ઘરમાં એક્વેરિયમ છે તો આ રાખો કાળજી, નહિતર થશે નુકશાન

ઘરના એક્વેરિયમમાં માછલીનું મૃત્યુ આપે છે આ ખાસ વાતનો સંકેત

Divyabhaskar.com | Updated - Mar 30, 2018, 07:59 PM
Do you know these things  about  aquarium

ઘરમાં એક્વેરિયમ છે તો આ રાખો કાળજી, નહિતર થશે નુકશાન.ઘરમાં એક્વેરિયમ છે તો આ રાખો કાળજી, નહિતર થશે નુકશાન.

નવી દિલ્હીઃ ફિશ એક્વેરિયમ તમારા ઘરની શોભા વધારવાની સાથે વાસ્તુ માટે પણ સારું છે. ઘર પર માછલીઓનું હોવું વાસ્તુશાસ્ત્રના જણાવ્યા અનુસાર, શુભ લાભ આપનાર હોય છે. આ કારણે તમારે એ વાતને જાણવી જરૂરી છે કે માછલીઓને ઘર પર રાખવાથી તમને કયા-કયા ફાયદા મળી શકે છે. ઘરમાં તમે માછલીઓને એક્વેરિયમમાં રાખી શકો છો. જોકે એક વાત ખૂબજ મહત્વની છે કે ફિશ એક્વેરિયમમાં 9 માછલીઓ હોવી જોઈએ. આ સિવાય ઘરના કોઈ એક માણસે જ તેને ખાવાનું આપવું જોઈએ.

સકારાત્મક ઉર્જાનો સંચાર

જો તમારા ઘર કે ઓફિસમાં માછલીનું એક્વેરિયમ છે તો તમારા ઘર અને ઓફિસમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થતો નથી. માછલીઓ આ પ્રકારની ઉર્જાને આવવાથી રોકે છે. આ કારણે તમારે માછલીઓ જરૂર રાખવી જોઈએ.

ખરાબ નજરથી થશે બચાવ

તમને કદાચ ખ્યાલ નહિ હોય એ બાબતનો કે માછલીઓ શુકનનું પ્રતિક છે. જો તમારા ઘરમાં માછલીઓ છે તો બહારથી આવનારી ખરાબ નજરથી તમે અને તમારું ઘર બચે છે. તમારે ઘરમાં માછલીઓ જરૂર રાખવી જોઈએ.

માછલીઓનું મોત આપે છે આ ખાસ વાતનો સંકેત

તમે જે માછલીઓ ઘરમાં પાળી છે, તે કોઈ કારણસર એક્વેરિયમમાં જ મરી જાય છે તો તેનો અર્થ થાય છે કે ઘરમાંથી કોઈ ખૂબ જ મોટી મુશ્કેલી ગઈ. માછલીઓ આવનારી મુશ્કેલીને પોતાના પર લઈ લે છે.

આગળની સ્લાઈડમાં વાંચો, અહીં રાખો ફિશ એક્વેરિયમ...

Do you know these things  about  aquarium

અહીં રાખો ફિશ એક્વેરિયમ

 

વાસ્તુના નિયમ અનુસાર, ફિસ એક્વેરિયમને ઘરના કમ્પાઉન્ડના સાઉથ વેસ્ટ ખૂણામાં રાખવું જોઈએ. આ સિવાય એ ખૂણો એવો હોવો જોઈએ, ઘરમાં આવનાર દરેક માણસની નજર તે ફિશ એક્વેરિયમ પર પડી શકે. એવું માનવામાં આવે છે કે ઘરમાં માછલીઓ હોય તો માનસિક શાંતિ પણ રહે છે અને સ્ટ્રેસ ઓછો રહે છે.

X
Do you know these things  about  aquarium
Do you know these things  about  aquarium
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App