પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે 'ઉડેમી'માંથી કરો આ કોર્સીસ

courses for personality development from udemy

divyabhaskar.com

Sep 01, 2018, 10:53 PM IST

એજ્યુકેશન ડેસ્કઃ જોબ માર્કેટમાં કોમ્પિટિશન માટે પોતાને તૈયાર કરવા માટે અકેડેમિક્સ જેટલું જ પર્સનાલિટી ડેવલેપમેન્ટ પણ જરૂરી છે. હવે પર્સનાલિટી ડેવલપમેન્ટ જોબ સક્સેસ માટે પણ જરૂરી છે. એવામાં તમે પણ પર્સનાલિટી પર કામ કરવા ઇચ્છતા હોવ,પણ કોઈ મોંઘી ઇન્સ્ટિટ્યૂટ જોઇન ન કરવા ઇચ્છતા હોવ, તો મેસિવ ઓપન ઓનલાઇન કોર્સ (મૂક્સ) તમારા માટે એક સારો વિકલ્પ છે. મૂક્સની મદદથી હવે ગમે ત્યાં પર્સનાલિટી ડેવલપમેન્ટનો કોર્સ કરી શકો છો. 'ઉડેમી' એક એવું જ પ્લેટફોર્મ છે જ્યાં પર્સનલ ગ્રોથ માટે અલગ અલગ કોર્સ ઉપલબ્ધ છે. જાણો કેટલાક એવા કોર્સ કે જે તમારા ફ્યૂચર ગ્રોથ માટે તમને તૈયાર કરી શકે છે.

પર્સુએશન માસ્ટરક્લાસ
તમે જોબ એપ્લિકન્ટ હોવ તો રિક્રૂટરને પ્રભાવિત કરવામાં મજબૂત કમ્યુનિકેશન સ્કિલ્સ તમને ઘણી ઉપયોગી થશે. 'ઉડેમી' પર ઉપલબ્ધ 3 કલાકના આ કોર્સ દ્વારા કમ્યુનિકેશન સ્કિલ્સ મજબૂત બનાવીને તમારો કોન્ફિડન્સ વધારી શકો છો. અહીંયાં તમને કેટલીક વર્કશીટ પણ આપવામાં આવે છે કે જેની મદદથી તમે પ્રેક્ટિસ કરીને પણ સ્કિલ્સને મજબૂત બનાવી શકો છો.

બિકમ એ સુપર લર્નર 2
આ 5 કલાકના કોર્સથી તમે તમારી મેમરીને બુસ્ટઅપ કરવાનું અને ઝડપથી વાંચવાનું શીખી શકો છો. આ એવી સ્કિલ્સ એવી છે કે જે તમને એકપણ સ્કૂલમાં શિખવાડવામાં નહીં આવે. આ સ્કિલ્સને શીખી લીધા પછી તમે અઘરા વિષયને પણ ઘણી સરળતાથી યાદ રાખી શકશો. એટલું જ નહીં સાયન્ટિફિક રીતે પણ તમે તમારા મેમરી પાવરને બુસ્ટ કરી શકો છો.

એક્યુમેન પ્રેઝન્ટ્સ
આ કોર્સ લગભગ 1 કલાકનો હોય છે. જેમાં તમે ક્રિએટિવ પ્રોજેક્ટ્્સને પૂરા કરવા માટે પ્રેક્ટિકલ ટિપ્સ અને ટૂલ્સનો ઉપયોગ શીખી શકો છો. આ સાથે અહીંયાં તમને સતત મોટિવેટ રહીને પ્રોજેક્ટ્સ કેવી રીતે પૂરો કરવો તે પણ શિખવાડવામાં આવે છે.

ધ કમ્પ્લીટ પ્રેઝન્ટેશન એન્ડ પબ્લિક સ્પીકિંગ
આ સૌથી વધારે ચાલતો કોર્સ છે. જો તમને 'ગ્લોસોફોબિયા' હોય અને તમને વધારે માણસોની વચ્ચે બોલવામાં કે પ્રેઝન્ટેશન આપવામાં મુશ્કેલી થતી હોય તો આ કોર્સના 12 ભાગ તમને આ કળામાં પારંગત બનવામાં મદદરૂપ થશે.

મિનિ હેબિટ માસ્ટરી
આ કોર્સ 3.5 કલાકનો છે. જેમાં તમે પોતાની ખરાબ આદત કેવી રીતે છોડી શકાય તે માટે સાયન્ટિફિક રીત જાણી શકો છો. કોર્સમાં નાની આદતોને છોડીને નવી શરૂઆત કરવાનું શિખવાડવામાં આવે છે. વીકએન્ડમાં જ આ કોર્સ શરૂ કરી, નવા વીકથી પોતાની આદતોને બદલી શકાય છે.

X
courses for personality development from udemy
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી