ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Do you know about these stocks which give good return

  1 વર્ષમાં 1 લાખ રૂપિયા બની ગયા 13 લાખ, આ છે FY18ના મલ્ટીબેગર્સ શેર

  Divyabhaskar.com | Last Modified - May 07, 2018, 11:39 PM IST

  ફાઈનાન્શિયલ વર્ષ 2017-18માં ભલે સેન્સેકસ અને નિફટીમાં અપેક્ષા પ્રમાણે રિટર્ન ન મળ્યું હોય
  • 1 વર્ષમાં 1 લાખ રૂપિયા બની ગયા 13 લાખ, આ છે FY18ના મલ્ટીબેગર્સ શેર
   1 વર્ષમાં 1 લાખ રૂપિયા બની ગયા 13 લાખ, આ છે FY18ના મલ્ટીબેગર્સ શેર

   નવી દિલ્હીઃ ફાઈનાન્શિયલ વર્ષ 2017-18માં ભલે સેન્સેકસ અને નિફટીમાં અપેક્ષા પ્રમાણે રિટર્ન ન મળ્યું હોય. આમ છતાં કેટલીક કંપનીઓના સ્ટોકસે રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. આ કંપનીઓમાં પૈસા લગાવનાર રોકાણકારની વેલ્થ 12 મહીનામાં બે ગણી વધી ગઈ છે. રસપ્રદ વાત એ છે કે સૌથી અધિક રિટર્ન આપનાર સ્ટોકસ સ્મોલકેપ સેગમેન્ટમાં છે.

   રોકાણકારો કમાયા 20.70 લાખ કરોડ રૂપિયા

   ફાઈનાન્શિયલ વર્ષ 2018માં બીએસઈ પર લિસ્ટેડ કુલ કંપનીઓની માર્કેટ કેપ 20.70 લાખ કરોડ રૂપિયા વધી છે. એટલે કે ફાઈનાન્શિયલ વર્ષમાં રોકાણકારોએ માર્કેટમાંથી 20.70 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. 31 માર્ચ 2017એ બીએસઈ માર્કેટ કેપ 1,21,54,525.46 કરોડ રૂપિયા હતી, જે 28 માર્ચ 2018ના આખરી કારોબારી દિવસે 20,70,471.54 કરોડ રૂપિયા વધીને 1,42,24,997 કરોડ રૂપિયા થઈ ગઈ.

   બે મહીનામાં બગડયો ખેલ

   આ વર્ષે 29 જાન્યુઆરીએ સેન્સેકસ અને નિફટી લાઈફટાઈમ હાઈ લેવલે પહોંચ્યો હતો. બાદમાં બેન્ચમાર્ક ઈન્ડેકસમાં 10 ટકાનું કરેકશન થઈ ચુકયું છે. જોકે સેન્સેકસ ફેબ્રુઆરી અને માર્ચમાં ખૂબ જ તૂટયો હતો.

   HEG Ltd

   ગ્રેફાઈટ ઈલેકટ્રોડસ બનાવનાર દેશની અગ્રણી કંપની HEG Ltdના સ્ટોકે રોકાણકારોને માલામાલ કર્યા છે. આ વર્ષે કંપનીએ સ્ટોકને 1333 ટકાનું રિટર્ન આપ્યું છે. એચઈજીની પાસે ગ્રેફાઈટ ઈલેકટ્રોડસ બનાવવાનો વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ છે. એટલે કે તેમાં લગાવવામાં આવેલા 1 લાખ રૂપિયા માત્ર 12 મહીનામાં વધીને 13 લાખ રૂપિયા થઈ ગયા.

   ભંસાલી એન્જિનિયરિંગ પોલિમર્સ

   સ્પેશિયલિટી કેમિકલ મેન્યુફેકચર કરનારી કંપની ભંસાલી એન્જિનિયરિંગ પોલિમર્સે રોકાણકારોને ખુશ કર્યા છે. ફાઈનાન્શિયલ વર્ષ 2018માં સ્ટોકમાં 448 ટકાનો ગ્રોથ રહ્યો છે. એટલ કે રોકાણકારોને 4 ટકા રિટર્ન આપ્યું છે. તેમાં લગાડવામાં આવેલા 1 લાખ રૂપિયા એક વર્ષમાં વધીને લગભગ 4.50 લાખ રૂપિયા થઈ ગયા.

   ઈન્ડિયાબુલ્સ વેન્ચર્સ

   ઈન્ડિયાબુલ્સ વેન્ચર્સ સિકયુરિટીઝ, કમોડિટિઝ અને કરન્સી બ્રોકિંગ સર્વિસ આપનારી અગ્રણી કંપની છે. FY18માં સ્ટોકસમાં 338 ટકાનો ઉછાળો નોંધાયો છે. એટલે કે સ્ટોકમાં લગાડવામાં આવેલા 1 લાખ રૂપિયા એક વર્ષમાં વધીને 3.38 લાખ રૂપિયા થઈ ગયા.

   (નોંધઃ અહીં માત્ર સ્ટોકનું પરફોર્મન્સ આપવામાં આવ્યું છે. રોકાણકારોને સલાહ છે કે તે રોકાણનો કોઈ પણ નિર્ણય લેતા પહેલા રજિસ્ટર્ડ એકસપર્ટની જરૂર સલાહ લે.)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Do you know about these stocks which give good return
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top