મ રૂ. 100 રૂ. 300
    ફેન્સી નંબર પ્લેટ રૂ. 100 રૂ. 300
    વાહનમાં વધુ મુસાફરો પરિવહન રૂ. 1000 રૂ. 2000
    ભયજનક રીતે વાહન હંકારવુ રૂ. 1000 રૂ. 2000
    ચાલુ વાહને ફોનનો ઉપયોગ રૂ. 1000 રૂ. 2000
    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending