1 માર્ચથી બંધ થઈ જશે તમારું મોબાઈલ વોલેટ, આ રીતે કરાવો KYC

ઓનલાઈન વેલેટનું KYC કરાવવાની આરબીઆઈની ડેડલાઈન 28 ફેબ્રુઆરીએ પુરી થશે

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 02:53 PM
Complete your mobile wallet KYC before 1 march

યુટિલિટી ડેસ્કઃ મોબાઈલથી પેમેન્ટ કરવા માટે જો તમે PayTM કે ફોનપે જેવું કોઈ ડિજિટલ વેલેટ યુઝ કરો છો તો જરા એલર્ટ થઈ જાવ. ઓનલાઈન વેલેટને KYC કરાવવાની આરબીઆઈની ડેડલાઈન 28 ફેબ્રુઆરીએ પુરી થઈ રહી છે અને વિવિધ વોલેટ કંપનીઓના લગભગ 90 ટકા યુઝર્સે અત્યાર સુધીમાં પોતાનું કેવાયસી કરાવ્યું નથી. એવામાં એવું બની શકે છે કે 1 માર્ચ બાદ તમે પોતાનું ઓનલાઈન વોલેટ યુઝ ન કરી શકો. આવું ન બને તે માટે તરત જ પોતાના મોબાઈલ વોલેટની કેવાયસી પ્રોસેસ પુરી કરી લો. આગળ વાંચો કેવાયસી પ્રોસેસ કરવાની રીત...

આગળની સ્લાઈડ્સમાં વાંચો KYC પ્રોસેસ કરવાના વિવિધ સ્ટેપ્સ વિશે...

Complete your mobile wallet KYC before 1 march

સ્ટેપ 1

અમે અહી તમને KYC પુરી કરવાની રીત જણાવી રહ્યાં છે. Paytm સહિત મોટા ભાગની ઓનલાઈન વોલેટ કંપનીઓ દ્વારા પ્રયોગ કરવામાં આવી રહી છે. તો સૌથી પહેલા આ ફોનના Paytm કે બીજી વોલેટ એપ પર ID/Passwordથી લોગઈન કરો.

Complete your mobile wallet KYC before 1 march

સ્ટેપ 2

એપના હોમ પર આપવામાં આવેલા KYC કે Upgrade Accountના ઓપ્શન પર ક્લીક કરો. આમ કરવા પર એપમાં કેવાયસીનું સેકશન ખુલશે. જયાં તમારે પોતાનો આધાર નંબર ફીડ કરવાનો રહેશે. આધાર નંબર ફીડ કર્યા બાદ આગળ પ્રોસીડ કરો.

Complete your mobile wallet KYC before 1 march

સ્ટેપ 3

બાદમાં એપમાં તમારે NearByના ઓપ્શન પર ક્લીક કરવાનું છે. આ ઓપ્શન તમને સૌથી નજીકના કે તે ઓથોરાઈઝડ સ્ટોર કે દુકાનનું એડ્રેસ કે લોકેશન બતાવશે, જયાં જઈને તમે કેવાઈસીની પ્રોસેસ પુરી કરી શકો છો. આ ઓપ્શનને યુઝ કરવા માટે તમે ફોનનું GPS જરૂર ઓન કરી લો. હવે તમે એપમાં આપવામાં આવેલા લિસ્ટમાંથી સૌથી નજીકનો સ્ટોર કે દુકાનનું એડ્રેસ અને લોકેશન જોઈ શકો છો. બાદમાં તમારે આ સ્ટોર પર માત્ર એક જ વાર વિઝિટ કરવાની રહેશે.

Complete your mobile wallet KYC before 1 march

સ્ટેપ 4

ઓનલાઈન વેલેટના ઓર્થોરાઈઝડ સ્ટોર કે શોપમાં જઈને તમારે પોતાનું આધાર કે પાનકાર્ડ ત્યાં હાજર વ્યક્તિને દેખાડીને વેરીફાઈ કરાવવાનું રહેશે. વેરિફીકેશનની પ્રોસેસ થોડીક મિનિટોમાં જ પુરી થઈ જશે. કેવાયસી પ્રોસેસ પુર થઈ ગયા બાદ તમે પોતાના વોલેટમાં 1 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકો છો અને ઘણી વોલેટ કંપનીઓ તમને તે ડિપોઝિટ પર લગભગ 4 ટકાના દરથી વ્યાજ પણ આપશે.

X
Complete your mobile wallet KYC before 1 march
Complete your mobile wallet KYC before 1 march
Complete your mobile wallet KYC before 1 march
Complete your mobile wallet KYC before 1 march
Complete your mobile wallet KYC before 1 march
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App