Divya Bhaskar

Home » National News » Utility » delivery network is being prepared by Amazon Company

Amazonની સાથે બિઝનેસનો મોકો, બની શકો છો ડિલિવરી સર્વિસ પ્રોવાઇડર

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 05:55 PM

ડિલિવરી નેટવર્ક તૈયાર કરી રહી છે Amazon કંપની, આ પ્રોસેસથી કરી શકો છો એપ્લાય

  • delivery network is being prepared by Amazon Company

    યુટિલિટી ડેસ્ક: જો તમારી પાસે મિની ટ્રક, પિકઅપ અથવા નાનું કમર્શિયલ વ્હીકલ છે તો ઇ-કોમર્સ કંપની Amazon તેમને કમાણી કરવાનો સારો મોકો આપી રહી છે. આ ઓફરની ખાસ વાત એ પણ છે કે તમે આ બિઝનેસ તમારા શહેરમાં પણ શરૂ કરી શકો છો. એમેઝોન ભારતના ખુણે-ખુણે ડિલિવરી સિસ્ટમને વધારવા માટે પોતાની સાથે ડિલિવરી સર્વિસ પ્રોવાઇડર તરીકે જોડાવવાની ઓફર આપી રહી છે.

    ભારતની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટની સાથે કોમ્પિટીશન વધવાની સાથે એમેઝોન દેશમાં લાસ્ટ માઇલ ડિલિવરી એટલે કે દેશના ખુણે-ખુણે સુધી પોતાની આઇડમ્સની ડિલિવરી માટે મોટો પ્લાન તૈયાર કર્યો છે.

    ડિલિવરી નેટવર્ક તૈયાર કરી રહી છે કંપની
    એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેંટ-ઇન્ડિયા (કસ્ટમર ફૂલફિલમેંટ) અખિલ સક્સેના અનુસાર, એમેઝોન ઇન્ડિયા લાસ્ટ માઇલ કનેક્ટિવિટીની ખાતરી કરવા માટે ટ્રાંસપોર્ટેશન અને લોજિસ્ટિક્સ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા માંગે છે. એટલા માટે કંપની બ્લૂ ડાર્ટ, ગતિ અથવા ઇન્ડિયા પોસ્ટની સાથે ટાય-અપ્સ સિવાય પોતાની ડિલિવરી એસોસિએટ્સ, સર્વિસ પાર્ટનર નેટવર્ક પણ તૈયાર કરવા માંગે છે.

    કેવી રીતે બનશો સર્વિસ પ્રોવાઇડર
    એમેઝોનના ડિલિવરી સર્વિસ પ્રોવાઇડર બનવા માટે તમે logistics.amazon.in પર જઇને સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી શકો છો. તેના માટે પોતાનું કમર્શિયલ વ્હીકલ હોવું જરૂરી છે અને સાથે જ જો તમે પહેલાથી ડિલિવરી બિઝનેસમાં છો તો તમારા માટે એમેઝોન સાથે જોડાવવું સહેલું રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending