આઈસ્ક્રીમ પાર્લર ખોલવાની તક, આ કંપનીઓ આપી રહી છે ફ્રેન્ચાઈઝી

આઈસ્ક્રીમ પાર્લર ખોલીને આ રીતે કરી શકાય છે કમાણી

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 07:19 PM
Do you  know how to open icecream parlour

નવી દિલ્હીઃ ગરમીની સિઝન શરૂ થઈ રહી છે. તેની સાથે જ બજારમાં પ્રોડકટસની ડિમાન્ડ વધી રહી છે. જો તમે આ પ્રસંગે બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમે મોટી આઈસ્ક્રીમ કંપનીઓની ફ્રેન્ચાઈઝી પણ લઈ શકો છો. આ કંપનીઓ આઈસ્ક્રીમ પાર્લર ખોલવાની ફ્રેન્ચાઈઝી આપી રહી છે. તો ચાલો જાણીએ વિવિધ કંપનીઓની ફ્રેન્ચાઈઝી લેવાની રીત વિશે...

કઈ રીતે લેશો ક્વોલિટી વાલ્સનું પાર્લર

આઈસ્ક્રીમમાં ક્વોવિટી વાલ્સ એક બ્રાન્ડ છે. ભારતમાં ક્વોવિટી વાલ્સના 300થી વધુ પાર્લર છે. ફ્રેન્ચાઈઝી લેવા માટે ક્વોલિટી વોલ્સની વેબસાઈ પર ઓનલાઈન એપ્લાઈ કરી શકો છો. તેમાં ઓછામાં ઓછા 6 લાખ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટની જરૂરીયાત હોય છે.

વાડીલાલ આઈસ્ક્રીમની ફ્રેન્ચાઈઝી લેવી છે સરળ

આઈસ્ક્રીમ બ્રાન્ડમાં બીજું એક નામ છે વાડીલાલ. વાડીલાલ દ્વારા 3 પ્રકારની ફ્રેન્ચાઈઝી ઓફર કરવામાં આવે છે. વેબસાઈટ પર ઓનલાઈન ફ્રેન્ચાઈઝી માટે અરજી કરી શકાય છે. વાડીલાલની ફ્રેન્ચાઈઝી લેવા માટે 5થી 10 લાખ રૂપિયા સુધીનું ઈન્વેસ્ટમેન્ટ કરવું પડે છે.

આગળની સ્લાઈડમાં વાંચો, કેટલામાં શરૂ કરી શકો છો અમૂલ પાર્લર...

Do you  know how to open icecream parlour

કેટલામાં શરૂ કરી શકો છો અમૂલ પાર્લર

 

આઈસ્ક્રીમ બ્રાન્ડમાં અમૂલનું ખૂબ જ મોટું નામ છે. તમે માત્ર 1થી  2 લાખ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટમાં પાર્લર ખોલી શકો છો. જોકે અમૂલ દ્વારા 25 હજાર રૂપિયા ડિપોઝીટ તરીકે લેવામાં આવે છે.

 

કેટલા રૂપિયામાં શરૂ થઈ શકે છે અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લર

 

આ પાર્લર માટે તમારે લગભગ 6 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. અમૂલ બ્રાન્ડ સિક્યોરિટી માટે 50 હજાર રૂપિયા લે છે. 

X
Do you  know how to open icecream parlour
Do you  know how to open icecream parlour
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App