Divya Bhaskar

Home » National News » Utility » Do you know why judge break pens nib after death penalty

આ કારણથી ફાંસીની સજા સંભળાવ્યા બાદ તોડવામાં આવે છે પેનની નિબ

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 05:32 PM

તમે ભાગ્યેજ એ બાબત વિશે વિચાર્યું હશે કે ફાંસીની સજા બાદ પેનની નિબ કેમ તોડી નાખવામાં આવે છે

  • Do you know why judge break pens nib after death penalty
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ ઘણીવાર તમે જૂની ફિલ્મો કે લોકોના મોઢેથી સાંભળ્યું હશે કે ભારતની કોર્ટના જજ કોઈ આરોપીને ફાંસીની સજા સંભળાવે એ પછી તરત જ પોતાની પેનની નિબ તોડી નાખે છે. જોકે શું તમને તેનો અર્થ ખ્યાલ છે કે આખરે જજ દ્વારા આવું કેમ કરવામાં આવે છે.

    તમે ભાગ્યેજ એ બાબત વિશે વિચાર્યું હશે કે ફાંસીની સજા બાદ પેનની નિબ કેમ તોડી નાખવામાં આવે છે. આજે અમે તમને અહીં આ અંગે સંપૂર્ણ માહિતી આપી રહ્યાં છે.

    આગળની સ્લાઈડમાં વાંચો...

  • Do you know why judge break pens nib after death penalty
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    તમને કદાચ નવાઈ લાગશે પરતું આ પ્રણાલી માત્ર ભારતમાં જ છે. આ કારણે ભારતીય કાયદામાં જયારે કોઈ આરોપીને ફાંસી કે મોતની સજા સંભળાવવામાં આવે તે પછી તરત જજ દ્વારા પેનની નીબ તોડી નાખવામાં આવે છે. ભારતીય કાયદામાં ફાંસીની સજા એ સૌથી મોટી સજા છે. રેયર ઓફ રેયરેસ્ટ કેસમાં જ આરોપીને ફાંસીની સજા કરવાની જોગવાઈ છે. જો વ્યક્તિનો ગુનો જધન્ય અપરાધની શ્રેણીમાં આવે છે તો જ તેને મોતની સજા સંભળાવવામાં આવી શકે છે. 

     

    આગળની સ્લાઈડમાં વાંચો...

  • Do you know why judge break pens nib after death penalty
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ફાંસીની સજા સંભળાવ્યા બાદ જજ પેનની નિબ એટલે તોડી નાખે છે કે બીજી વખત આવો ગુનો ન થાય. આ માટેનું એક કારણ એવું પણ છે કે આ સજા બાદ કોઈ વ્યક્તિનું જીવન સમાપ્ત થઈ જાય છે, આ કારણે આ સજાને સંભળાવ્યા બાદ પેનની નિબ તોડી નાખવામાં આવે છે, જેથી પેનનું જીવન સમાપ્ત થઈ જાય અને પેન દ્વારા કઈ પણ લખવામાં ન આવે.

     

    આગળની સ્લાઈડમાં વાંચો...

  • Do you know why judge break pens nib after death penalty
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ઉલ્લેખનીય છે કે ભારતમાં ફાંસીની સજા કોઈ પણ મોટા અપરાધી માટે અંતિમ સજા હોય છે. એટલે કે એક વાર જજ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવે તે પછી તેમાં ફેરફાર કરવામાં આવતો નથી. જોકે ફાંસીની સજાના મામલામાં સજા માફ કરવાની અરજી પર અંતિમ નિર્ણય શું કરવો તેનો અધિકાર માત્ર દેશના રાષ્ટ્રપતિને છે. તે પોતાના વિવિકના આધાર પર ગુનેગારને માફ કરે છે.

     

  • Do you know why judge break pens nib after death penalty

    આ કારણે જયારે પેનથી મોત લખવામાં આવે છે ત્યારે તેની નિબ તોડી નાખવામાં આવે છે. એમ પણ માનવામાં આવે છે કે  નિર્ણય બાદ પેનની નિબ તોડી નાખવામાં આવે પછીથી જજને પણ આ નિર્ણય બદલવાનો અધિકાર નથી. પેનની નિબ ટૂટી ગયા બાદ આ નિર્ણય પર બીજી વખત વિચાર કરી શકાતો નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending