તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રિમાં ઘરની સફાઇને લઇને છો પરેશાન, માત્ર 400 રૂપિયામાં થઇ જશે કામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: શું તમે પણ નવરાત્રિ અને દિવાળી પર ઘરની સાફ-સફાઇથી પરેશાન છો? તમને પણ ઘર અને ઓફિસના કામ વચ્ચે સમય નહીં મળતો અને ફેસ્ટિવલમાં ઘરનું કામ કરનાર કામવાળી પણ ગામડે જતી રહે છે? હવે જ્યારે નવરાત્રિ અને દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે તો ઘર, રસોડું, ઓટલો, સીડીઓ, પંખાની સફાઇથી લઇને ઘરમાં દિવાળીની લાઇટ્સ લગાવવાની પરેશાની વધી જાય છે. તો અમે તમને એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જેના દ્વારા ઓછા બજેટમાં પણ તમે તમારા ઘરને થાક્યા અને મહેનત વગર સાફ કરી શકો છો. 

 

આ છે ઓછા બજેટમાં ઘરની સફાઇ કરવાના ઓપ્શન્સ
હવે ઘણી હોમ ક્લીનિંગ સર્વિસ આપતી કંપનીઓ છે જે સસ્તામાં ઘરની સફાઇના પેકેજ આપે છે. તમે આ કંપનીઓનો સંપર્ક કરી દિવસ અને સમય પોતાની સુવિધા અનુસાર નક્કી કરી શકો છો. મોટાભાગની કંપનીઓના ફેસ્ટિવલ ટાઇમ જનરલ સાફ સફાઇના પેકેજ 999 રૂપિયાથી શરૂ થાય છે જેમા તે ઘરની બેસિક સફાઇ એટલે ફર્શ અને બાથરૂમ સાફ થાય છે. 

 

ઘરની સફાઇ કરાવવાના ચાર્જ
ઘરની સફાઇ કરવાનો ચાર્જ તમારા ઘરના એરિયા અને રૂમ પર નિર્ભર કરે છે. 1BHK ઘરની સફાઇનો ખર્ચ 999 રૂપિયાથી શરૂ થાય છે. જો તમારે ઘરના ખુણે-ખુણે સફાઇ કરાવવી છે જેમા, બેડ, ફર્શ, ઘરના ખુણા, પંખા, રસોડું, કિચન કેબિનેટ, ડબ્બા, બાથરૂમ, બાથરૂમની ટાઇલ, નળ, ફર્નીચર, ચેર-ટેબલ, સોફા સહિત સામિલ છે,તેના માટે 1,000 રૂપિયાથી લઇને 4500 રૂપિયા સુધીનું પેકેજ છે. તમારે માત્ર ઘરના સોફા જ સાફ કરાવવા છે તો તે 400થી 600 રૂપિયામાં સાફ થઇ જાય છે. કંપનીના લોકો તમારા ઘરમાં દિવાળીની લાઇટ્સ લગાવવાનું કામ પણ કરે છે. ઘરમાં દિવાળીની લાઇટ્સ લગાવવાનો ચાર્જ 200 રૂપિયાથી શરૂ થાય છે. 

 

આ કંપનીઓ આપી રહી છે ઘરની સફાઇ કરાવવાના વિકલ્પ
હાઉસજોય (www.housejoy.in)

હાઉસજોય ઘરની સફાઇથી લઇને પેસ્ટ કંટ્રોલ પણ કરે છે. તમારે હાઉસજોયની વેબસાઇટ પર જઇ ડેટ અને ટાઇમની બુકિંગ કરાવવાની રહેશે. બુકિંગના દિવસે ઘરે 3થી 6 લોકો સફાઇ માટે આવશે. સફાઇ કરવા માટે આવનાર લોકોની સંખ્યા ઘરની સાઇઝ અને એરિયા પર નિર્ભર કરે છે. ઘરની સફાઇને લઇને આમા અલગ-અલગ પેકેજ હોય છે. આ પેકેજ 999 રૂપિયાથી શરૂ થઇને 4500 રૂપિયા સુધીનું હોય છે. 

 

એક્સ્ટ્રાક્લીન (http://xtraclean.in)
એક્સ્ટ્રાક્લીન ઘરની સફાઇથી લઇને ઓફિસની સફાઇનું કામ પણ કરે છે. તમે તેની વેબસાઇટ પર અથવા કસ્ટમર કેર પર કોલ કરીને બુકિંગ કરાવી શકો છો. આ લોકો ઘરના બેડ, ફર્શ, ઘરના ખુણા, પંખા, રસોડું, કિચન કેબિનેટ, ડબ્બા, બાથરૂમ, બાથરૂમની ટાઇલ, નળ, ફર્નીચર, ચેર-ટેબલ, સોફા સહિતની વસ્તુઓની સફાઇ કરે છે. જેનું અલગ-અલગ પેકેજ હોય છે. તમે તમારા બજેટ અનુસાર પેકેજ લઇ શકો છો.  

 

અરબન ક્લેપ (www.urbanclap.com)
અરબન ક્લેપ પર પણ તમે ઘરની સાફ-સફાઇ માટે બુકિંગ કરાવી શકો છો. અરબન ક્લેપની વેબસાઇટ પર તમે હોમ ક્લીનિંગના ઓપ્શનને પસંદ કરો છો તો તમને ઘરના રૂમની સંખ્યા વિશે પૂછવામાં આવશે. ત્યારબાદ તમે બુકિંગ કરાવી પોતાના ઘર સફાઇ માટે ડેટ અને ટાઇમ નક્કી કરી શકો છો. 

 

હોમકેરપાર્ક (http://homecarepark.com)
હોમકેરપાર્કની વેબસાઇટ પર જઇને તમે પોતાની ડિટેલ્સ ભરી ઓનલાઇન બુકિંગ કરાવી શકો છો. જેમા ઘરના સોફા, બેડ, ફર્શ, ઘરના ખુણા, પંખા, રસોડું, બાથરૂમ, ફર્નીચર સહિતની વસ્તુઓની સફાઇ કરે છે. આના માટે હોમકેરના અલગ-અલગ પેકેજ છે. તમે તમારા બજેટ અનુસાર પેકેજ પસંદ કરી શકો છો. 

 

રેડિએંસસ્પેસ (http://www.radiancespace.com)
રેડિએંસસ્પેસ ઘરની સફાઇથી લઇ ઓફિસની સફાઇનું કામ કરે છે. તમારે તેની વેબસાઇટ પર અથવા કસ્ટમર કેર પર કોલ કરીને બુકિંગ કરાવવાનું રહેશે. આમા ઘર અને ઓફિસની સફાઇના અલગ-અલગ ચાર્જ છે.  

અન્ય સમાચારો પણ છે...