Z+, Z, X અને Y સુરક્ષા શું હોય છે અને કેવી રીતે મળે ?

ભારતમાં પોલિસ અને સ્થાનિક સરકાર દ્વારા પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સુરક્ષા આપવામાં આવે છે

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 05:35 PM
Do you know about various security types ?

યુટિલિટી ડેસ્કઃ તમે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓને વિવિધ ગાર્ડસથી ઘેરાયેલા જોયા હશે. મુખ્યત્વે ભારતમાં સુરક્ષા વ્યવસ્થાને ચાર કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવી છે. ઝેડ પ્લસ (Z+) (ઉચ્ચતમ સ્તર), ઝેડ (Z), વાઈ (Y) અને એક્સ(X). ખતરાના આધાર પર વીઆઈપી સુરક્ષા મેળવનારાઓમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મુખ્યપ્રધાન, કેન્દ્રીય મંત્રી, સાંસદ, વિધાયક, જજ, પૂર્વ જજ, બિઝનેસમેન, ક્રિકેટર, ફિલ્મી કલાકાર, સાધુ-સંત કે આમ નાગરિક કોઈ પણ હોઈ શકે છે. તો ચાલો જાણીએ સુરક્ષાની વિવિધ કેટેગરીઓમાં કેટલા હોય છે જવાનો...

ઝેડ પ્લસ કેટેગરીઃ તે 55 જવાનોનો એક કાફલો હોય છે, જેમાં 10થી વધુ કમાન્ડો અને પોલીસ અધિકારી સામેલ છે.

ઝેડ કેટેગરીઃ 22 જવાનોનો એક કાફલો હોય છે, જેમાં 4 કે 5 એનએસજી કમાન્ડો અને પોલીસ અધિકારીઓ સામેલ હોય છે.

વાય કેટેગરીઃ 11 જવાનોનો એક કાફલો હોય છે, જેમાં 1થી 2 કમાન્ડો અને પોલીસ અધિકારી સામેલ હોય છે.

એકસ કેટેગરીઃ આ 5 કે 2 જવાનોનું એક સુરક્ષા કવચ છે, જેમાં માત્ર સશસ્ત્ર પોલીસ અધિકારી સામેલ હોય છે.

મુકેશ અંબાણીને છે આ સિક્યોરીટી કવર

હાલ મુકેશ અંબાણીને Z કેટેગરીનું સિક્યોરીટી કવર અપાઈ રહ્યું છે. જયારે તેમની પત્ની નીતા અંબાણીને Y કેટેગરી સુરક્ષાનું કવર આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં મુકેશ અંબાણીને એક ધમકી ભર્યો પત્ર મળ્યો હતો. બાદમાં ઈન્ડિયન મૂજાહિદીન નામના આંતકવાદી સંગઠનની ધમકીના પગલે તેમને વર્ષ 2013માં સરકારે Z કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો અને આ માટે મુકેશ અંબાણીને મહિને 15 લાખ રૂપિયાનો ખર્ચ આવતો હતો.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, વિવિધ કેટેગરીના જવાનોમાં શું હોય છે ખાસિયત...

Do you know about various security types ?

વિવિધ કેટેગરીના જવાનોમાં શું હોય છે ખાસિયત

 

 

ઝેડ પ્લસ કેટેગરી (Z+)

 

આ ઉચ્ચતમ કેટેગરીની સુરક્ષા છે અને તેમાં 55 જવાન સુરક્ષા આપે છે. શું તમે જાણો છો કે જવાન માર્શલ આર્ટમાં ટ્રેનિંગ પામેલા હોય છે અને કોઈ પણ પ્રકારના હથિયાર વગર દુશ્મનો સાથે લડવામાં સક્ષમ હોય છે. તે અત્યંતઆધુનિક એમપી-5 બંદૂકો અને સંચારના સાધનો સાથે પણ લેન્સ હોય છે. જૈમર, રોડ ઓપનિંગ વાહન વગેરે પણ ઝેડ પ્લસ કેટેગરીના કાફલામાં આપવામાં આવે છે.

