ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» SBIમાં છે એકાઉન્ટ તો કોઇને ના કહેતા તમારી માતાની સરનેમ|Do this work to prevent cyber crime

  SBIમાં છે એકાઉન્ટ તો કોઇને ન કહેતા તમારી માતાની સરનેમ

  divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 11:57 AM IST

  ઇન્ટરનેટ બેકિંગ યૂઝ કરો છો તો તેની આઇડી અને પાસવર્ડ ગોપનીય રાખવો જોઇએ.
  • SBIમાં છે એકાઉન્ટ તો કોઇને ન કહેતા તમારી માતાની સરનેમ
   SBIમાં છે એકાઉન્ટ તો કોઇને ન કહેતા તમારી માતાની સરનેમ

   યુટિલિટી ડેસ્ક: SBIએ પોતાના લગભગ 17 કરોડ ડેબિટ કાર્ડ હોલ્ડર્સને ચેતવણી જાહેર કરી છે. એસબીઆઇએ પોતાના ડેબિટ કાર્ડ હોલ્ડરને જણાવ્યું છે કે તે પોતાની માતાની સરનેમ કોઇની સાથે શેર ના કરવી.

   જેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે ડેબિટ કાર્ડના પાસવર્ડ બદલવામાં આવે ત્યારે સિક્યોરિટીમાં તમારી માતાની સરનેમ અથવા તમારા પેટનેમ ( પ્રેમથી બોલાવવામાં આવતું નામ) આપવાનું રહે છે. એટલા માટે બને ત્યા સુધી આ બે નામ કોઇને શેર ના કરવા જોઇએ. શેર કરવું પાછળથી તમારા માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે અને હેકર્સ તમારા બેન્ક એકાઉન્ટને પણ હેક કરી શકે છે.

   ઇન્ટરનેટ બેકિંગમાં રાખો હાર્ડ પાસવર્ડ

   SBIના મેનેજિંગ ડિરેક્ટર,રિસ્ક આઇટી એન્ડ સબ્સિડિયરીઝના દિનેશ ખારા અનુસાર, જો તમે ઇન્ટરનેટ બેકિંગ યૂઝ કરો છો તો તેની આઇડી અને પાસવર્ડ ગોપનીય રાખવો જોઇએ. હંમેશા હાર્ડ પાસવર્ડ મેન્ટેન કરવો. મોટાભાગે લોકો પાસવર્ડ ભૂલી જવાના ડરથી સરળ પાસવર્ડ રાખે છે, જો કે તેનાથી હેકર દ્વારા તમારુ એકાઉન્ટ હેક થવાનો ડર બધી જાય છે. કારણકે ઇઝી પાસવર્ડને સાઇબર ક્રાઇમ સરળતાથી હેક કરી લે છે. સાથે જ તે પણ જરૂરી છે કે સમય સમયે તમે તમારો પાસવર્ડ બદલતા રહો.

   આઇટીનો સેફ યૂઝ જરૂરી

   કોપ્યુટર અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો યૂઝ કરતી વખતે આઇટીનો સેફ રીતે યૂઝ કરવો તે આપણી લાઇફનો સૌથી મહત્વનો ભાગ બની જવો જોઇએ. જેનાથી આપણે હંમેશા સાઇબર ક્રાઇમથી સુરક્ષિત રહી શકીએ.

   બેન્કોએ ફ્રોડમાં ગુમાવ્યા 17000 કરોડ રૂપિયા

   વર્ષ 2016-17માં બેન્કોએ ફ્રોડના મામલામાં લગભગ 17,000 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. કેન્દ્રીય નાણા મંત્રી શિવપ્રતાપ શુક્લાએ થોડા સમય પહેલા જ લોકસભામાં તેની જાણકારી આપવી હતી. નાણા મંત્રાલયે રિજર્વ બેન્કને ક્રોડ મોનિટરિંગ કમેટીના રિપોર્ટના આધાર પર આ જાણકારી આપી હતી.

   આ પણ વાંચો, SBI FD કે પછી પોસ્ટ ઓફિસ FD: જાણો કોણ આપે છે વધારે રિટર્ન

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: SBIમાં છે એકાઉન્ટ તો કોઇને ના કહેતા તમારી માતાની સરનેમ|Do this work to prevent cyber crime
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `