ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» IRCTC પર કાઉન્ટર ટિકિટને ઓનલાઇન કેન્સલ|Counter Ticket Online Cancellation on IRCTC

  રેલવેની કાઉન્ટર ટિકિટને કરાવવી છે કેન્સલ, આ રહી આખી પ્રોસેસ

  divyabhaskar.com | Last Modified - Jun 06, 2018, 03:00 PM IST

  યાત્રા શરૂ થયાના 24 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવવા પર શુંં થાય
  • રેલવેની કાઉન્ટર ટિકિટને કરાવવી છે કેન્સલ, આ રહી આખી પ્રોસેસ
   રેલવેની કાઉન્ટર ટિકિટને કરાવવી છે કેન્સલ, આ રહી આખી પ્રોસેસ

   નવી દિલ્હી: કન્ફર્મ ટિકિટ થઇ ગયા બાદ 24 કલાક પછી અને 4 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરવા પર રિફંડ મળી જાય છે. પણ, કાઉન્ટર ટિકિટ પર રિફન્ડ, IRCTC વેબસાઇટ અથવા 139ના મારફતે યાત્રા શરૂ થશે તે સ્ટેશન અથવા નજીકના સેટેલાઇટ PRS લોકેશન પર ઓરિજનલ ટિકિટ જમા કરાવવા પર જ મળશે.

   જ્યારે વેટિંગ અથવા RAC વાળી ટિકિટ પર રિફન્ડ લેવાનો સમય 24 કલાકથી લઇને 30 મિનિટ સુધીનો રહેશે. ઘણીવાર આપણે ક્યાક જવા માટે પહેલા કાઉન્ટર ટિકિટ લઇએ છીએ પણ એન્ડ ટાઇમ પર નક્કી કરેલો પ્લાન કેન્સલ થવાથી ટિકિટ પણ કેન્સલ કરાવી પડે છે. નીચે આપવામાં આવેલા સરળ સ્ટેપ્સનો ઉપયોગ કરી, તમે IRCTCની સાઇટ પર જઇને કાઉન્ટર ટિકિટને કેન્સલ કરાવી રિફન્ડ પણ મેળવી શકો છો.

   1. સૌથી પહેલા IRCTCની વેબસાઇટ ઓપન કરો ત્યારબાદ સાઇટની ડાબી બાજુ ઉપરના ભાગમાં આપેલા કાઉન્ટર ટિકિટ કેન્સલેશનના ઓપ્શન પર ક્લિક કરો.

   2.હવે તમારા કોમ્પ્યુટર અથવા લેપટોપ પર એક નવી વિન્ડો ઓપન થશે. જેમા તમારો પેસેન્જર નામ, રેકોર્ડ નંબર (PNR), ટ્રેન નંબર અને Captchaને એડ કરો. તેની પુષ્ટિ કરવા માટે ચેક સિલેક્ટ કરો. સિલેક્ટ કરવાનો મતલબ છે કે તમે સંપૂર્ણ પ્રકિયા અને બધાજ નિયમો સાથે સહેમત છો.

   3.સબમિટ કર્યા પછી યૂઝર્સના રજિસ્ટર્ડ મોબાઇન નંબર પર એક વન ટાઇમ પાસવર્ડ (OTP)નો મેસેજ આવશે. બોક્સ પર OTP એન્ટર કરો અને સબમિટ પર ક્લિક કરો. ત્યારબાદ તમારી સ્ક્રિન પર તમારા PNR નંબરની જાણકારી આપવામાં આવશે.

   આગળ વાંચો, યાત્રા શરૂ થયાના 24 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવવા પર શુંં થાય ?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: IRCTC પર કાઉન્ટર ટિકિટને ઓનલાઇન કેન્સલ|Counter Ticket Online Cancellation on IRCTC
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `