સરકારની આ યોજનામાં મહિને 210 રૂપિયા જમા કરાવીને વર્ષે મેળવો 60000

સરકારની આ ખાસ યોજનામાં જમા કરાવો પૈસા અને મેળવો યોગ્ય વળતર

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 11:09 AM
Do you know about this special government scheme

નવી દિલ્હીઃ શું તમે રિટાયરમેન્ટ બાદ આનંદદાયક જીવન પસાર કરવા માટે પૈસા બચાવવાની યોજના બનાવી રહ્યાં છો. તો મોદી સરકાર તમારા માટે એક યોજના લઈને આવી છે. તેમાં તમે 210 રૂપિયા મહીને બચાવીને આમ કરી શકો છો. 210 રૂપિયા મહીના વાળા પ્લાનમાં તમારે કુલ 42 વર્ષ સુધી રોકાણ કરવાનું રહેશે.

જોકે આ યોજનામાં રોકણની રકમ તમારી ઉંમર પર નિર્ભર કરશે. જેટલી ઓછી તમારી ઉંમર હશે એટલું ઓછું રોકાણ તમારે કરવાનું રહેશે અને જેટલી વધુ ઉંમર તમારી હશે તેટલું વધુ રોકાણ તમારે કરવાનું રહેશે. અટલ પેન્શન યોજના (એપીવાઈ) મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવનારી એવી યોજના છે, જે મુખ્યરૂપથી અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ પર કેન્દ્રિત છે. એક વ્યક્તિ આ પેન્શન પ્લાનમાં 18થી લઈને 40 વર્ષની ઉંમરની વચ્ચે રોકાણ શરૂ કરવાનું શરૂ કરી શકો છો. તેમાં વ્યક્તિનું યોગદાન અને તેની ઉંમરના આધાર પર 1000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પેન્શન મળશે.

અટલ પેન્શન યોજના ભારતના તમામ નાગરિકો માટે છે. આ યોજનામાં પ્રતિ માસ 210 રૂપિયા રોકાણ કરનાર વ્યક્તિને વર્ષમાં 60,000 રૂપિયા મળશે. આ યોજના માટે બેન્ક કે પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ ખોલવવાની જરૂરિયાત સર્જાશે.

આગળની સ્લાઈડમાં વાંચો, અટલ પેન્શન યોજનામાં ફીક્સ માસિક પેન્શન મેળવવા માટે કેટલું રોકાણ કરવું પડે..

Do you know about this special government scheme

પીએફઆરડીએના જણાવ્યા પ્રમાણે, અટલ પેન્શન યોજના અંસગઠિત ક્ષેત્રના તમામ નાગરિકો પર કેન્દ્રિત છે. આ યોજના મે 2015માં લોન્ચ કરવામાં આવી હતી. આ અંગેની વ્યવસ્થા પીએફઆરડીએ દ્વારા કરવામાં આવી રહી છે, જે વીમા ક્ષેત્રની નિયામકીય સંસ્થા છે. આ યોજનાને સમગ્ર દેશમાં બેન્ક દ્વારા લાગૂ કરવામાં આવી રહી છે. અટલ પેન્શન યોજના નિમ્ન આય વર્ગ વાળા લોકો માટે સારો વિકલ્પ છે. આ યોજના એ લોકો માટે પણ સારો વિકલ્પ છે જેમની પાસ કોઈ ફિકસ રોજગાર નથી.

 

અટલ પેન્શન યોજનામાં 5000 રૂપિયાનું ફીક્સ માસિક પેન્શન મેળવવા માટે રોકાણ

 

શરૂઆતની ઉંમર (વર્ષ) માસિક યોગદાન (રૂપિયા) કુલ યોગદાન (વર્ષ) કુલ રોકાણ (રૂપિયા)
18 210 42 1,05,840
25 376 35 1,57,920
30 577 30 2,07,720
35 902 25 2,70,600
40 1454 20 3,48,960
 

 

જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરમાં દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવાનું શરૂ કરી દે છે, તો તે 42 વર્ષમાં કુલ 1,05,840 રૂપિયા જમા કરશે. આ રીતે જો કોઈ 40 વર્ષની ઉંમરમાં રોકાણ કરવાનું શરૂ કરે છે તો તે અગામી 20 વર્ષ સુધી પ્રતિ માસ 1454 રૂપિયા જમા કરશે અને આ રીતે કુલ 3,48,960 રૂપિયા જમા કરશે. તેનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ ઓછી ઉંમરમાં જ રોકાણ કરવાની શરૂઆત કરે છે તો તે 2,43,120 રૂપિયા બચાવી શકે છે. 

 

અટલ પેન્શન યોજના માટે આ રીતે કરો ઓનલાઈન અરજી

 

અટલ પેન્શન યોજના માટે ફોર્મ તમામ બેન્કોની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ ફોર્મને ડાઉનલોડ કર્યા બાદ તેમાં જરૂરી જાણકારી ભરીને તેને બેન્કમાં જમા કરાવવાની રહેશે. આ ફોર્મની સાથે અન્ય જરૂરી દસ્તાવેજ જમા કરાવવાના રહેશે. બાદમાં અરજકર્તા સરળતાથી અટલ પેન્શન યોજના એકાઉન્ટ ખોલી શકે છે.

X
Do you know about this special government scheme
Do you know about this special government scheme
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App