• Home
  • National News
  • Utility
  • કપડાં ખરીદવા માટે આ છે દેશના ટોપ 5 માર્કેટ|Country top 5 Clothes market

બોલિવૂડના ફેશન ડિઝાઇનર જેવા કપડાં ખરીદવા માટે આ છે દેશના ટોપ 5 માર્કેટ

દિલ્હીના ચાંદની ચોક માર્કેટમાં લગ્નનો સામાન ખરીદવા ગ્રાહકોની સાથે રિટેલર પણ આવે છે

divyabhaskar.com | Updated - Jun 08, 2018, 07:05 PM
કપડાં ખરીદવા માટે આ છે દેશના ટોપ 5 માર્કેટ|Country  top 5 Clothes market

યુટિલિટી ડેસ્ક: મોટાભાગના સ્ટોર અને બજારોમાં લહેંગા,સાડી,અને ડ્રેસની કિંમત 5000થી લઇને 5 લાખ રૂપિયા સુધીની હોય છે. અહીં અમે તમારા માટે આજે દેશના ટૉપ 5 સ્થળો વિશે જણાવી રહ્યું છે જ્યા તમને ખૂબ જ સસ્તા ડિઝાઇનર લહેગા ખરીદી શકો છો. અહીં દૂર-દૂરથી રિટેલર આવી સસ્તા લહેગાની ખરીદી કરી પોતાના શહેરોમાં વેચે છે.

ચાંદની ચોક, દિલ્હી

દિલ્હીના ચાંદની ચોક માર્કેટમાં લગ્નનો સામાન ખરીદવા ગ્રાહકોની સાથે રિટેલર પણ આવે છે. ચાંદની ચોકમાં ઘણા નાના-નાના માર્કેટ છે જે અલગ-અલગ સામાન વેચવા માટે ફેમસ છે. અહીં મળતા સામાનની કિંમત અન્ય રિટેલ માર્કેટ કરતા 40 ટકા ઓછી હોય છે. અહીં તમને મનીષ મલ્હોત્રા, રીતુ કુમાર, તરુણ તાહિલાની જેવા ડિઝાઇનર્સના કોપી કરેલા લહેંગા સસ્તી કિંમતમાં મળી જાય છે. અહીં 1000થી વધારે દુકાન માત્ર લગ્નના સામાન માટેની છે.

કરોલ બાગ, દિલ્હી

આ માર્કેટમાં પણ કપડાંની 1000થી વધારે દુકાનો છે. કરોલ બાગના ટ્રેડર બાલન મનીએ moneybhaskar.com સાથે વાત કરતા જણાવ્યું કે, અહીં લગ્ન માટે લહેગા, સાડી, સૂટ સહિતની વસ્તુંઓ મળે છે. ત્યાનું કલેક્શન લેટેસ્ટ ફેશનને ધ્યાનમાં રાખીને રાખવામાં આવે છે. આ માર્કેટમાં કપડા 20થી 25 ટકા ઓછા ભાવમાં મળે છે.

જ્વેલર બજાર, જયપુર

જયપુરનું જ્વેલર બજાર દિલ્હીના ચાંદની ચોક જેવું જ છે. અહીં ગોલ્ડ, સિલ્વર, ડાયમંડની જ્વેલરી સિવાય લગ્ન, રિસેપ્શન માટે લહેગા, સાડી, સૂટ અને ગાઉન સહિતની આઇટમ્સ મળે છે. આ બહાર કુંદન જ્વેલરી માટે પણ પ્રખ્યાત છે. આ બજારની કિંમત રિટેલ બજાર કરતા 40 ટકા ઓછી હોય છે.

કોલાબા, ક્રોફર્ડ અને જ્વેલરી બજાર, મુંબઇ

દક્ષિણ દિલ્હીના કોલાબા માર્કેટમાં લહેગા, સાડી, ગાઉન, કલરફૂલ કુર્તી, કોલ્હાપુરી ચંપ્પલ, જ્વેલરી અને એન્ટિક પીસ મળે છે. લગ્નની ખરીદીમાં અહીં ખૂબ જ ભીડ જોવા મળે છે. ક્રોફર્ડ માર્કેટ મુંબઇના પોલિસ હેડક્વોટર અને સીએસટી સ્ટેશન પાસે આવેલ છે. આ માર્કેટ મહારાષ્ટ્રનું સૌથી મોટુ હોલસેલ માર્કેટ છે. કપડા સિવાય આ માર્કેટમાં શાકભાજી અને ફૂલનું પણ વેચાણ થાય છે. અહીં સ્ટિચ કરેલા કપડા, ડ્રેસ મેટિરિયલ, આર્ટિફિશયલ, જ્વેલરી, ટ્રાવેલ બેગ્સ સહિતનો સામાન મળે છે.

સુરતનું ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટ, ગુજરાત

સુરતનું ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટ ભારતભરમાં પ્રખ્યાત છે. આ શહેરમાં 800થી વધારે હોલસેલર્સ ટેક્સટાઇલ બિઝનેસમાં છે. અહીં દેશભરના સાડીઓના વેપારી દિવાળી અને લગ્નની સિઝન પહેલા આવીને ખરીદી કરી લે છે. શહેરમાં 42 હજારની આસપાસ પાવરલોમ યૂનિટ્સ અને પ્રિન્ટિગ મિલ્સ છે જે દર વર્ષે 9 કરોડથી વધારે સાડીઓ અને ડ્રેસ મટિરિયલ તૈયાર કરે છે. સુરતના મિલેનિયમ માર્કેટમાંથી ઓછી કિંમતમાં સાડીઓ મળી રહે છે.

X
કપડાં ખરીદવા માટે આ છે દેશના ટોપ 5 માર્કેટ|Country  top 5 Clothes market
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App