અખાત્રીજે સોનું ખરીદવાનું વિચારો છો, તો આ સમાચાર જરૂર વાંચજો

3 દિવસમાં બદલાઈ શકે છે સોનાના ભાવ, આ છે ગણિત

Divyabhaskar.com | Updated - Apr 16, 2018, 12:41 PM
Do you know about this gold news

અખાત્રીજો સોનું ખરીદવાનું વિચારો છો, તો આ સમાચાર જરૂર વાંચજો.

નવી દિલ્હીઃ જો તમારું આ વર્ષે 18 એપ્રિલે અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનું પ્લાનિંગ છે તો આ સમાચાર તમારા કામના હોઈ શકે છે. તેને વાંચીને તમે અંદાજ લઈ શકો છો કે રોકાણના હેતુંથી આ દિવસે સોનું ખરીદવું તમારા માટે ફાયદાનો સોદો હશે કે તે પહેલા ખરીદી લેવું કે રાહ જોવી. મોટા ભાગે લોકો અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાની બાબતને શુભ માને છે અને લગ્નની સિઝન વગેરે માટે ખરીદી આ દિવસે કરે છે. આ સિવાય ઘણાં લોકો રોકાણ માટે પણ સોનું ખરીદે છે.

સોના, ચાંદી માર્કેટના જાણકારોનું કહેવું છે કે, આ વર્ષે અક્ષય તૃતીયા પર જો સોનું ખરીદવું છે તો ખરીદનારે વધુ કિંમત ચૂકવવી પડશે. તેમનું કહેવું છે કે આ વર્ષે અક્ષીય તૃતીયા પર સોનું હાલના ભાવથી 800 રૂપિયા કે 900 રૂપિયા મોંઘું થઈ શકે છે. જો તમે તેની અક્ષય તૃતીયા સુધી રાહ જોઈ તો પ્રતિ 10 ગ્રામ 900 રૂપિયા સુધી વધુ કિંમત આપવી પડી શકે છે.

કઈ રીતે વધી શકે છે સોનાનો ભાવ

અક્ષય તૃતીયાથી પહેલા સરાફા બજારમાં માંગ અચાનક વધી ગઈ છે. જયારે તેમાં તેજીના બીજા પણ કેટલાક કારણો છે. માંગ વધવાથી ગત સપ્તાહનો પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ માત્ર 5 દિવસમાં 625 રૂપિયા વધીને 32100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. અગાઉના સુપ્તાહમાં સોનું 31475 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર હતું.

આગળ વાંચો, સોનામાં શા માટે આવી ગઈ આટલી તેજી...

Do you know about this gold news

આગળ પણ સોનામાં રહેશે તેજી

 

એન્જલ બ્રોકિંગના ડિપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાહનું કહેવું છે કે તાજેતરમાં જ અમેરિકાએ સિરિયા પર હુમલો કર્યો છે. જેના વિરાધમાં રશિયા છે. જયારે પણ આમ બને છે ત્યારે લોકો રોકાણ માટે સોનાને પ્રાથમિકતા આપે છે. આ કારણે અગામી દિવસોમાં સોનામાં તેજીનું અનુમાન છે.

 

3 દિવસમાં 900 રૂપિયા વધી શકે છે

 

આ વર્ષે અક્ષય તૃતીય પહેલા ગોલ્ડ માર્કેટમાં તેજી દેખાવવાની શરૂ થઈ ગઈ છે. દિલ્હીમાં ગત વર્ષે કારોબારી દિવસોમાં સોનું 625 રૂપિયા મોંઘું થઈને 31100 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે. ડિમાન્ડ વધવાને કારણે અગામા દિવસોમાં સોનાનો ભાવ વધી શકે છે.

 

આગળ પણ સોનાની કિંમતોને સપોર્ટ

 

એક્સપર્ટનું કહેવું છે કે ઘણાં લોકોએ વેડિંગ સિઝનને જોતા ખરીદી શરૂ કરી છે. ઘણાં લોકો આ માટે અક્ષય તૃતીયાની રાહ જોઈ રહ્યાં છે. એવામાં તેમને આ માટે વધુ કિંમત આપવી પડી શકે છે. જયાં સુધી આગળની વાત છે, સોના માટે માર્કેટનું સેન્ટીમેન્ટ પોઝિટિવ છે. આ કારણે સોનાના ભાવ અગામી થોડા દિવસો સુધી ઉંચા રહી શકે છે.

 

આગળ વાંચો, અક્ષય તૃતીયામાં કેટલું વધી શકે છે વેચાણ

Do you know about this gold news

15થી 20 ટકા વધી શકે છે વેચાણ

 

ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જવેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચેરમેન નિતીન ખંડેલવાલનું કહેવું છે કે અક્ષય તૃતીયા પર સોનાનું વેચાણ 15થી 20 ટકા વધવાનું અનુમાન છે.

 

ઈન્ડિયા બુલિયન એન્ડ જવેલરી એસોલિએશનના વાઈસ પ્રેસિડેન્ટ સૌરભ ગાડગિલનું કહેવું છે કે અક્ષય તૃતીયા પહેલા સોનામાં સારું એવું બુકિંગ દેખાઈ રહ્યું છે. અક્ષય તૃતીયા પર આ વર્ષે સોનાનું વેચાણ 10 ટકા સુધી વધુ રહી શકે છે.

X
Do you know about this gold news
Do you know about this gold news
Do you know about this gold news
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App