Home » National News » Utility » Dominos Pizza Shop Shut Down in Australian

બેદરકારી: જે Domino's પિત્ઝાને તમે સ્વાદ લઇને ખાઓ છો, તેના રસોડામાં જોવા મળ્યું સડેલું માંસ..ફૂગવાળું પનીર અને ઘણું બધું, ડોક્ટરે આ પ્રકારના ફૂડને લઇને Alert

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 03:17 PM

આજ પછી જ્યારે પણ ખાઓ પિત્ઝા, ફોલો કરો ડોક્ટરની આ વાત; બચશે પૈસા અને તબિયત બંન્ને

  • Dominos Pizza Shop Shut Down in Australian

    યુટિલિટી ડેસ્ક: ઓસ્ટ્રેલિયાના લિસ્મોર શહેર સ્થિત ડોમિનોઝ શોપને તાળા મારી દેવામાં આવ્યા. ત્યાં કામ કરી ચુકેલા એક વર્કરે શોપની અંદરના કેટલાક ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ ફોટોમાં શોપના કિચનની ગંદકીની સાથે સડેલું માસ, ફૂગવાળું પનીર, સડી રહેલો સોસ, કન્ટેનરમાં કીડા અને ગંદા વાસણોની સાથે બીજી અન્ય ગંદી વસ્તુઓ જોવા મળી હતી.

    ડોમિનોઝ અમેરિકન કંપની છે, જે પિત્ઝા માટે ફેમસ છે. ભારતના ઘણા શહેરોમાં તેની બ્રાંચ છે. એવામાં અહીંના લોકોને એ વાતની જાણ હોવી જોઇએ કે સડેલું ફૂડ તમે ખાઓ છો ત્યારે તમારી તબિયત પર તેની શું અસર થઇ શકે છે.

    આ વિષય પર અમે અટલ બિહારી વાજપાયી મેડિકલ કોલેજ, વિદિશાના સર્જરી વિભાગના ડોક્ટર નીરજ જૈન (MS જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન)થી વાત કરી. તેમણે જણાવ્યું કે આ સડેલા ફૂડ ખાવાથી તમને કેવા પ્રકારની બીમારીઓ થઇ શકે છે. અને કેવી સ્થિતિમાં હોસ્પિટલમાં એડમિટ પણ થવું પડી શકે છે.

    આ બીમારીનો ખતરો
    - ડો. નીરજ અનુસાર ખુલ્લા ફૂડમાં પેનિસિલિયમ નામનું ફંગસ લાગી જાય છે. જેનાથી તેમા કીડા આવી જાય છે.
    - જો કોઇ પ્રોડક્ટ લૂઝ અથવા ખુલ્લી છે, ત્યારે તેમા ફંગસ લાગવા અથવા કીડા આવવાના ચાંસ ઝડપથી વધવા લાગે છે.
    - આ પ્રકારના ફૂડ ખાવાથી એનીમિયા, ડાયરિયા, પેટમાં દુખાવો, ઇન-ડાઇજેશન જેવી બીમારીઓ થઇ શકે છે.
    - આપણી બોડી આ પ્રકારના ખોરાકને ડાઇજેસ્ટ કરી લે છે, પરંતુ ઇન-ડાઇજેશનની પ્રોબ્લેમ થાય ત્યારે હોસ્પિટલાઇઝ પણ થવું પડે છે.

    આ પ્રકારના ફૂડથી આ રીતે પડાય છે બીમાર
    - જો સડેલુ અથવા ફૂગવાળો ખોરાક પેટની અંદર જાય છે ત્યારે તે સ્ટમકમાં રિલીઝ થયા બાદ નાના આંતરડામાં રોકાઇ જાય છે.
    - એવામાં તેમા રહેલા ઇંડા કીડાનો રૂપ લે છે અને તે ફેલાવવા લાગે છે.
    - આ કીડા આંતરડામાં ગંદકી કરે છે જેનાથી ઇન્ફેક્શન થવા લાગે છે અને વ્યક્તિ બીમાર પડવા લાગે છે.

    આ વાતોનું રાખો ધ્યાન
    - પેટનો દુખાવો અથવા ડાયરિયા થવા પર પાણી વધારે પીવો
    - જેટલું બને એટલું વધારે ORS નાખીને પીવો.
    - જો સ્વાસ્થ્ય વધારે બગડે તો ડોક્ટર પાસે જઇ ચેકઅપ કરાવી લો.

    ફાસ્ટ ફૂડ ખાતી વખતે આ વાતોનું રાખો ધ્યાન
    - જો તમે ફાસ્ટ ફૂડ ખાઇ રહ્યા છો ત્યારે ખાતા પહેલા તેને બરોબર ચેક કરી લો.
    - પિત્ઝા, બર્ગર, રોલ અથવા અન્ય આઇટમમાં યુઝ થતા કન્ટેંટને ચેક કરી લો. બની શકે તો તેની લેયર ખોલીને જોઇ લો.
    - જો કોઇ એવી આઇટમ તમને સર્વ કરવામાં આવી છે, જે પેકેટમાં છે ત્યારે તેની એક્સપાયરી ડેટ ખાસ ચેક કરી લો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending