ફોનથી આ રીતે ચેક કરો LPG સિલિન્ડર પર સબસિડીના પૈસા મળી રહ્યાં છે કે નહિ ?

તમે સિલિન્ડર પર મળનારી સબસિડીને ઓનલાઈન પોતાના મોબાઈલથી ચેક કરી શકો છો

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 11:43 AM
Do you know how to check LPG Subsidy Status

યુટિલિટી ડેસ્કઃ LPG સિલિન્ડર પર સરકાર સબસિડી આપે છે. આ પૈસા તમારા બેન્ક એકાઉન્ટમાં થોડા દિવસો બાદ આવી જાય છે. જોકે આજે પણ કેટલાક લોકો એવા છે જેમને એ વાતનો ખ્યાલ નથી કે પૈસા તેમના એકાઉન્ટમાં આવી રહ્યાં છે કે નહિ. આ સિવાય તેમને એ વાતની પણ જાણ હોતી નથી કે પૈસા જમા થઈ રહ્યાં છે તો કયાં એકાઉન્ટમાં જમા થઈ રહ્યાં છે. ઘણાં લોકોની સબસિડી જમા થઈ હોતી નથી તો તેમને એ બાબતની પણ માહિતી હોતી નથી. આવા સંજોગોમાં તમે સિલિન્ડર પર મળનારી સબસિડીને ઓનલાઈન પોતાના મોબાઈલથી ચેક કરી શકો છો.

સબસિડી ચેક કરવાની પ્રોસેસ

1 સૌ પ્રથમ www.mylpg.in વેબસાઈટને ફોન કરીને ઓપન કરો.
2 હવે તમે જે કંપનીનો સિલિન્ડર લો છો તેના ફોટા પર ક્લીક કરો.
3 અહીં ઘણાં બધા ઓપ્શન આવશે, તમારે Audit Distributor પર ક્લીક કરવાનું છે.
4 તમે પોતાનું State, District અને Distributor Agency Nameને સિલેકટ કરી લો.
5 હવે સિક્યુરીટી કોડ નાખીને Proceed પર ક્લિક કરો.
6 હવે પેજમાં નીચેની તરફ Cash Consumption Transfer Details પર ક્લીક કરો.
7 અહીં Security Code નાંખીને Proceed પર ક્લીક કરો.
8 તમારા સિલિન્ડરની સબસિડી સાથે જોડાયેલી ડિટેલ આવી જશે.

આગળ જાણો તમને સબસિડી નથી મળી રહી તો કયાં કરી શકો છો ફરીયાદ...

Do you know how to check LPG Subsidy Status

તમને સિલિન્ડર પર મળનારી સબસિડી નથી મળી રહી તો તમે ઓનલાઈન ફરીયાદ પણ કરી શકો છો. તેના માટે www.mylpg.in પર જઈને Give your feedback online પર જઈને ફરિયાદ કરી શકો છો. આ સિવાય 18002333555 ટોલ ફ્રી નંબર પર પણ ફરિયાદ કરી શકાય છે.

X
Do you know how to check LPG Subsidy Status
Do you know how to check LPG Subsidy Status
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App