Divya Bhaskar

Home » National News » Utility » Course of 2 months change luck of this man

2 મહિનાના કોર્સે બદલી કિસ્મત, દર મહિને 1.2 લાખ કમાઈ રહ્યાં છે રેડ્ડી

Divyabhaskar.com | Updated - May 04, 2018, 06:18 PM

રેડ્ડીએ એગ્રીકલ્ચરમાં ગ્રેજયુએશન કર્યું પરતું ભારતમાં ખેતી એટલી લાભદાયક સાબિત ન થઈ

  • Course of 2 months change luck of this man
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ આઈ વોક ફાર્મિગ, આઈ ટોક ફાર્મિંગ, આઈ બ્રીદ ફાર્મિંગ- કઈક એવું કહે છે કે 52 વર્ષના શ્રી રંગા રેડ્ડી, જે આજે ખૂબ જ સફળતાપૂર્વક 'તાજી-તાજી સબ્જી'ના નામથી એગ્રી બિઝનેસ કરી રહ્યાં છે. ફેબ્રુઆરી 2010માં તેમણે ઘણી ટેકનીક અને ટ્રેનિંગનો સહારો લેતા શાકભાજી અને ફાર્મિંગ શરૂ કર્યુ અને આજે તેમનું વાર્ષિક ટર્નઓવર 1 કરોડ રૂપિયાએ પહોંચી ગયું છે. તેલંગાનાના ચંદાપુર ગામમાં રહેનાર રેડ્ડી હવે આ વિસ્તારના લોકો માટે મિસાલ બની ગયા છે. તે હૈદરાબાદના કૃષિ વિશ્વવિધાલયો અને ઈનસ્ટીટયુટમાં ફાઈનલ યરના વિધાર્થીઓને લેકચર પણ આપે છે. તે આસપાસના ખેડૂતોને આધુનિક રીતો વિશે જણાવે છે.

    આગળ વાંચો...

  • Course of 2 months change luck of this man
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    કામની શોધમાં ગયા સાઉદી

     

    રેડ્ડીએ એગ્રીકલ્ચરમાં ગ્રેજયુએશન કર્યું પરતું ભારતમાં ખેતી એટલી લાભદાયક સાબિત ન થઈ. કામની શોધમાં તે સાઉદી ચાલ્યા ગયા. તેમની પાસે કોઈ ટેક્નિકલ ડિગ્રી તો હતી નહિ, આ કારણે તેમને ત્યાં ફાર્મ હાઉસમાં કામ મળી ગયું. ખેતીવાડીની જાણકારી હોવાને કારણે તેમને વધુ તક મળી અને તે ખેતીવાડી કામમાં જોડાયેલી એક કંપનીના પ્રોડકશન મેનેજર થઈ ગયા.

     

    રેડ્ડીએ જોયું કે કઈ રીતે સાઉદીમાં ખેતીને અનુકુળ માહોલ ન હોવા છતા ત્યા ખેતી કરવામાં આવી રહી છે અને શાકભાજી ઉગાડવામાં આવે છે. તેમણે વર્ષ 2010માં ભારતમાં આવવાનું નક્કી કરી લીધુ. રેડ્ડીના મગજમાં શાકભાજીવાળી વાત ફરતી રહેતી હતી અને અહી આવીને તેમણે શાકભાજીની ખેતી શરૂ કરી.

     

    આગળ વાંચો

  • Course of 2 months change luck of this man

    કર્યો બે મહિનાનો કોર્સ

     

    રેડ્ડીની પાસે ખેતીવાડીનો લગભગ 25 વર્ષનો અનભુવ છે. તેમણે તેની બારીકિયા શીખવા માટે પાર્ટિસિપેટરી રૂરલ ડેવલોપમેન્ટ ઈનિશિએટિવ સોસાયટીમાંથી બે મહિનાનો કોર્સ કર્યો. આ કોર્સ નિશુલ્ક હતો. બાદમાં તેમણે પંડાલ અને શેડનો યુઝ કરીને શાકભાજીની હાઈટેક ખેતી શરૂ કરી. તેમની સફળતાને જોતા બેન્ક ઓફ બરોડાએ તેમને 25 લાખની લોન પણ આપી છે. જેથી તે પોતાના કામનો વિસ્તાર કરી શકે. રેડ્ડીનો તમે આ આઈડી પર સંપર્ક કરી શકો છો- krreddy28@yahoo.com 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending