Divya Bhaskar

Home » National News » Utility » કૂલર રિમોટ કંટ્રોલ કિટ | Kit to upgrade old cooler into smart air cooler

આ કિટ જૂના કૂલરને પણ બનાવી દેશે એડવાન્સ, કિંમત માત્ર 465 રૂપિયા

Divyabhaskar.com | Updated - May 14, 2018, 07:35 PM

માર્કેટમાં એક કિટ આવી છે જેનાથી કૂલરને હાઇટેક બનાવી શકાય છે

  • કૂલર રિમોટ કંટ્રોલ કિટ | Kit to upgrade old cooler into smart air cooler
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ માર્કેટમાં એક કિટ એવી આવી છે જેનાથી કૂલરને હાઇટેક બનાવી શકાય છે. અર્થાત્ આ કિટને કૂલર સાથે કનેક્ટ કર્યા પછી તેને રિમોટથી કંટ્રોલ કરી શકાય છે. સાથે જ આ કિટમાં વોટર એલાર્મ પણ હોય છે. અર્થાત્ તમે કૂલરમાં પાણી ભરવાનો પાઇપ લગાવીને ભૂલી ગયા તો પણ ત્યારે પાણી ભરાતા જ એલાર્મ વાગશે અને તમે એલર્ટ થઇ જશો.

    હાઇટેક ફીચર્સવાળી કિટઃ ઘણી કંપનીઓ આ કિટનું વેચાણ કરે છે. તેની કિંમત 465 રૂથી 500 રૂપિયા જેટલી છે. કિટના વાયરિંગને કૂલરના વાયરિંગ સાથે કનેક્ટ કરવામાં આવે છે. બાદમાં તેને રિમોટથી ઓપરેટ કરી શકાય છે. તેમાં ફેન સ્પીડ કંટ્રોલ કરવાની સાથે ટેમ્પરેચર કંટ્રોલ, સ્લીપ મોડ અને ટાઇમર પણ હોય છે. તે રૂમમાં હ્યુમિડિટી લેવલ પણ કંટ્રોલ કરે છે. તેમાં જે LED છે તે નાઇટ લેમ્પનું કામ કરે છે.


    ઓટોમેટિક ચાલશે વોટર પંપઃ આ કંટ્રોલરથી કૂલરનો વોટર પંપ પણ ઓટોમેટિક ચાલે છે. અર્થાત્ કૂલરની વોટર ટેંકમાં વારંવાર પાણી ભરવાની ઝંઝટ નથી રહેતી. જો કૂલર રાતના સમયે વધુ કૂલિંગ કરતું હોય તો તમે તેની સ્પીડ કંટ્રોલ કરી શકો છો.

    આગળ જાણો જૂના કૂલરને સ્માર્ટ બનાવતી કિટ કેવી રીતે ઇન્સ્ટોલ કરવી

  • કૂલર રિમોટ કંટ્રોલ કિટ | Kit to upgrade old cooler into smart air cooler

    આવી રીતે કરો ઇન્સ્ટોલઃ કૂલરમાં જે જગ્યાએ ફેન અને પંપ સ્વીચ હોય છે તેને હટાવીના આ કિટ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. જો તમારે ઇલેક્ટ્રિક કામકાજ ફાવતું હોય તો જ આ કામ જાતે કરવું. નહીંતર કોઇ ઇલેક્ટ્રિશિયનને બોલાવીને આ કામ કરો. જો પ્રોપર કનેક્શન ન થાય તો કિટ ખરાબ થઇ શકે છે. આ કિટની સાથે કનેક્શન ગાઇડ પણ આવે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending