બ્યુટી પ્રોડકટ પર નથી એક્સપાયરી ડેટ, તો આ નિશાનને જોઈને 1 સેકન્ડમાં જાણો

લગભગ દરેક માણસ બ્યુટી પ્રોડકટનો યુઝ કરો છે

Divyabhaskar.com | Updated - Apr 16, 2018, 07:19 PM
Do Do you know beauty products expiry code and meaning you know beauty products expiry code and meaning

યુટિલિટી ડેસ્કઃ લગભગ દરેક માણસ બ્યુટી પ્રોડકટનો યુઝ કરો છે. છોકરીઓ ફેસ ફાઉન્ડેશન, આઈ શેડો, ફેસ પાઉડર કે અન્ય બીજી પ્રોડકટોનો યુઝ કરે છે. ત્યારે બીજી તરફ છોકરાઓ પણ ફેરનેસ ક્રીમનો યુઝ કરે છે. આ પ્રોડકટસ પર તેની મેન્યુફેકચર ડેટ હોય છે. જોકે ઘણી પ્રોડકટસ પર એક્સપાયરી હોતી નથી. એવામાં આપણને એ વાતનો ખ્યાલ આવતો નથી કે પ્રોડકટ કયારે એક્સપાયર થઈ જશે. આ બાબતનો ખ્યાલ હોવો એટલા માટે પણ જરૂરી છે, કારણ કે જો પ્રોડકટ એક્સપાયર થઈ ગઈ તો તેની સાઈડ ઈફેકટ્સ પણ થઈ શકે છે. આ માટે બ્યુટી પ્રોડકટ પર એક કોડ છપાયેલો હોય છે. જેના દ્વારા તમે 1 સેકન્ડમાં તેની એક્સપાયરી ડેટ જાણી શકો છો.

સ્કીન ઈન્ફેકશનનો ખતરો

બ્યુટી એક્સપર્ટ કાન્તા સૂદેએ જણાવ્યું કે જો કોઈ પ્રોડકટને એક્સપાયર થઈ ગયા બાદ યુઝ કરવામાં આવે છે તો તે સ્કિન માટે હાનિકારક થઈ શકે છે. જો પ્રોડકટમાં એસિડ છે ત્યારે સ્કિન પર પિપલ્સ, ફંગલ ઈન્ફેકશન, રેડ ચેન્જ થઈ શકે છે. એવામાં એક્સપાયર થઈ ચૂકી પ્રોડકટને યુઝ કરવાથી બચવું જોઈએ. તેમણે જણાવ્યું કે બ્રાન્ડેડ પ્રોડકટ હોય છે, તેનો યુઝ એક્સપાયરીના 6 મહીના બાદ પણ કરી શકાય છે. જોકે તમારી સ્કીન કેવા પ્રકારની છે એ બાબત પણ ખૂબ જ મહત્વની છે.

આંખો સાથે જોડાયેલી ઘણી પ્રોડકટ જેવી કે આઈ લાઈનર, કાજલ માર્કેટમાં આવે છે. તેનો યુઝ કયારે પણ એક્સપાયરી બાદ ન કરવો જોઈએ. કારણ કે જો પ્રોડકટની સાઈડ ઈફેકટ થાય તો આંખોમાં ઈન્ફેકશન થઈ શકે છે.

આગળની સ્લાઈડમાં જાણો, કઈ રીતે ઓળખશો એક્સપાયરી ડેટ...

Do Do you know beauty products expiry code and meaning you know beauty products expiry code and meaning

બ્યુટી પ્રોડકટ સાથે જોડાયેલી બોટલ, ટયુબ કે અન્ય પ્રકારના પેકિંગ પર તેની સંપૂર્ણ ડિટેલ હોય છે. એટલે કે પ્રોડકટ કયાં મેન્યુફેકચર થઈ અને તેની એક્સપાયરી ડેટ શું છે ? એવામાં જો તમારી પ્રોડકટ પર એક્સપાયરી નથી તો પણ તમે તે અંગે જાણી શકો છો. તમામ બ્યુટી પ્રોડકટ પર એક નિશાન પ્રિન્ટ હોય છે. જેમાં ખુલેલી ડબ્બી જોવા મળે છે. આ ડબ્બીમાં 6M, 12M અને 24M લખેલું હોય છે. અહીં Mનો અર્થ મહિનો થાય છે. એટલે કે તમારી પ્રોડકટની એક્સપાયરી મેન્યફેકચર ડેટથી 6 મહીના, 12 મહીના કે પછી 24 મહિનાની છે.

X
Do Do you know beauty products expiry code and meaning you know beauty products expiry code and meaning
Do Do you know beauty products expiry code and meaning you know beauty products expiry code and meaning
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App