Home » National News » Utility » 15 એપ્રિલથી શરૂ થશે ઇ મેમો, જાણો કયા કિસ્સામાં થઇ શકે છે લાયસન્સ રદ । e challan start in ahmedabad from 15th april know more about e challan

15 એપ્રિલથી શરૂ થશે ઇ મેમોઃ તમને ઈ-મેમો આવ્યો છે? તો આ 10 વસ્તુ જાણી લો

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 03:45 PM

ટ્રાફિક નિયમ ભંગ સામે પગલાં લેવા માટે અમદાવાદમાં 15 એપ્રિલથી ફરીથી ઇમેમો શરૂ કરવામાં આવી રહ્યો છે

 • 15 એપ્રિલથી શરૂ થશે ઇ મેમો, જાણો કયા કિસ્સામાં થઇ શકે છે લાયસન્સ રદ । e challan start in ahmedabad from 15th april know more about e challan
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  યુટિલિટી ડેસ્કઃ ટ્રાફિક નિયમ ભંગ સામે પગલાં લેવા માટે અમદાવાદમાં 15 એપ્રિલથી ફરીથી ઇમેમો શરૂ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં 130 જંક્શનોમાં સીસી ટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જે થકી ઇ મેમો જનરેટ કરવામાં આવશે. તેમજ પોસ્ટ થકી મળેલો ઇ મેમો સમયસર ન મળવાની સ્થિતિમાં વાહનચાલકને એસએમએસથી પણ જાણ કરવામાં આવી રહી છે. 15 એપ્રિલથી પુનઃ શરૂ થઇ રહેલા ઇમેમોને લઇને દરેકના મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવતા હશે જેમ કે મેમો ક્યાં ભરવા જવો, વ્હીકલ લઇ જવું કે નહીં વિગેરે. આજે અમે અહીં એવા જ કેટલાક મુંઝવતા પ્રશ્નો અંગે જણાવી રહ્યાં છીએ.

  મારે ઈ-મેમો ભરવા માટે કયાં જવું પડશે?
  શહેરના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ,સીએસઆઈટીએમએસ કેન્દ્ર પોલીસ કમિશનરની કચેરી તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (જયાં ખાતું હોવું આવશ્યક છે)ની કોઈ પણ શાખામાં ભરી શકાશે. બેન્કમાં ઈ-મેમો ભરનારને રૂા.18 વધુ ચાર્જ ચૂકવવો પડશે.


  મને મેમોનો માત્ર એસએમએસ મળ્યો છે તો હું દંડ ભરી શકું?
  ઈ-મેમો પોસ્ટથી મળ્યો ન હોય તેવા સંજોગોમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એસએમએસથી તેની જાણકારી અપાશે. અને તેના આધારે પણ ઈ-મેમો નક્કી કરેલા સ્થળોએ ભરી શકાશે.

  વધુ વાચવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

 • 15 એપ્રિલથી શરૂ થશે ઇ મેમો, જાણો કયા કિસ્સામાં થઇ શકે છે લાયસન્સ રદ । e challan start in ahmedabad from 15th april know more about e challan
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  હું દંડ ભરવા માટે ઓનલાઈન પેમેન્ટ કરી શકું?
  આ બે વેબસાઈટ પર પેમેન્ટ કરી શકાય છે. www.cpahmedabad.gujarat.gov.in, payahmedabadechallan.org

  મારે ઈ-મેમો ભરવા જતી વખતે કયા દસ્તાવેજો સાથે રાખવા પડશે?
  ઈ-મેમો ભરવા માટે આરસીબુક સહિતના કોઈ પણ દસ્તાવેજો અસલ રાખવા આવશ્યક નથી. ઝેરોક્ષ કોપીથી પણ ઈ-મેમો ભરી શકાશે. પણ કોઈ પણ એક અસલ ઓળખકાર્ડ રાખવું જરૂરી છે. 

  જે વ્હીકલનો ઈ-મેમો હોય તે વ્હીકલ લઈ જ‌વું આવશ્યક છે ખરું?
  જે વ્હીકલનો ઈ-મેમો મળ્યો હોય તેનો મેમો ભરતી વખતે તે વ્હીકલ લઈને જવુ આવશ્યક નથી. પણ ઈ-મેમોની નકલ અથવા તેનો એસએમએસ હોવો જરૂરી છે. 

