પિતાએ બનાવેલા ઘરમાં ભાગ લેવા માટે પુત્રને નથી કોઈ કાયદાકીય અધિકાર

પ્રોપર્ટીના કાયદાને લઈને હાલ પણ લોકોને ખૂબ જ મૂઝવણ છે

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 07:26 PM
Do you know about legal right in parents house

યુટિલિટી ડેસ્કઃ પ્રોપર્ટીના કાયદાને લઈને હાલ પણ લોકોને ખૂબ જ મૂંઝવણ છે. સમય-સમય પર કોર્ટ એવા નિર્ણય કરે છે, જેને જાણીને તમે પોતાનું કન્ફયુઝન કલીયર કરી શકો છો. આજે અમે એક એવા નિર્ણય વિશે જણાવી રહ્યાં છે, જે દિલ્હી હાઈકોર્ટે પિતાની સંપતિને લઈને સંભળાવ્યો હતો. એવી કોઈ સંપતિ જે પિતાએ પોતે બનાવી છે, તેની પર પુત્ર કે પુત્રીનો કાયદાકીય અધિકાર હોતો નથી. હાઈકોર્ટ એડવોકેટ સંજય મેહરાનું કહેવું કે એવામાં બાળક માત્ર પિતાની દયા પર જ રહી શકે છે. પિતાની ઈચ્છા વગર કોઈ પણ સંપતિ પર દાવો કરી શકાતો નથી.

તો કઈ સંપતિ પર હોય છે હક

પૂર્વજો એટલે કે વ્યક્તિના પોતાના દાદા-પરદાદાની સંપત્તિ પર હક કરી શકે છે. આ સંપત્તિ પુત્ર કે પુત્રી બન્ને હક કરી શકે છે. પરતું જો પિતાએ કોઈ સંપતિ બનાવી છે, તો તેને બાળકોને આપવાની છે કે નહિ, તે નિર્ણય માત્ર પિતા જ લઈ શકે છે. જો પિતા પોતાની સંપતિને કોઈના નામે કરતા નથી અને તેમનું મૃત્યું થઈ જાય છે તો એવામાં લીગલ ઉતરાધિકારીઓની વચ્ચે સંપતિની વહેંચણી કરવામાં આવે છે. એવામાં છોકરો હોય કે છોકરી બંનેનો સંપતિમાં હિસ્સો સમાન હોય છે. પિતા દ્વારા બનાવવામાં આવેલી સંપત્તિમાં પુત્ર કાયદાકિય રીતે હક માગી શકે નહીં.

કોના નામે કરી શકાય છે સંપતિ, જોવો આગળની સ્લાઈડમાં...

Do you know about legal right in parents house

કોઈના પણ નામે કરી શકાય છે સંપતિ

 

એવામાં કોઈ પણ પિતા પોતાની સંપતિને કોઈના પણ નામે કરી શકે છે. હિંદુ ઉતરાધિકારી અધિનિયમ અંતર્ગત પિતા સંપતિની જે રીતે વહેચણી કરીને જાય છે, તે રીતે સંપતિ ઉતરાધિકારીઓની વચ્ચે વહેચવામાં આવે છે. આ અંતર્ગત એક મામલામાં દિલ્હી હાઈકોર્ટે પેરેન્ટસના પક્ષમાં જઈને નિર્ણય સંભળાવ્યો છે. પુત્રએ પિતાની સંપતિ પર હકની વાત કરી હતી. જોકે હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી અને પિતાના પક્ષમાં નિર્ણય આપ્યો હતો.

X
Do you know about legal right in parents house
Do you know about legal right in parents house
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App