ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» ગાયના દૂધ કરતા તેના ગૌમૂત્રની છે વધારે ડિમાંડ|Cows urine used in Patanjali products

    ગાયના દૂધ જેટલી જ છે ગૌમૂત્રની પણ ડિમાન્ડ, એક બોટલ વેચાય છે 20થી 80 રૂ.માં

    divyabhaskar.com | Last Modified - Jun 12, 2018, 06:01 PM IST

    ગૌમૂત્ર દ્વારા 30 પ્રકારની દવાઓ બનાવી શકાય છે.
    • ગાયના દૂધ જેટલી જ છે ગૌમૂત્રની પણ ડિમાન્ડ, એક બોટલ વેચાય છે 20થી 80 રૂ.માં
      ગાયના દૂધ જેટલી જ છે ગૌમૂત્રની પણ ડિમાન્ડ, એક બોટલ વેચાય છે 20થી 80 રૂ.માં

      યુટિલિટી ડેસ્ક: ભારતમાં ગાયના દૂધની ડિમાન્ડ તો હંમેશા રહે છે, પણ શું તમે જાણો છો કે ગાયના દૂધની સાથે તેના ગૌમૂત્રનો પણ અનેક પ્રકારથી ઉપયોગ કરી શકાય છે. નાગપુરના ગૌ-વિજ્ઞાન અનુસંધાન કેન્દ્રના સુનીલ માનસિંધકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ગૌમૂત્ર દ્વારા 30 પ્રકારની દવાઓ બનાવી શકાય છે. ગૌમૂત્ર અનેક પ્રકારની બીમારીઓને જડ-મૂડમાંથી ખતમ કરી નાખે છે.

      પતંજલિ આયુર્વેદને ઓછુ પડી જાય છે ગૌમૂત્ર

      આચાર્ય બાલાકૃષ્ણ જણાવે છે કે, એક દિવસમાં અંદાજિત 20 ટન સુધી ગોનાઇલ બનાવવામાં આવે છે જેમાં ગૌમૂત્રનો ઉપયોગ થાય છે. ઘણા ડોક્ટર ગૌમૂત્રથી દવા બનાવવા માટે પેન્ટેટ પણ રાખે છે. મધ્ય પ્રદેશના ઇંદોર શહેરમાં રહેનાર ડો. વિરેન્દ્ર કુમાર જૈન પણ ગૌમૂત્રમાંથી હર્બલ દવાઓ બનાવે છે. છેલ્લા 20 વર્ષમાં જૈન સેન્ટરમાં ગૌમૂત્રથી અંદાજિત 12 લાખ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી જેમાં કેન્સરના દર્દીઓ પણ સામિલ છે.

      આ રીતે કરી શકાય છે કમાણી

      ગૌ મૂત્ર દ્વાર તમે પણ કમાણી કરી શકો છો, મુંબઇના થાણેમાં કેશવ શ્રુતિ ગૌશાળાના કામદારો દરરોજ 200 લીટર ગૌમૂત્રને ડિસ્ટિલેશન યૂનિટ ફિલ્ટર કરીને બોટલોને દેશભરમાં સપ્લાય કરવામાં આવે છે. એક બોટલ અંદાજિત 20થી 80 રૂપિયામાં વેચાય છે. તો જો તમે પણ આ બિઝનેસ કરવા માંગો છો તો પતંજલિ સહિતની ઘણી દવાની કંપનીઓને ગૌમૂત્ર સપ્લાય કરી સારી કમાણી કરી શકો છો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગાયના દૂધ કરતા તેના ગૌમૂત્રની છે વધારે ડિમાંડ|Cows urine used in Patanjali products
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `