Home » National News » Utility » કરો આ કામ, લાઈસન્સ કે RC બુક ઘરે હશે તો પણ નહિ કપાય ચલાન । Driving without driving licence and rc book, follow these tips

કરો આ કામ, લાઈસન્સ કે RC બુક ઘરે હશે તો પણ નહિ આવે મેમો

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 10:39 AM

જો તમે લાઈસન્સ ઘરે ભૂલી ગયા અને રસ્તામાં પોલિસે તમને રોકી લીધા તો ટેન્શન ન લો

 • કરો આ કામ, લાઈસન્સ કે RC બુક ઘરે હશે તો પણ નહિ કપાય ચલાન । Driving without driving licence and rc book, follow these tips
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  યુટિલિટી ડેસ્કઃ જો તમે લાઈસન્સ ઘરે ભૂલી ગયા અને રસ્તામાં પોલિસે તમને રોકી લીધા તો ટેન્શન ન લો. બસ એક આ ટ્રિક અપનાવી લો. પોલિસ તમારું ચલાણ નહિ ફાડે. સરકારે કોઈ પણ કામ માટે લાઈસન્સ કે અન્ય દસ્તાવેજોની હાર્ડકોપી સાથે રાખવાની કે સાથે ન લઈ જવાની અનિવાર્યતા ખત્મ કરી દીધી છે. હવે તમારે એક ડિઝિલોકર ખોલવાનું રહેશે. આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે અને તેમાં તમે પોતાના તમામ દસ્તાવેજોની સોફટ કોપી સાથે રાખી શકો છો. ડિઝિલોકરથી લોકોને બે ફાયદા થશે, એક તો દસ્તાવેજ સુરક્ષિત રહેશે. બીજો એ કે તે કોઈ પણ જગ્યાએ જરૂરિયાત પડવા પર લોકરનો યુઝ કરી શકશે.

  ડિઝિટલ લોકર એટલે કે ડિઝીલોક પ્રધાનમંત્રીની મહત્વકાંક્ષી યોજના ડિજિટલ ઈન્ડિયાનો એક મહત્વનો હિસ્સો છે. ડિજિટલ લોકરનો ઉદેશ્ય જન્મ પ્રમાણ પત્ર, પાસપોર્ટ, શૌક્ષણિક પ્રમાણ પત્ર જેવા અગત્યના દસ્તાવેજોને ઓનલાઈન સ્ટોર કરીને ભૌતિક દસ્તાવેજોનો ઉપયોગ ઘટાડવો અને એજન્સીઓની વચ્ચે ઈ-દસ્તાવેજોની આપ-લેને પ્રોત્સાહિત કરવાનો છે. લોકરમાં સેવ સોફટ કોપ સંપૂર્ણ રીતે માન્ય રહેશે, કોઈ પણ તેને માનવાથી ઈન્કર નહિ કરી શકે.

  ડિજિટલ લોકરમાં ઈ-સાઈનની સુવિધા પણ છે જેનો ઉપયોગ ડિજિટલ રૂપથી હસ્તાક્ષર કરવા માટે કરી શકાય છે. ગત મહિનાના આ આંકડાઓના જણાવ્યા પ્રમાણે, પીએમ મોદીની સરકાર દ્વારા ડિજિલોકર (DigiLocker) સર્વિસમાં 78 લાખથી વધુ લોકો રજિસ્ટર થઈ ચૂકયા છે. તમારે પણ તેનો લાભ લેવો જોઈએ. તેને બનાવવાની પ્રક્રિયા પણ જટિલ નથી.

  આગળની સ્લાઈડમાં વાંચો, આ અંગેની ટ્રીક વિશે...

 • કરો આ કામ, લાઈસન્સ કે RC બુક ઘરે હશે તો પણ નહિ કપાય ચલાન । Driving without driving licence and rc book, follow these tips

  ડિજિટલ લોકર બનાવવા માટે તમારે  https://digitallocker.gov.in પર પોતાનું એકાઉન્ટ બનાવવાનું રહેશે. તેના માટે તમારા આધાર કાર્ડ નંબરની જરૂરિયાત પડશે. આધાર કાર્ડ એટલા માટે જરૂરી છે કે છેતરપિંડીથી બચી શકાય. સાઈટ પર સાઈનઅપ કરવા માટે આધાર નંબર માંગવામાં આવશે અને બે વિકલ્પ યુઝર વેરિફીકેશન માટે ઉપલબ્ધ થશે. પહેલા ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ જેની પર ક્લીક કરતાની સાથે જ તમારા આધારકાર્ડમાં આપેલા મોબાઈલ નંબર પર પાસવર્ડ આવી જશે.

   

  જો તમે બીજો વિકલ્પ એટલે કે અંગૂઠાનું નિશાન પસંદ કરો છો તો એક પેજ ખુલશે, જયાં તમારી આંગળીઓના નિશાન પર અંગૂઠાનું નિશાન લગાવવાનું રહેશે. જો નિશાન કાયદેસર છે, તો પણ યુઝરનું વેરિફીકેશન થઈ શકશે અને પછીથી તમે પોતાનું યુઝર નેમ અને પાસવર્ડ ક્રિએટ કરી શકશો. લોકરમાં  pdf, jpg, jpeg, png, bmp અને gif ફોરમેટની ફાઈલ સેવ કરી શકે છે. અપલોડ કરવામાં આવનારી ફાઈલની સાઈઝ 1 એમબીથી વધુ ન હોવી જોઈએ.

   

  હાલ પ્રત્યેક યુઝરને 10 એમબીની સ્પેસ મળશે, જેને બાદમાં વધારીને 1 જીબી કરવાનો પ્રસ્તાવ છે. તેનાથી ઓનલાઈન દસ્તાવેજોની પ્રમાણિકતા સુનિશ્ચિત થશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