 

ઝેડ કેટેગરી (z)

 

જે લોકોને થોડો ઓછો ખતરો હોય છે તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવે છે. તેમાં 22 જવાનો સિક્યોરીટી આપે છે. હાલ લગભગ 38 લોકોને આ સુવિધા અપાઈ રહી છે. જેમાં યોગ ગુરું રામદેવ, ઘણાં એકટર જેવા કે આમિર ખાન વગેરે સામેલ છે. તેમાં સીઆઈએસએફ, આઈટીબીપી, બીએસએફ કે દિલ્હી પોલિસના જવાન ડિપ્લોય હોય છે.

 

વાય(Y) કેટેગરી

 

આ ત્રીજા સ્તરની સુરક્ષા સુવિધા છે. જેમાં 11 જવાન સુરક્ષા આપે છે. તેમાં પોલિસ અને અર્ધસૌનિક બળોના જવાન હોય છે. આવી સુરક્ષા પ્રાપ્ત હોય તેવા લોકોની સંખ્યા ઘણી છે.

 

એક્સ(X) કેટેગરી

 

આ ચોથા સ્તરની સુરક્ષા સુવિધા છે, જેમાં બે કે 5 જવાન હોય છે અને સામાન્ય રીતે રાજય પોલિસ ફોર્સમાંથી જ લેવામાં આવે છે. તે પીઓએસના નામથી ઓળખાય છે. આવી સુરક્ષા પ્રાપ્ત લોકોની સંખ્યા હજારોમાં છે.

Do you know about various security types ?

વીઆઈપીને કેવા પ્રકારની સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવે છે ?

 

- જયારે વીઆઈપી પર કોઈ ખત્રો હોય છે તો સુરક્ષા ઉપલબ્ધ કરાવવી તે સરકારની જવાબદારી હોય છે.
- સુરક્ષા પ્રાપ્ત કરવા માટે સુરક્ષાની માંગ કરનારે સંભવિત ખતરો જણાવીને સરકાર સમક્ષ આવેદન કરવાનું હોય છે.
-  આ અરજી તેણે તેના રહેઠાંણની નજીક જ કરવાની હોય છે. 
- બાદમાં જે તે વ્યક્તિને કેટલો ખતરો છે તે અંગેની તપાસ કરવાની જવાબદારી રાજય સરકાર જાસૂસી એજન્સીને સોપે છે અને તે અંગેનો રિપોર્ટ માંગે છે.
- જયારે ખતરો હોવાની બાબત સાબિત થઈ જાય છે તો ગૃહ સચિવ, ડાયરેકટર અને ચીફ સેક્રેટરીની એક સમિતિ એ નક્કી કરે છે કે તે વ્યક્તિને કયાં પ્રકારની સુરક્ષા આપવામાં આવે.
- બાદમાં તે ઓફિશિયલ મંજૂરી માટે આ વ્યક્તિની માહિતી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આપવામાં આવે છે. 
- ગૃહ સચિવની અધ્યક્ષતા વાળી ઉચ્ચસ્તરીય સમિતિનો જાસૂસી રિપોર્ટ નક્કી કરે છે કે કઈ વ્યક્તિને કેટલો ખતરો છે અને તેને કઈ શ્રેણીની સુરક્ષા આપવામાં આવે.

 

સુરક્ષા કઈ રીતે આપવામાં આવે છે ?

 

જો કોઈ વ્યક્તિને ઝેડ પ્લસ કેટેગરીની સુવિધા આપવામાં આવી છે તો સમગ્ર દેશમાં આ સુવિધા મળશે. તેના માટે આ મિકેનિઝમ હોય છે. જેમ કે ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષામાં એનએસજી કે સીઆઈએસએફના જવાન ડિપ્લોઈ કરો છો, પરતું જયારે આ વ્યક્તિ રાજયની બહાર જાય છે તો કેટલાક જવાન તેની સાથે રહે છે. બાકીની સુરક્ષા કરવાની જવાબદારી એ રાજયોની હોય છે, જયાં તે વ્યક્તિ રહે છે. તેના માટે વીઆઈપીએ તેના પ્રવાસ અંગેની જાણકારી રાજયને આપવાની હોય છે. 

X
Do you know about various security types ?
Do you know about various security types ?
Do you know about various security types ?
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App