જીન્સને આ રીતે કરો સાફ, કયારેય ઝાંખો નહિ થાય કલર

આ ટીપ્સ અપનાવશો તો કયારેય ઝડપથી ખરાબ નહિ થાય તમારું જીન્સ

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 01:55 PM
Do not wash your jeans says Levis CEO

જીન્સને આ રીતે કરો સાફ, કયારેય ડિમ નહિ થાય કલર.

યુટિલિટી ડેસ્કઃ જો તમે પણ પોતાનું જીન્સ ધોવો છો, તો આજથી ધોવાનું બંધ કરી દો. આ વાત જણાવી છે લિવાઈસના સીઈઓ ચિપ બર્ગ. ચિપ બર્ગના જણાવ્યા અનુસાર, જીન્સને ધોવાને બદલે તેને માત્ર સાફ કરવું જોઈએ. જો આમ કરવામાં આવશે તો તેના બેકટેરિયા કઈ રીતે હટશે. આવા જ થોડા સવાલોના જવાબ આપશે લિવાઈસના સીઈઓ. જાણો આવું કહેવા પાછળ શું છે કારણ.

વિશ્વની પ્રથમ જીન્સના મેન્યુફેકચરર અને વિશ્વભરમાં જાણીતી જીન્સ કંપની લિવાઈસના સીઈઓ ચિપ બર્ગે આ તમામ વાત જણાવી છે. તેમણે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કે પોતાની જીન્સને ધોવી ન જોઈએ. પરતું ટુથબ્રશની મદદથી સાફ કરી લેવી જોઈએ.

ચિપ બર્ગે આ બાબત એક ઈન્ટરવ્યુંમાં કહી કે તેની પાછળ કારણ છે. તેમણે જણાવ્યું કે જીન્સને ધોવાથી તેના મટિરિયલને નુકશાન પહોંચે છે અને પાણી પણ બગડે છે. આ અંગે કેટલાક એકસપર્ટનું કહેવું છે કે જીન્સને ઓછામાં ઓછું 6 મહીના ન ધોવું જોઈએ. જેટલા લાબા સમય સુધી તમે તેને નહિ ધોવો તે વધુ સારું લાગશે. તમે તેને વારંવાર વોશ કરશો તો તેનો કલર નીકળી જશે.

X
Do not wash your jeans says Levis CEO
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App