આ એક કૂલર રૂમ નહિ સંપૂર્ણ ઘરને કરી દે છે ઠંડું, કિંમત પણ છે આટલી ઓછી

માર્કેટમાં એક સાર કૂલરની કિંમત 8થી 10 હજાર રૂપિયા હોય છે

Divyabhaskar.com | Updated - Apr 14, 2018, 09:17 AM
Do you know about this evaporative cooler

યુટિલિટી ડેસ્કઃ માર્કેટમાં એક સાર કૂલરની કિંમત 8થી 10 હજાર રૂપિયા હોય છે. જયારે એક એર કન્ડીશનની કિંમત 30 હજારથી શરૂ થાય છે. જોકે આ બંને માત્ર એક રૂમને ઠંડો કરે છે. જોકે એક કૂલર એવું પણ હોય છે જે સમગ્ર ઘરને ઠંડું કરી દે છે. તેને Evaporative કૂલર કહેવામાં આવે છે.

AC જેટલી છે કિંમત

આ કૂલરની કિંમત 1 કે 1.5 ટનના એર કન્ડીશન જેટલી હોય છે. Evaporative કૂલરની ઓનલાઈન પ્રાઈસ 39 હજાર રૂપિયાથી શરૂ થઈ જાય છે. આ કૂલર સમગ્ર ઘરને ઠંડુ કરે છે. એટલે કે 39 હજાર રૂપિયાનું આ એક કૂલર અલગ-અલગ રૂમમાં લાગનારા એસી કે કૂલરના પૈસા બચાવી દે છે. આ કારણે તેને ખૂબ જ સસ્તું પણ કહેવામાં આવે છે. તે ખૂબ જ ઓછા પાવરનો વપરાશ કરે છે. બહારના દેશોમાં આ પ્રકારના કૂલરનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે.

આ રીતે કરે છે કામ

આ પ્રકારના કૂલરને સાઈડ ડિસ્ચાર્જ, ડાઉન ડિસ્ચાર્જ અને વિન્ડો સ્ટાઈલ મોડલમાં ખરીદી શકાય છે. આ કૂલરને ઘરની બહારની વિન્ડો કે છત પર ફિટ કરી શકાય છે. બાદમાં તેની હવાને વિવિ રૂમોમાં પહોંચાડવા માટે પાઈપનું ફિટિગ કરવામાં આવે છે. આ કૂલરની અન્ય એક ખાસિયત એ પણ છે કે તે ખરાબ હવાને બહાર કાઢીને ફ્રેશ હવા પણ આપે છે.

આગળની સ્લાઈડ પર જોવા માટે, આ કૂલરની ફિટિંગની પ્રોસેસ...

Do you know about this evaporative cooler
Do you know about this evaporative cooler
X
Do you know about this evaporative cooler
Do you know about this evaporative cooler
Do you know about this evaporative cooler
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App