સરકારના આ પગલાથી ઘટી શકે છે કર્મચારીઓની સેલેરી, જાણો શું છે કારણ

નોકરી કરનાર માટે ખરાબ સમાચાર છે

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 05:14 PM
Do you know gst will impact your salary

યુટિલિટી ડેસ્કઃ નોકરી કરનાર માટે ખરાબ સમાચાર છે. ગુડસ એન્ડ સર્વિસિસ ટેકસ(જીએસટી)ની અસર હવે તમારી સેલેરી પર પણ પડી શકે છે. જીએસટી લાગે છે તો કંપનીઓ તેમના એમ્પલોઈસના બોનસથી લઈને પેકેજ સુધીમાં ફેરફાર કરી શકે છે. આ ફેરફાર કંપનીઓ એટલા માટે કરી રહી છે કે જીએસટીનો બોઝો કોઈ પણ રીતે કંપનીઓ પર ન પડે. ફેરફાર બાદ આ વાતનો બોઝો કર્મચારીઓ પર પડશે.

શું આવી શકે છે જીએસટીની સીમામાં

ફોન માટે મળનાર રકમ, મેડિકલ ઈન્શ્યોરન્સ, મેડિકલ તપાસ, ટ્રાન્સપોર્ટેશન, ભાડું પણ જીએસટીની સીમામાં છે. ઓથોરીટી એડવાન્સ રૂલિંગ રૂલિંગ ( AAR)એ એક મામલામાં નિર્ણય આપ્યો છે કે કંપનીઓ દ્વારા કેન્ટીન ચાર્જીસ તરીકે વસુલવામાં આવતો ચાર્જ પણ જીએસટીની સીમામાં આવશે. આ સુવિધાઓ પર જીએસટી લાગે છે તો કંપનીઓ આ રકમ કર્મચારીઓ પાસેથી વસુલશે. તેની સીધી અસર કર્મચારીના પેકેજ પર પડશે.

અંગ્રેજી ન્યુઝ પેપરનો ખુલાસો

એક જાણીતા અંગ્રેજી ન્યુઝ પેપરના જણાવ્યા પ્રમાણે, એક્સપર્ટે કંપનીઓને સલાહ આપી છે કે તે પોતાના એચઆર ડિપાર્ટમેન્ટને આ મામલા પર સમીક્ષા કરવા માટે કહે. હાઉસ રેન્ટ, મોબાઈલ બિલ, હેલ્થ ઈન્શ્યોરન્સ બિલ જેવા સેલેરીના બ્રેકઅપ વગેરે જીએસટીની સીમામાં આવી જશે તો કંપનીઓએ તમારા સેલેરી પેકેજને નવેસરથી નિર્ધારિત કરવાના રહેશે.

હાલ સીસીટીના આધાર પર તૈયાર થાય છે પેકેજ, જોવો આગળની સ્લાઈડમાં...

Do you know gst will impact your salary

હાલ સીસીટીના આધાર પર તૈયાર થાય છે પેકેજ

 

કંપનીઓ હાલ કોસ્ટ ટુ કંપનીના આધાર પર એમ્પોલોઈસને સેલેરી આપે છે. ઘણી સર્વિસના બદલામાં કાપને સેલેરીનો હિસ્સો બનાવીને આપવામાં આવે છે. જીએસટી લાગૂ થાય છે તો કંપનીઓ બ્રેકઅપમાં ફેરફાર કરશે. તેનાથી કંપનીઓએ કોઈ પણ પ્રકારનો વધારાનો ટેકસ નહિ આપવો પડે, જોકે કર્મચારીઓની સેલેરીમાં ફરક પડશે.

X
Do you know gst will impact your salary
Do you know gst will impact your salary
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App