 • 15 એપ્રિલથી શરૂ થશે ઇ મેમો, જાણો કયા કિસ્સામાં થઇ શકે છે લાયસન્સ રદ । e challan start in ahmedabad from 15th april know more about e challan
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  મારું વ્હીકલ બહારના રાજયનું છે તે વ્હીકલનો ઈ-મેમો જનરેટ થાય તો મારે દંડ ભરવા ક્યાં જવાનું રહેશે?
  જે વ્યક્તિના અન્ય રાજયના વ્હીકલનો ઈ-મેમો અમદાવાદમાં જનરેટ થાય તો તે લોકો તેમના રાજ્યની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં પણ ઈ-મેમોનો દંડ ભરી શકશે. 

  જો હું ઈ-મેમો ન ભરું તો શું કાર્યવાહી થશે?  
  ઈ-મેમો નહીં ભરનાર સામે એન.સી (જાણવાજોગ) ફરિયાદ થઈ શકે છે. જો ફરિયાદ થાય તો પણ જે તે વાહનચાલકે કોર્ટમાં દંડ ભરવા જવું પડશે. જો કે, આ કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસમાં વિચારણા ચાલી રહી છે. 

  કયા કિસ્સામાં મારું લાઈસન્સ રદ કરવાનું પગલું લેવાઈ શકે?
  વારંવાર ભયજનક રીતે વાહન ચલાવવા (એમવી એકટ-184)ના કિસ્સામાં લાઈસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. એક જ વ્યક્તિને પાંચથી વધુ વાર ઈ-મેમો મળે તો પણ લાઈસન્સ રદ થઈ શકે છે. 

  મને અગાઉ ઈ-મેમો મળ્યા હતા, તેનો દંડ પણ હજુ ભરવો પડશે?
  જાન્યુઆરી 2018 પહેલાં ઈ-ચલણ પદ્ધતિ અમલમાં હતી ત્યારે જનરેટ થયેલા ઈ-મેમો જે વાહનચાલકે ભર્યો ન હોય તે તમામને આ રકમ ભરવી જરૂરી છે. 
   

  નાગરિકો માટે ખાસ
  ઈ-ચલણ આરટીઓમાં ઉપલબ્ધ વાહનમાલિકની વિગતના આધારે ઈસ્યુ કરવામાં આવે છે. જો તમે કોઈ વાહનનુ વેચાણ કર્યું હોય અથવા પોતાનું સરનામું બદલવામાં આવ્યું હોય તેવા કિસ્સામાં તમામ વિગતો આરટીઓમાં જઈને ચકાસી લેવી. વાહન ટ્રાન્સફર થયું છે કે નહીં તેની ખાતરી કરવી.

 • 15 એપ્રિલથી શરૂ થશે ઇ મેમો, જાણો કયા કિસ્સામાં થઇ શકે છે લાયસન્સ રદ । e challan start in ahmedabad from 15th april know more about e challan
  આ નિયમના ભંગ માટે ઈ-ચલણ
   
  નિયમ પ્રથમ વખત દંડ ફરી વખત દંડ
  હેલ્મેટ વગર રૂ. 100 રૂ. 300
  સીટબેલ્ટ પહેર્યો નહીં હોય તો રૂ. 100 રૂ. 300
  નો પાર્કિંગમાં વાહન પાર્ક થાય તો રૂ. 100 રૂ. 100
  સ્ટોપલાઈનના ભંગ બદલ રૂ. 100 રૂ. 300
  ડાર્ક ફિલ્મ રૂ. 100 રૂ. 300
  ફેન્સી નંબર પ્લેટ રૂ. 100 રૂ. 300
  વાહનમાં વધુ મુસાફરો પરિવહન રૂ. 1000 રૂ. 2000
  ભયજનક રીતે વાહન હંકારવુ રૂ. 1000 રૂ. 2000
  ચાલુ વાહને ફોનનો ઉપયોગ રૂ. 1000 રૂ. 2000

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