આ છે વિશ્વનું પ્રથમ પોર્ટેબલ AC, વગર વીજળીએ ચાલે છે 8 કલાક

Divyabhaskar

Divyabhaskar

May 30, 2018, 03:36 PM IST
Do you know about world's first portable AC

ગેઝેટ ડેસ્કઃ ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે. ગરમીને કારણે હાલ લોકોની તકલીફોમાં વધારો થયો છે. એવામાં અહીં અમે તમને એક એવા AC વિશે જણાવી રહ્યાં છે, જેને તમે તમારી સાથ કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકો છો. આ એરકન્ડીશનર પોર્ટેબલ છે. તેનું નામ Coolala છે. તેને Coolala કંપનીએ બનાવ્યું છે. તે વિશ્વનું પ્રથમ પોર્ટેબલ અને સોલર પાવર્ડ એર કન્ડીશનર છે. જેને ગરમીથી રાહત આપવા માટે ડિઝાઈન કરવું આવ્યું છે. તેની શરૂઆતની કિંમત 13500 રૂપિયા છે.


સોલર એનર્જીથી થાય છે ચાર્જ

તેને ચલાવવા માટે ઈલેકટ્રીસિટીની જરૂરિયાત નથી. તે સોલર એનર્જીથી ચાર્જ થાય છે. એક વાર ચાર્જ થયા બાદ તેની બેટરી 8 કલાક સુધી ચાલી શકે છે. તે 150 સ્કેવર ફીટના એરિયાને ઠંડુ કરી શકે છે. તેની ખાસ વાત એ છે કે તેમાં એલઈડી લાઈટ આપવામાં આવી છે. તેમાં એસીની સાથે સોલર પેનલ, પાવર બેન્ક, એકઝોસ્ટ હોસ, એસી અને ડીસી એડપ્ટર આવે છે. તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. તે જૂનથી મળવાનું શરૂ થશે.

આ રીતે કરી શકો છો યુઝ

ઘરની અંદર તેને યુઝ કરવા માટે કૂલાલોને પાવર એડપ્ટરથી પ્લગ ઈન કરવાનું હોય છે અને આઉટડોર યુઝ માટે તેની સાથે આપવામાં આવેલા પાવર સ્ટેશન સાથે એટેચ કરવાનું હોય છે. ઘણી વાર સૂરજ ન હોવા પર પણ તે પાવર સ્ટેશન દ્વારા કામ કરે છે.

માત્ર 3 કિલો છે વજન

તેમાં વર્લ્ડનું મોસ્ટ પાવરફુલ માઈક્રો એર કોમ્પ્રેસર આપવામાં આવ્યું છે. તેનું વેટ 3 કિલો છે. તેને વ્હીલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. આવા બીજા એરકન્ડીશનર પણ ડિઝાઈન કરવામાં આવ્યા છે. જોકે તેમાં શોર્ટ બેટરી લાઈફ હોવાને કારણે તે એક્સેસેબલ નથી. તેને એક વાર ચાર્જ કર્યા બાદ તમને બેટરી લો થવાના પ્રોબ્લેમમાંથી છુટકારો મળી જશે. Coolala 3500 BTU એર કન્ડીશનર છે, તેમાં 100 વોટની એનર્જી આપવામાં આવી છે.

6 વેરિઅન્ટમાં છે ઉપલબ્ધ

તેનું બેસિક મોડલ માત્ર 13503 રૂપિયામાં ઉપલબ્ધ છે. જયારે સૌથી મોંઘું મોડલ 30,874 રૂપિયામાં આવે છે. તેની સાથે એકઝોસ્ટ હોસ અને એસી/ડીસી એડપ્ટર આવી જશે. તેની સાથે 8 કલાક સુધી ચાલનાર પાવર બેન્ક, 100wની સોલર પેનલ, એકઝોસ્ટ હોસ અને એસી ડીસી એડપ્ટર આવે છે. તેના અન્ય 6 મોડલો પણ ઉપલબ્ધ છે. જેની પ્રાઈસ અલગ-અલગ છે.

X
Do you know about world's first portable AC
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી