Home » National News » Utility » Do you know these things of salary slip

સેલેરી સ્લિપમાં છુપાયેલી છે આ મહત્વની બાબતો, તમે જાણો છો

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 08:32 PM

નોકરીયાત લોકોને દર મહિને સેલેરી મળે છે, બાદમાં તેમને સેલેરી સ્લિપ મળે છે.

 • Do you know these things of salary slip
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હીઃ નોકરીયાત લોકોને દર મહિને સેલેરી મળે છે. ત્યાર પછી એચઆરથી સેલેરી સ્લિપ મળે છે. પરંતુ, મોટાભાગના લોકો ફકત સેલેરીથી જ મતલબ રાખે છે અને સેલેરી સ્લિપ જોતાં પણ નથી.પરંતુ, આપની સેલેરીમાં તમામ એવી વાતો છૂપાયેલી હોય છે, જે આપને જોબ બદલતાં કે ઇન્ક્રીમેન્ટના સમયે કામમાં આવી શકે છે. હકીકતમાં જયારે આપ બીજી નોકરી શોધો છો ત્યારે નક્કી નથી કરી શકતા કે કેવું અને કેટલું પેકેજ માંગવાનું છે. પરંતુ જો આપ સેલેરી સ્લિપને ધ્યાનથી સમજશો તો આ કામ સરળતાથી થઇ જશે. અહીં અમે તમને જણાવી રહ્યાં છે સેલેરી સ્લીપમાં કઈ બાબતો છુપાયેલી છે તેના વિશે...

  આમ બને છે સેલેરી સ્લિપ

  સેલેરી સ્લિપમાં બે ચીજો હોય છે- એક ઇનહેન્ડ સેલેરી અને બીજો ડિડકશન પાર્ટ. બન્ને મળીને આપની માસિક સીટીસી એટલે કે (કોસ્ટ ટુ કંપની) બને છે. જેનો અર્થ છે કે કંપની આપ પર કેટલો ખર્ચ કરી રહી છે. સ્લિપમાં બધા ભથ્થાં સામેલ હોય છે.

  ઇનહેન્ડ સેલેરીમાં હોય છે આ ચીજો

  1: બેઝિક સેલેરી

  આ તમારી સેલેરીનો સૌથી મહત્વનો હિસ્સો છે. સામાન્ય રીતે આપની બેઝિક એ કુલ સેલેરીનો 35-40 ટકા હોય છે. આપનો બેઝિક જેટલો વધારે હશે તેટલો જ ટેક્સ આપને આપવો પડશે. જે 100 ટકા ટેક્સેબલ હોય છે. બેઝિક, ઇન હેન્ડ સેલેરીના સ્વરૂપે મળે છે.

  2. હાઉસ રેન્ટ એલાઉન્સ


  1. એચઆરએ બેઝિક સેલેરીના 50 ટકા હોય છે પરંતુ શરત એટલી કે કર્મચારી મેટ્રો શહેરમાં રહેતો હોય. જો કર્મચારી ટિયર ટૂ કે ટિયર થ્રીમાં રહેતો હોય તો એચઆરએ બેઝિક પગારના 40 ટકા હોય છે.

  2.આપ ભાડેથી રહેતા હો તો વર્ષભરમાં જેટલું ભાડું ચૂકવો છો તેમાં બેઝિક સેલેરીના 10 ટકાનો હિસ્સો હોય છે જે ઘટાડયા પછી જે નાણાં બચે છે તે પણ હાઉસ રેન્ટ એલાઉન્સ હોઇ શકે છે. નોંધઃ આજકાલ કંપની એ પાર્ટ ચૂકવે છે જે ઓછો હોય છે.

  ટેક્સઃ હાઉસ રેન્ટ એલાઉન્સ પર આપને ટેક્સમાં છૂટ મળે છે.

  3. કન્વેયન્સ એલાઉન્સ

  આ આપને ઓફિસમાં આવવા-જવા કે ઓફિસ કામથી ક્યાંય બહાર જવાના બદલામાં મળે છે. આ રકમ કંપની આપના જોબ પ્રોફાઇલના આધારે નક્કી કરે છે. સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરનારાઓનું કન્વેયન્સ એલાઉન્સ વધારો હોય છે. આ નાણાં ઇન હેન્ડ સેલેરીમાં ઉમેરવામાં આવે છે.

  ટેક્સમાં છૂટઃ સેલેરીમાં જો આપને 1,600 રૂપિયા સુધી કન્વેયન્સ એલાઉન્સ મળે છે તો આની પર ટેક્સ નહીં લાગે.

  આગળની સ્લાઇડમાં જાણો લીવ, મેડિકલ અને સ્પેશ્યલ એલાઉન્સ અંગે...

  તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.

 • Do you know these things of salary slip
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  4. લીવ ટ્રાવેલ એલાઉન્સ

   

  દરેક કંપનીમાં LTA ફિક્સ હોય છે. કંપની વર્ષમાં કેટલીક રજાઓ અને ટ્રાવેલ ખર્ચ આપને આપે છે. કેટલીક કંપનીઓ તેમાં પરિવારના સભ્યોને સામેલ કરે છે. ટૂર પર જઇને આપ જે પણ અન્ય ખર્ચ કરો છો તેનો આમાં સમાવેશ નહીં થાય. 

  ટેકસમાં છૂટઃ આના માટે આપને યાત્રા ખર્ચમાં બિલ આપવાનું હોય છે. યાત્રા ઉપરાંત જે પણ ખર્ચ આવે છે, તે તેમાં ઉમેરાતો નથી. આ એમાઉન્ટ પણ ઇન હેન્ડ સેલેરીનો હિસ્સો છે.

   

  5. મેડિકલ એલાઉન્સ   

   

  આ આપને મેડિકલ કવરના રૂપમાં આપવામાં આવે છે. ઘણીવાર જરૂરીયાતના હિસાબે કર્મચારી આ સેવાનો ઉપયોગ કરી લે છે, તો ઘણી વાર બિલ બતાવીને નાણાં રિએમ્બર્સ કરાવી લે છે. જે આપને ઇન હેન્ડ મળે છે, પરંતુ કેટલીક કંપનીઓ આને વાર્ષિક, જયારે કેટલાક મહિનાના આધારે જ ચુકવણી કરે છે. 

  ટેક્સમાં છૂટઃ મેડિકલ ખર્ચ વાર્ષિક 15 હજાર રૂપિયા સુધી ટેક્સ ફ્રી હોય છે. જો કે, આના માટે પણ આપને મેડિકલ સર્ટિફિકેટ આપવાનું હોય છે.

   

  6.પર્ફૉર્મન્સ બોનસ અને ખાસ એલાઉન્સ 

   

  આ એક પ્રકારનો રિવોર્ડ છે જે કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે. દરેક કંપનીના પર્ફોર્મન્સ પોલિસી અલગ અલગ હોય છે. આ સંપૂર્ણ રીતે ટેક્સેબલ હોય છે. જે આપની ઇન હેન્ડ સેલેરીમાં જોડવામાં આવે છે.  

   

  આગળની સ્લાઇડમાં જાણો સેલેરીમાંથી કપાતા રૂપિયા અંગે...

 • Do you know these things of salary slip
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  સેલેરીમાંથી આ રીતે કપાય છે રૂપિયા   

   

  1. પ્રોવિડન્ટ ફન્ડ

   

  પીએફ બેઝિક સેલેરીના 12 ટકા હોય છે. આ સંપૂર્ણ રીતે સરકારી ખાતામાં જાય છે. જેનાથી પીએફ ખાતું ખોલાય છે. આ એમાઉન્ટમાં કંપની જેટલી ચુકવણી કરે છે, તેટલું જ કર્મચારીના ખાતામાંથી કપાય છે. આ ઘણું જ ફાયદાકારક હોય છે. કારણ કે, પીએફમાં જમા રકમ પર સરકાર વ્યાજ આપે છે. 

   

  2. પ્રોફેશનલ ટેક્સ 

   

  આ ટેક્સ ફકત કર્ણાટક, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, આસામ, છત્તીસગઢ, કેરળ, મેઘાલય, ઓરિસ્સા, ત્રિપુરા, ઝારખંડ, બિહાર અને મધ્ય પ્રદેશમાં લાગે છે. જે આપની કુલ સેલેરી પર મળે છે, જેમાં 100 રૂપિયા જેટલી રકમ કપાય છે. 

   

  3. ઇન્કમ ટેક્સ  

   

  આનો ઉલ્લેખ આપની માસિક સેલેરી સ્લિપમાં નથી હોતો, પરંતુ તે ઇન્કમ ટેક્સના સ્વરૂપે લેવામાં આવે છે. જો આપ ટેક્સ ભરોછો તો મે મહિનાની સેલેરી સ્લિપમાં આપ તેની વિગતો જોઇ શકો છો. આ નાણાં ભારત સરકારના ટેક્સ સ્લેબ અનુસાર કપાય છે. જો કે આપ તેનાથી બચવા માંગો છો તો 80 સી નિયમ હેઠળ રોકાણ કરી શકો છો. 

   

  આગળની સ્લાઈડમાં વાંચો, આ રીતે કરો કોઈ બીજાની સેલેરી સ્લિપ સાથે તુલના 

 • Do you know these things of salary slip

  આ રીતે કરો કોઇ બીજાની સેલેરી સ્લિપ સાથે તુલના   

   

  1. બેઝિક સેલેરી સૌથી મહત્વની હોય છે. એવામાં એ પણ જુઓ કે બીજા લોકોને બેઝિક સેલેરીની સાથે કયા કયા એલાઉન્સ કંપની આપી રહી છે. શું આવા એલાઉન્સ આપને મળી રહ્યા છે કે નહીં ?

   

  2. એ જુઓ કે તેને કેટલા ખાસ એલાઉન્સ મળી રહ્યા છે. આ એલાઉન્સ સેલેરીમાં અંતર ઊભું કરે છે.   

   

  3. ઇન હેન્ડ સેલેરી પર ફોકસ ન કરતાં અન્ય ભથ્થાં જુઓ. જેમ કે હેલ્થ ઇન્શ્યોરન્સ મળી રહ્યો છે કે નહીં, ખાવાનું ફ્રી છે કે નહીં, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ મળી રહ્યું છે કે નહીં. કારણ કે, કરિયરને આગળ વધારવા માટે આ ઘણું જ જરૂરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