બેન્કોમાં બદલાઈ ગયા છે FDના વ્યાજ દર, જાણો કઈ બેન્કમાં કેટલું મળે છે વ્યાજ

SBIએ ફેબ્રુઆરીથી નવા વ્યાજદરોને લાગુ કર્યા છે

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 01:53 PM
Do you know new interest rates of fd

નવી દિલ્હીઃ જો તમે કોઈ બેન્કમાં ફીકસ્ડ ડિપોઝીટ એટલે કે એફડી કરાવવા જઈ રહ્યાં છો તો નવા વ્યાજ દર જરૂર ચેક કરી લો. દેશની કેટલીક સિલેકટેડ બેન્કોએ 2018ના પ્રથમ ત્રણ મહીના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચની શરૂઆતમાં એફડીના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. આ બેન્કોમાં SBI, RBL બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા, યસ બેન્ક, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા જેવી બેન્કો સામેલ છે. આ કારણે એફડી કરાવતા પહેલા જાણી લો કે કઈ બેન્કમાં એફડી કરાવવાથી તમને વધુ ફાયદો થશે. તો ચાલો તમને જણાવીએ કઈ બેન્કમાં હવે એફડી પર વ્યાજ દર કેટલું થઈ ગયું છે.

SBI

SBIએ ફેબ્રુઆરીથી નવા વ્યાજદરોને લાગુ કર્યા છે.

1 કરોડ રૂપિયાથી ઓછાની એફડી

અત્યાર સુધીમાં આ રકમ વાળાને એફડી પર વ્યાજ દર 6.25 ટકા વાર્ષિક મળતો હતો. જે હવે 6.40 ટકા થઈ ગયો છે. સિનિયર સિટિઝન માટે આ દર 6.75 ટકાથી વધીને 6.90 ટકા કરી દેવામાં આવ્યો છે. આ રકમની 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષની એફડી પર વ્યાજ દર આમ લોકો માટે 6.50 ટકા અને સિનિયર સિટિઝન માટે 7 ટકા કરી દેવામાં આવ્યો છે.

1 કરોડથી વધુની એફડી

આ રકમની 1 વર્ષની એફડી પર આમ લોકો માટે વ્યાજને વધારીને 6.75 ટકા વાર્ષિક કરવામાં આવ્યું છે. જયારે સિનિયર સિટિઝન માટે 7.25 ટકા વાર્ષિક છે. આ રકમની 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષની એફડી પર વ્યાજ દર આમ લોકો માટે ક્રમશઃ 6.75, 6.65 અને 6.25 ટકા વાર્ષિક થઈ ગયા છે. જયારે સિનિયર સિટિઝન માટે આ વ્યાજદર ક્રમશ 7.25, 7.15 અને 6.75 ટકા વાર્ષિક કરવામાં આવ્યું છે.

સોર્સઃ www.sbi.co.in

આગળ વાંચો, RBL બેન્કમાં શું છે નવા દર...

Do you know new interest rates of fd

RBL બેન્ક

 

આરબીએલ બેન્કે 27 ફેબ્રુઆરીએ પોતાના નવા વ્યાજ દરને લાગુ કર્યા છે. હવે બેન્કમાં 3 કરોડ રૂપિયા સુધીની રકમની એફડી પર વ્યાજ દર 7.34 ટકા વાર્ષિક થઈ ગયું છે. અગાઉ તે 7.03 ટકા હતું. બેન્કના સિનિયર સિટિઝન માટે આ દર 7.56 ટકાથી વધારીને 7.87 ટકા કરવામાં આવ્યો છે. 2 વર્ષની એફડી પર વ્યાજ દર આમ લોકો માટે 7.40 ટકા અને સિનિયર સિટિઝન માટે 7.93 ટકા કરવામાં આવ્યો છે. 3 વર્ષ અને 5 વર્ષના ગાળા માટે 1 કરોડ રૂપિયાથી વધુની એફડી પર આમ લોકો માટે વ્યાજ દર 7.29 ટકા અને સિનિયર સિટિઝન માટે 7.82 ટકા થઈ ગયો છે. જયારે 1 કરોડથી 3 કરોડ રૂપિયાની એફડી માટે આમ લોકો માટે 7.03 ટકા અને સિનિયર સિટિઝન માટે 7.56 ટકા વાર્ષિક વ્યાજદર થઈ ગયો છે.

 

આગળની સ્લાઈડમાં વાંચો, યસ બેન્કમાં શું છે નવો વ્યાજ દર

Do you know new interest rates of fd

યસ બેન્ક

 

યસ બેન્કે નવી એફડીના વ્યાજ દરોને 26 ફેબ્રુઆરીથી લાગુ કર્યા છે. બેન્કમાં 1 કરોડ રૂપિયાથી ઓછાની 1 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની એફડી પર વાર્ષિક વ્યાજ દર હવે 7.19 ટકા થઈ ગયો છે. જયારે સિનિયર સિટિઝન માટે વ્યાજ દર હવે 7.71 ટકા વાર્ષિક થઈ ગયો છે. અગાઉ આ વ્યાજ દર આમ લોકો માટે 6.86 ટકા અને સિનિયર સિટિઝન માટે 7.38 ટકા વાર્ષિક હતો.

 

આગળ વાંચો, એક્સિસ બેન્કમાં શું છે નવો દર

Do you know new interest rates of fd

એક્સિસ બેન્ક

 

એક્સિસ બેન્કે 5 કરોડ રૂપિયાથી ઓછાની એફડી માટે નવા વ્યાજ દરને 5 માર્ચથી લાગુ કર્યા છે. જયારે 5 કરોડ રૂપિયાથી વધુની એફડી માટે નવા વ્યાજ દર 12 માર્ચથી લાગુ થશે.

