ઓછા રોકાણમાં કરો આ બિઝનેસ, સરકારની પણ મળશે 10 લાખ સુધીની મદદ

સામાન્ય રીતે લોકોની ઈચ્છા હોય છે કે તે પોતાનો બિઝનેસ કરે

Divyabhaskar.com | Updated - Apr 14, 2018, 06:03 PM
Do these business through government help

નવી દિલ્હીઃ સામાન્ય રીતે લોકોની ઈચ્છા હોય છે કે તે પોતાનો બિઝનેસ કરે. એ નાનો હોય કે મોટો. પોતાનું કામ કરવામાં આ જે ખુશી મળે છે તે બીજાનું કામ કરવામાં મળતી નથી. આ કારણે યુવાઓ પોતાનો બિઝનેસ શરૂ કરવાનું ઈચ્છે છે. તેના માટે સરકાર પણ મદદ કરી રહી છે. જો તમારી પાસે પૈસા છે તો તમે પણ બિઝનેસ શરૂ કરી શકો છો. જો તમારી પાસે 50 હજારથી લઈને 1 લાખ રૂપિયા છે, તો પ્રધાનમંત્રી મુદ્રા સ્કીમમાંથી 5થી 10 લાખ રૂપિયા સુધીની લોન મળી જશે. જેનાથી તમે કારોબાર શરૂ કરી શકો છો. તેનાથી દર મહિને 30 હજાર રૂપિયા અને વાર્ષિક 4 લાખ રૂપિયા સુધીની ઈન્કમ થશે. આવા જ કેટલાક બિઝનેસ વિશે અમે તમને જણાવી રહ્યાં છે...

પ્રધાનમંત્રી મુદ્રા સ્કીમમાંથી મળે છે લોન

પ્રધાનમંત્રી મુદ્રા સ્કીમ અંતર્ગત 5 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન બિઝનેસ માટે આપે છે. આ લોન પર ઈન્ટરસ્ટ રેટ ખુબ જ ઓછો 1 ટકા દર મહિને આપવાનો હોય છે. આ લોન પાંચ વર્ષ સુધી તમને મળી શકે છે. આ સ્કીમ માટે દેશમાં 27 પબ્લિક સેકટર બેન્ક, 17 પ્રાઈવેટ સેકટર બેન્ક, 27 રિજનલ રૂરલ બેન્ક અને 25 માઈક્રોસોફટ ફાઈનાન્સ ઈનસ્ટીટયુટને ચેનલાઈઝ કરવામાં આવ્યું છે.

બ્યુટી પાર્લરનો બિઝનેસ

આ બિઝનેસને કોઈ મહિલા શરૂ કરી શકે છે. જો તમારી પાસે 60,000 રૂપિયા છે તો આ બિઝનેસ માટે મુદ્રા સ્કીમમાંથી 1 લાખ 85 હજાર રૂપિયાની ટર્મ લોન અને 54 હજાર રૂપિયાની વર્કિંગ કેપિટલ લોન મળી જશે. આ રીતે તમે 3 લાખ રૂપિયામાં પોતાનું પાર્લર શરૂ કરી શકો છે. આ બિઝનેસથી તમને દર મહિને 30 હજાર રૂપિયા સુધીની ઈન્કમ થશે.

આગળની સ્લાઈડમાં જાણો, અન્ય એક બિઝનેસ અને ઈન્કમ વિશે...

Do these business through government help

બેકરી બિઝનેસ   

 

આ બિઝનેસને શરૂ કરવા માટે તમારી પાસે 85 હજાર રૂપિયા હોવા જોઈએ. બાકી રકમ તમને મુદ્રા સ્કીમમાંથી મળી જશે. મુદ્રા સ્કીમમાંથી તમને  લગભગ 2 લાખ 95 હજાર રૂપિયાની ટર્મ લોન અને એક લાખ 50 હજાર રૂપિયાની વર્કિંગ કેપિટલ લોન તમને મળી જશે. જેનાથી તમે કોઈ પણ શહેરમાં બેકરી પ્રોડકટસ બનાવવાનો બિઝનેસ શરૂ કરી શકો છો. આ બિઝનેસમાં તમે તમામ ખર્ચ નીકાળીને લગભગ 4 લાખ રૂપિયા વાર્ષિક બચાવી શકો છો. 

