તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યુટિલિટી ડેસ્કઃ જો તમે તમારા લોકેશનમાં એટીએમ લગાવવાની જાહેરાત જોવો તો સીધો બેન્કનો એપ્રોચ કરી શકો છો. મોટા ભાગની બેન્ક લોકલ ન્યુઝપેપરમાં એડવર્ટાઈઝમેન્ટ આપે છે. આ જાહેરાતનો એક સમયગાળો હોય છે, જેની અંદર તમારે સંબધિત બેન્કમાં પૂછપરછ કરવાની હોય છે. જાહેરાત આપ્યા બાદ બેન્ક તેની વેબસાઈટ પર એપ્લિકેશન ફોર્મ પણ અપલોડ કરે છે.
તમે રિક્વાયરમેન્ટ જોઈને આ ફોર્મ ભરીને બેન્કમાં જમા કરાવી શકો છો. બાદમાં બેન્કની માર્કેટિંગ ટીમ તમારી જગ્યાનો સર્વ કરે છે. એટીએમ લગાવવાની જરૂરિયાત હોય તો મોટાભાગની બેન્ક પોતાની વેબસાઈટના ટેન્ડર સેકશનમાં આ અંગે માહિતી મૂકે છે. એવામાં વેબસાઈટ ચેક કરીને આ અંગે માહિતી મેળવી શકાય છે.
કયાં લોકેશનમાં બેન્ક એટીએમ ઈન્સ્ટોલ કરે છે
લોકેશન સિલેકટ કરવાની દરેક બેન્કની પોતાની ગાઈડલાઈન છે, જે સંબધિત બેન્કની માર્કેટિંગ દ્વારા તૈયાર કરવામાં આવે છે. કેટલાક કોમન પોઈન્ટ છે, જે તેમાં જોઈ શકાય છે.)
- હોસ્પિટલ, કોલેજ, સરકારી ઓફિસિસ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશનની આસપાસની જગ્યા ફર્સ્ટ પ્રિફરેન્સમાં આવે છે, કારણ કે અહીં પબ્લિક વધુ હોય છે.
- તમે એટીએમ લગાવવા માંગો છો તો તમારી પાસે ઓછામાં ઓછી 50થી 80 સ્કેવર ફિટ ખાલી જગ્યા હોવી જોઈએ.
- ગ્રાઉન્ડ ફલોરની પ્રોપર્ટી છે તો તમે એટીએમ માટે એપ્લાઈ કરો. અહીં 24 કલાક વિજળી સપ્લાયની સુવિધા પણ હોવી જોઈએ.
- લોકેશન એવું હોવું જોઈએ જયાં લોકો સરળતાથી આવવા-જવાનું પસંદ કરે.
- પ્રોપર્ટી કોમર્શિયલ યુઝની હોવી જોઈએ. જો આમ ન હોય તો તમારે પહેલેથી તેની પરવાનગી લેવી પડશે.
- સિક્યોરીટીની રીતે તે મજબૂત હોવી જોઈએ. જો પાર્કિંગ સ્પેસ પણ હોય તો તે તમારા માટે પ્લસ પોઈન્ટ બની શકે છે.
કેટલી હોય છે કમાણી, જોવો આગળની સ્લાઈડમાં...
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.