Home » National News » Utility » Do you know how to reach Kedarnath

ખુલી ગયા કેદારનાથ મંદિરના દર્શન, કયાંથી કઈ રીતે પહોંચશો બાબાના ધામમાં

Divyabhaskar.com | Updated - May 02, 2018, 03:44 PM

29 એપ્રિલથી ભગવાન કેદારનાથના દર્શન ભક્તો માટે ખુલી ગયા છે

 • Do you know how to reach Kedarnath
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  ટ્રાવેલ ડેસ્કઃ 29 એપ્રિલથી ભગવાન કેદારનાથના દર્શન ભક્તો માટે ખુલી ગયા છે. હવે અગામી 6 મહીના સુધી અહીં ભગવાન શિવની પૂજા થશે. એવી માન્યત છે કે પાંડવોએ આ મંદિરની સ્થાપના કરી હતી. 8મી સદીમાં આ મંદિરનું નવનિર્માણ આદિશંકરાચાર્યએ કરાવ્યું હતું. મંદિરના દર્શન ભક્તો માટે અક્ષય તૃતીયાથી લઈને ભાઈબીજ સુધી ખુલા રહે છે. 3584 મીટરની ઉંચાઈ સ્થિત આ મંદિર સુધી પહોંચવું સરળ હોતું નથી. ચાર ધામમાંથી આ યાત્રાને સૌથી કઠણ માનવામાં આવે છે.

  કઈ રીતે પહોંચી શકો છો

  વાયા રોડ જાવ છો તો કેદારનાથ ચંદીગઢ (387), દિલ્હીથી (458), નાગપુરથી (1421), બેંગલુરથી(2484), ઋષિકેશથી (189) કિમી પડે છે. તમે હરિદ્વાર, કોટદ્વાર, દેહરાદૂન સુધી ટ્રેન દ્વારા પણ જઈ શકાય છે. દેહરાદૂન સુધી એરથી પણ જઈ શકાય છે.

  નવી દિલ્હીથી કઈ રીતે જવાય

  નવી દિલ્હીથી હરિદ્વારની બસ દર અડધા કલાકે છે. રસ્તાથી જવા પર 8 કલાકનો સમય લાગે છે. તમે ટ્રેનથી પણ જઈ શકો છો. તેમાં 4થી 6 કલાકનો સમય લાગશે. હરિદ્વારથી કેદારનાથ જઈ શકાય છે. જો તમે ગ્રુપમાં છો તો તમે જીપને પણ રેન્ટ પર લઈ શકો છો. જીપથી 9થી 10 કલાકમાં તમે પહોંચી શકો છો.

  હરિદ્વારથી કઈ રીતે જશો

  હરિદ્વારમાં ગોરીકુંડીથી રોજ સવારે બસ જાય છે. તમે GMOA ઓફિસમાં જઈને એડવાન્સ બુકિંગ કરાવી શકો છો. ઓફિસ રેલવે સ્ટેશનની સામે જ છે. બસથી જર્ની સરસ રીતે થાય છે કારણ કે ઘાટથી સમગ્ર રસ્તો પસાર થાય છે.

  કયા સ્ટેશનની પાસે છે કેદારનાથ

  ઋષિકેશથી 215, હરિદ્વારાથી 241, દેહરાદૂનથી 246 કિમિના અંતરે છે, કેદારનાથ. નવી દિલ્હી, મંબઈ, અમદાવાદ, અમૃતસરથી સૌથી સારી કનેકટીવિટી હરિદ્વાર રેલવે સ્ટેશનની છે.

  ચારધામનું પકેજ પણ લઈ શકો છો

  તમે ચારધામનું પેકેજ પણ લઈ શકો છો. ઘણી એજન્સી પેકેજ ઓફર કરી રહી છે. જેમ કે યાત્રાડોટ કોમ 11 દિવસનું પેકેજ ઓફર કરી રહ્યુ છે. તેમાં ચાર ધામની યાત્રા કરાવવામાં આવશે. દિલ્હીથી પ્રાઈવેટ કાર મળશે. રહેવાથી લઈને લંચ-ડિનર અન બ્રેકફાસ્ટ સુધીની વ્યવસ્થા એજન્સી દ્વારા કરાવવામાં આવશે. તેમાં પ્રતિ વ્યક્તિ 35 હજાર રૂપિયાનો ખર્ચ આવશે.

  કસ્ટમાઈઝ કરાવી શકો છો

  આ પેકેજ કસ્ટમાઈઝ પણ કરાવી શકો છો. ઘણી એજન્સીઓ 4 દિવસનું પેકેજ પણ ઓફર કરી રહી છે. તેમાં પ્રતિ વ્યક્તિ 11 હજાર રૂપિયા આપવા પડશે. તેમાં બે ધામોની યાત્રા કરાવવામાં આવશે. તમે પોતાની જરૂરિયાતના હિસાબથી પેકેજ ડિઝાઈન કરાવી શકો છો.

  હાલ છે કેદારનાથ જવાનો બેસ્ટ ટાઈમ, જોવો આગળની સ્લાઈડમાં...

 • Do you know how to reach Kedarnath
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  હાલ છે બેસ્ટ ટાઈમ

   

  - કેદારનાથની યાત્રા માટે સમર(મેથી જૂન) બેસ્ટ છે.  આ દરમિયાન અહીંનું કલાઈમેટ કૂલ અને સુકૂન આપનારું છે. મોનસૂનની સિઝનમાં લેન્ડસ્લાઈડ ખૂબજ કોમન થઈ જાય છે, આ કારણે ત્યાં જવાનું એવાઈડ કરવું જોઈએ.

   

  10 લાખ યાત્રીઓ કરાવી ચૂકયા છે રજિસ્ટ્રેશન

   

  કેદારનાથ યાત્રા માટે 25 એપ્રિલ સુધી 1 લાખ 10 હજાર યાત્રીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી ચૂકયા છે. દર્શન ખુલવાના દિવસે મંદિરમાં 5 હજાર શ્રધ્ધાળુ પહોંચ્યા. 2013માં થયેલી દુર્ધટના બાદ આ પ્રથમ તક છે, જયારે મંદિર ખુલવાના દિવસે આટલી મોટી સંખ્યામાં શ્રધ્ધાળું પહોંચી રહ્યાં છે.

   

  શું છે ખાસ વાત, જોવો આગળની સ્લાઈડમાં...

 • Do you know how to reach Kedarnath

  શુ છે ખાસ વાત...

   

  - ગત વર્ષે 4 ચાર ધામ યાત્રામાં ઘણાં ભક્તોનું હાર્ટએટેકથી મૃત્યુ થઈ ગયું હતું. આ કારણે આ વખતે કેદારનાથ માર્ગ પર દર 1 કિમિ પર ડોકટર ઉપલબ્ધ રહેશે.
  - 50થી વધુ ઉંમરના ભકતોનું અલગ-અલગ સ્થાને ચેકઅપ કરાવવામાં આવશે. મુસાફરીના માર્ગમાં ઓક્સીજન ચેમ્બર પણ હશે.
  - કેદારનાથ ધામમાં સવારે 6 વાગે ભકત દર્શન કરી શકે છે. બપોરે વિશેષ પૂજા થાય છે. બાદમાં મંદિર બંધ કરવામાં આવે છે. સાંજે 5 વાગે દર્શન માટે ફરીથી દર્શન ખુલે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