Do these business through government help

રેડીમેન્ટ ગારમેન્ટનો બિઝનેસ   

 

રેડીમેડ ગારમેન્ટસ બિઝનેસનો સ્કોપ અને ડિમાન્ડ પણ છે. આ બિઝનેસ માટે તમારી પાસે 80 હજાર રૂપિયા છે, તો બાકીના પૈસા મુદ્રા સ્કીમમાંથી લોન લઈને તેને શરૂ કરી શકો છો. આ બિઝનેસ માટે તમે મુદ્રા સ્કીમમાંથી 1 લાખ 10 હજાર રૂપિયાની ટર્મ લોન અને 2 લાખ 25 હજાર રૂપિયાની વર્કિંગ  કેપિટલ લોન લઈ શકો છો. તેને શરૂ કરવા માટે તમે છ મશીન, છ મોટર અને એક ઓવરલુક મશીન ખરીદી શકો છે. આ સિવાય તમે વર્કિંગ ટેબલ, કટિંગ ટેબલ, ફાઈબર સ્ટુલ, સ્ટીલની છાજલી, સ્ટીલ રેન્ક, આયરન બોકસ પર લગભગ 50 હજાર રૂપિયા ખર્ચ થશે. બિઝનેસ સેટ થયા બાદ તમને દર મહિને 40 હજાર રૂપિયા અને વાર્ષિક લગભગ 5 લાખ રૂપિયા સુધીની ઈન્કમ થશે. 

Do these business through government help

વેલ્ડિંગ, મેટલ વર્ક બિઝનેસ   

 

આ બિઝનેસ શરૂ કરવા માટે તમારી પાસે 25 હજાર રૂપિયા હોવા તે ઘણાં છે. જેનાથી તમે જનરલ એન્જિનિંયરિંગ વર્કશોપની સાથે જ વેલ્ડિંગ, મેટલ વર્કનો બિઝનેસ શરૂ કરી શકો છો. મુદ્રા સ્કીમ અંતર્ગત તમને ટર્મ લોન તરીકે 62 હજાર રૂપિયા અને વર્કિંગ કેપિટલ લોન તરીકે 90 હજાર રૂપિયા સુધીની લોન મળી જશે. સાથે જ ડિસ્ટ્રીકટ ઈન્ડસ્ટ્રી સેન્ટરમાંથી શકો છો. મુદ્રા સ્કીમ અંતર્ગત તમને ટર્મ લોન તરીકે 62 હજાર રૂપિયા અને વર્કિંગ કેપિટલ લોન તરીકે 90 હજાર રૂપિયા સુધીની લોન મળી જશે. સાથે જ ડિસ્ટ્રીકટ ઈન્ડસ્ટ્રી સેન્ટરમાંથી તમને 25 હજાર રૂપિયા માર્જિન મની ગ્રાન્ટ તરીકે તમને મળી જશે. આ રીતે તમારી પાસે વર્કિંગ કેપિટલ તરીકે લગભગ બે લાખ રૂપિયા હશે. તેનાથી તમને દર વર્ષ લગભગ 2 લાખ રૂપિયાનો પ્રોફિટ થશે.

Do these business through government help

1800-180-6763 પર કરો કોલ, સરકાર આપ છે સુવિધા   

 

સ્મોલ સ્કેલ પર બિઝનેસ શરૂ કરવામાં આમ તો વધુ મશ્કેલી થતી નથી, આમ છતાં પણ કેન્દ્ર અને રાજય સરકારો આ સ્કીમ અંતર્ગત છુટ અને લોન આપે છે, જેમાં પ્રધાનમંત્રી મુદ્રા સ્કીમ પણ સામેલ છે. જયારે ઘણાં બિઝનેસ એવા છે, જેના માટે લાઈસન્સ લેવું અનિવાર્ય હોય છે. એવામાં તમે નિઃશુલ્ક સરકારી હેલ્પલાઈન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. આ હેલ્પલાઈન નંબર 1800-180-6763 પર તમે કોઈ પણ સલાહ લઈ શકો છો.

X
Do these business through government help
Do these business through government help
Do these business through government help
Do these business through government help
Do these business through government help
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App