કેટલી વાર સુધારી શકાશે તમારું Tax રિટર્ન, જાણો

નાણાંકીય વર્ષ 2016-17 માટે રિટર્ન ફાઈલિંગની તારીખ નજીક આવી રહી છે

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 05:55 PM
Do you know how many times you can revise tax return

યુટિલિટી ડેસ્કઃ નાણાંકીય વર્ષ 2016-17 માટે રિટર્ન ફાઈલિંગની તારીખ નજીક આવી રહી છે. આઈટીઆર ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2018 છે. રિટર્ન ફાઈલિંગની પ્રક્રિયા આમ તો સરળ હોય છે, પરતું મોટા ભાગના લોકો તેમાં ભૂલ કરી દે છે. તેને ધ્યાનમાં રાખીને ઈન્કમ ટેકસ વિભાગ એક ખાસ સુવિધા પણ આપે છે. જેને રિવાઈઝડ આઈટીઆર કહેવામાં આવે છે. અમે તમને અહીં આ અંગે ડિટેલમાં માહિતી આપી રહ્યાં છે.

દેશમાં મોટાભાગના ટેકસપેયર્સને છેલ્લા સમયે રિટર્ન ફાઈલ કરવાની આદત હોય છે. તેમની તરફથી આઈટીઆર ફાઈલિંગમાં ઘણી ભૂલો કરવામાં આવે છે. જોકે તેમણે ડરવાની જરૂરિયાત નથી. આવા ટેકસપેયર્સ તેમના રિટર્નને રિવાઈઝ કરી શકે છે.

કેમ ભરવામાં આવે છે રિવાઈઝડ આઈટીઆરઃ રિવાઈઝડ આઈટીઆર એવા સંજોગોમાં ભરવામાં આવે છે, જયારે આઈટીઆર દરમિયાન કેટલીક ભૂલો થઈ હોય અને તમે તેને સુધારવા માંગત હોવ. રિવાઈઝડ રિટર્ન ઈન્કમ ટેકસની કલમ 139(5) અંતર્ગત ભરવામાં આવે છે.

કોણ ભરી શકે છે રિવાઈઝડ આઈટીઆર

રિવાઈઝડ આઈટીઆર માત્ર તે વ્યકતિ ભરી શકે છે. જેમણે નાણાંકીય વર્ષ 2017-18 માટે પોતાનું આઈટીઆર 31 જુલાઈ 2018થી પહેલા ભરી લીધું છે. જો કોઈએ પોતાનું આઈટીઆર 1 ઓગસ્ટ 2018એ ફાઈલ કર્યું છે તો તે પોતાનું આઈટીઆર રિવાઈઝ કરી શકશે નહિ.

રિવાઈઝડ આઈટીઆર માટે શું છે જરૂરી

- ડેટ ઓફ ફાઈલિંગ ઓફ ઓરિજનલ રિટર્ન
- એકનોલેજમેન્ટ ઓફ ફાઈલિંગ ઓરિજનલ
- ઉલ્લેખનીય છે કે રિવાઈઝડ રિટર્નના પ્રોવિઝન નોર્મલ રિટર્ન ફાઈલિંગ જેવા જ હોય છે.

કેટલી વખત કરી શકાય છે રિટર્નમાં સુધારો

ઉલ્લેખનીય છે કે તમે પોતાના રિટર્નને જેટલી વાર ઈચ્છો તેટલી વાર રિવાઈઝ કરી શકો છો. રિવાઈઝડ રિટર્ન બાદ ઓરિજનલ રિટર્નની વેલ્યુ ખત્મ થઈ જાય છે. એટલે કે તમે પોતાના રિટર્નમાં 10 લાખની ટેકસની રકમ નોંધાઈ છે અને રિવાઈઝમાં 8 લાખની તો 8 લાખની રકમ માન્ય ગણાશે.

જો તમે જૂના આઈટીઆરમાં 10 લાખની ટેકસની રકમ બતાવી છે અને રિવાઈઝમાં તમે 15 લાખની ટેકસની રકમ બતાવી છે તો તમારે પહેલા 5 લાખના ટેકસની ચૂકવણી કરવાની રહેશે. બાદમાં તમે પોતાના આઈટીઆરને રિવાઈડ કરી શકશો. ઉલ્લેખનીય છે કે પેમેન્ટ સેલ્ફ એસેસમેન્ટ વર્ષના આધાર પર થશે, જે રીતે તમે ઓરિજનલ આઈટીઆરમાં કર્યું હતું.

X
Do you know how many times you can revise tax return
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App