1 એપ્રિલથી તમારી સેલેરીમાં થશે આ ફેરફાર, જાણો ફાયદો થશે કે નુકશાન

ફાઈનાન્શિયલ વર્ષ હવે થોડા દિવસોમાં જ ખત્મ થઈ જશે

Divyabhaskar.com | Updated - Mar 30, 2018, 06:28 PM
Do you know impact of standard deduction on your salary

યુટિલિટી ડેસ્કઃ ફાઈનાન્શિયલ વર્ષ હવે થોડા દિવસોમાં જ ખત્મ થઈ જશે, એવામાં એ વાત જાહેર છે કે સરકારે થોડા મહિના પહેલા જે બજેટ રજૂ કર્યું હતું, તેની અસર હવે આવનારા મહિનાઓમાં દેખાશે એટલે કે 1 એપ્રિલથી. આ વર્ષે ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલીએ આમ આદમીને ટેકસ બાબતે ખાસ કોઈ મોટી રાહત આપી નથી. ટેકસ સ્લેબમાં પણ કોઈ ફેરફાર કર્યો નથી. જોકે તમારી સેલેરીમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જે 1 એપ્રિલથી લાગુ થશે. ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલીએ આ વખતે બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડકશનને પરત ખેંચવાની જાહેરાત કરી છે. દરેક નોકરીયાતને 40 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડકશન મળશે. એવામાં ચાલો જાણીએ તમને કેટલો થશે ફાયદો અને નુકશાન. સ્ટન્ડર્ડ ડિડકશન શું છે...

સ્ટાન્ડર્ડ ડિડકશન તમારી આવકનો એ હિસ્સો હોય છે, જેની પર તમારે કોઈ પણ પ્રકારનો ટેકસ આપવાનો હોતો નથી. આ છુટનો ફાયદો ઉઠાવવા માટે તમારે કોઈ પણ પ્રકારનો દસ્તાવેજ પણ દેખાડવાનો હોતો નથી. નવા નાણાંકીય વર્ષમાં જયાં સ્ટાન્ડર્ડ ડિડકશનનો ફાયદો તમારી સેલેરીમાં જ જોડાઈ જશે. આ સિવાય ટ્રાન્સપોર્ટ એલાઉન્સના 19200 રૂપિયા અને મેડિકલ એલાઉન્સ તરીકે મળનારા 15 હજાર રૂપિયાનો ફાયદો હટી જશે.

તમને કેટલો થશે ફાયદો

સ્ટાન્ડર્ડ ડિડકશનની સરખામણી મેડિકલ એલાઉન્સ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સની સાથે કરવામાં આવે તો પહેલા આ બંનેને કારણે તમને 34200 રૂપિયાનો ફાયદો મળતો હતો. જયારે સ્ટાન્ડર્ડ ડિડકશન તમને 40 હજારનો મળશે. આ રીતે તમને તેનો ફાયદો 5800 રૂપિયા(34200-40 હજાર ) તરીકે મળશે. પરતું જયારે તમે તેની સરખામણી કુલ ટેકસની રકમ અને એજયુકેશન સેસ સાથે કરશો, તો 5800 રૂપિયાનો આ ફાયદો પણ ખૂબ જ ઓછો થઈ જાય છે.

આ રીતે સમજો પોતાનો ટેકસ સ્લેબ

જો તમે 5 ટકા વાળા ટેકસ સ્લેબમાં આવો છો તો તમને 290 રૂપિયાનો ફાયદો સ્ટાન્ડર્ડ ડિડકશન તરીકે મળશે. તમે 20 ટકા ટેકસ સ્લેબ વાળા છો તો 1160 રૂપિયાનો ફાયદો તમને મળશે. જયારે તમે 30 ટકા ટેકસ વાળા સ્લેબમાં છો તો તમને 1740 રૂપિયાનો ફાયદો થશે. હાલના સમયમાં 2.5 લાખ રૂપિયા સુધીની ઈન્કમ પર કોઈ ટેકસ લાગતો નથી. 2.5 લાખથી 5 લાખની ઈન્કમ પર 5 ટકા, 5 લાખથી 10 લાખની વાર્ષિક કમાણી પર 20 ટકા અને તેનાથી વધુ કમાણી પર 30 ટકા ટેકસ લાગે છે.

હાલ શું છે રીત

હાલની વ્યવસ્થામાં તમને સ્ટાન્ડર્ડ ડિડકશન મળતું નથી, જોકે તમને મેડિકલ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ તરીકે 34200 રૂપિયા મળે છે. તેના હિસાબથી કુલ ટેકસેબલ ઈન્કમ 5 લાખ છે. તેમાં 34200 રૂપિયા ઘટાડવામાં આવશે, તો તમારી કુલ ટેકસેબલ ઈન્કમ બને છે 465800 રૂપિયા. તેની પર 5 ટકાના હિસાબથી ટેકસ લાગવા પર તમને 10790 રૂપિયા ટેકસ તરીકે ચુકવવા પડશે.

માત્ર 193 રૂપિયાનો ફાયદો

આ રીતે જોશો તો હાલની વ્યવસ્થાની સરખામણીમાં સ્ટાન્ડર્ડ ડિડકશન આવી જવાથી તમને 193.7 રૂપિયાનો ફાયદો થશે. આ રીતે તમે અન્ય ટેકસ સ્લેબ વાળાને થનારા ફાયદાની ગણના પણ કરી શકો છો.

X
Do you know impact of standard deduction on your salary
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App