1 કરોડ રૂપિયાથી ઓછાની એફડી 

આ રકમ પર 1 વર્ષની એફડી પર નવા વ્યાજ દર આમ લોકો માટે 6.75 ટકા વાર્ષિક છે. જયારે સિનિયર સિટિઝન માટે તે 7.40 ટકા છે. 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે વ્યાજ 6.90 ટકા વાર્ષિક છે. જોકે સિનિયર સિટિઝન માટે 2 વર્ષની એફડી પર વ્યાજ 7.55 ટકા અને 3 અને 5 વર્ષની એફડી પર વ્યાજ 7.40 ટકા વાર્ષિક છે.

1 કરોડ રૂપિયાથી લઈને 5 કરોડ રૂપિયાથી ઓછાની એફડી

1 વર્ષની એફડી પર વ્યાજ દર હવે 7.15 ટકા વાર્ષિક છે. જયારે સિનિયર સિટિઝન માટે 7.80 ટકા છે. 2 વર્ષ માટે વ્યાજ દર 7 ટકા અને 3 અને 5 વર્ષ માટે તે 6.50 ટકા વાર્ષિક છે. સિનિયર સિટિઝન માટે 2 વર્ષની એફડી પર 7.65 ટકા અને 3 અને 5 વર્ષ માટે 7 ટકા છે.

 

આગળ વાંચો, કોટક મહિન્દ્રા બેન્ક હવે કેટલું આપે છે વ્યાજ

Do you know new interest rates of fd

કોટક મહિન્દ્રા બેન્ક

 

કોટક મહિન્દ્રા બેન્કે 1 કરોડ રૂપિયાથી ઓછાની  એફડી પર નવા વ્યાજ દરોને 5 માર્ચ અને તેનાથી વધુની એફડી માટે દરોને 12 માર્ચથી લાગુ કર્યા છે.

1 કરોડ રૂપિયાથી ઓછાની એફડી

1 વર્ષ માટે વ્યાજ દર 6.98 ટકા થઈ ગયા છે. અગાઉ તે 6.71 ટકા હતા. 2 વર્ષ માટે હવે વ્યાજ દર 6.87 ટકા વાર્ષિક થઈ ગયો છે. 3 વર્ષ માટે હવે વ્યાજ દર 6.66 ટકા અને 5 વર્ષ માટે 6.40 ટકા વાર્ષિક કરવામાં આવ્યા છે.

1 કરોડ રૂપિયાથી લઈને 5 કરોડ રૂપિયાથી ઓછાની એફડી

1 વર્ષના ગાળા માટે નવા વ્યાજ દર હવે 7 ટકા વાર્ષિક થઈ ગયા છે. 2 અને 3 વર્ષ માટે 6.50 ટકા અને 5 વર્ષ માટે 6.25 ટકા વાર્ષિક થઈ ગયો છે.

5 કરોડ રૂપિયાથી વધુની એફડી

1 વર્ષની એફડી પર વ્યાજ દર 7.05 ટકા વાર્ષિક થઈ ગયો છે. 2,3 અને 5 વર્ષ માટે નવા વ્યાજ દર 6 ટકા વાર્ષિક છે.

પ્રીમેચ્યોર વિડ્રોઅલ ન કરી શકાય તેવી રેગ્યુલર એફડી માટે

1 કરોડથી લઈને 5 કરોડ રૂપિયાથી ઓછાની 1 વર્ષની એફડી પર નવા વ્યાજ દર 7.10 ટકા, 2 વર્ષ માટે 6.60 ટકા વાર્ષિક છે. 5 કરોડથી લઈને 10 કરોડ રૂપિયાથી ઓછાની 1 વર્ષની એફડી પર હવે વ્યાજ 7.20 ટકા અને 2 વર્ષ માટે 6.10 ટકા વાર્ષિક છે. 10 કરોડ રૂપિયા અને તેનાથી એફડી પર 1 વર્ષ માટે નવા વ્યાજ દર 7.15 ટકા અને 2 વર્ષ માટે 6.10 ટકા વાર્ષિક છે.

 

આગળ વાંચો, બેન્ક ઓફ ઈન્ડિયામાં કેટલું મળે છે વ્યાજ

Do you know new interest rates of fd

બેન્ક ઓફ ઈન્ડિયા

 

બેન્ક ઓફ ઈન્ડિયાએ નવા વ્યાજ દરોને જાન્યુઆરી 2018થી લાગુ કર્યા છે.

1 કરોડ રૂપિયાથી ઓછાની એફડી

1 વર્ષ માટે વ્યાજ દર 6.60 ટકા વાર્ષિક છે. 2 વર્ષ માટે 6.50 ટકા, 3 વર્ષ માટે 6.30 ટકા અને 5 વર્ષ માટે 6.25 ટકા વાર્ષિક છે. બેન્ક સિનિયર સિટિઝનને 0.50 ટકાથી લઈને 1.50 ટકા સુધીનું વધુ વ્યાજ આપે છે. જેના માટે કેટલીક શરતો છે. 

1 કરોડથી લઈને 10 કરોડ રૂપિયાથી ઓછીની એફડી

બેન્ક ઓફ ઈન્ડિયામાં આ રકમની 1 વર્ષની એફડીથી લઈને 10 વર્ષની એફડી સુધી વ્યાજ દર 5.25 ટકા વાર્ષિક છે.

X
Do you know new interest rates of fd
Do you know new interest rates of fd
Do you know new interest rates of fd
Do you know new interest rates of fd
Do you know new interest rates of fd
Do you know new interest rates of fd
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App