લકઝરી હોટલ જેવા છે રેલવેના આ કોચ, તમે પણ કરાવી શકો છો બુક

આ કોચમાં તમામ પ્રકારની સુવિધા હોય છે

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 04:05 PM
Do you  know about this special coach

યુટિલિટી ડેસ્કઃ અત્યાર સુધી રેલવેના જે ખાસ કોચમાં માત્ર રાષ્ટ્રપતિ, રેલવે મંત્રી, રાજયમંત્રી મુસાફરી કરતા હતા, તેમાં હવે આમ લોકો પણ મુસાફરી કરી શકે છે. રેલવેએ તેની પોલિસીમાં ફેરફાર કરી દીધો છે. પ્રથમ 6 કસ્ટમર આ કોચથી દિલ્હીથી જમ્મુની યાત્રા માટે નીકળ્યા છે.

શું છે ખાસિયત

- કોચમાં ડ્રાઈંગ, ડાઈનિંગ, કિચન અને બે બેડરૂમ હોય છે.
- દરેક બેડરૂમમાં એટેચડ ટોયલેટ હોય છે.
- વોલેટ સર્વિસ પણ તેમાં યાત્રીને મળે છે.
- હાલ એવા 366 કોચ છે. તેમાંથી 62 એસી છે.

અંગ્રેજોના જમાનામાં બનાવવામાં આવ્યા હતા

રેલવેમાં આ કોચ આજથી નહિ પરતું વર્ષોથી ચાલી રહ્યાં છે. તેને અંગ્રેજોના જમાનામાં તૈયાર કરવામાં આવ્યું હતું. તે કોઈ હાલતી ચાલતી લકઝરી હોટલ જેવા હોય છે. અંગ્રેજોના જમાનામાં દૂરના વિસ્તારમાં જવા માટે રોડ સારા ન હતા. ત્યારે અફસર ટ્રેનથી મુસાફરી કરતા હતા. તે સમયે એક ખાસ સૌલુન તૈયાર કરવામાં આવ્યું હતું.

10 કોચને આમ લોકો માટે ખોલવામાં આવ્યા, જોવો આગળની સ્લાઈડમાં...

Do you  know about this special coach

10 સૈલૂનને આમ લોકો માટે ખોલવામાં આવ્યું

 

- રેલવેએ અત્યાર સુધીમાં 10 સૈલૂનને આમ જનતા માટે ઓપન કરી દીધા છે. સૈલૂનનું બુકિંગની વ્યવસ્થા ઓનલાઈન કરવામાં આવી છે. 
- પ્રથમ સૈલૂન પ્રાઈવેટ ગ્રાહકોએ દિલ્હીથ જમ્મુ માટે બુક કરાવ્યું છે. આઈઆરસીટીસીએ તેના માટે 2 લાખ રૂપિયાનો ચાર્જ લીધો છે.

X
Do you  know about this special coach
Do you  know about this special coach
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App