તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મુંબઇનું ચોર બજાર ક્યારે ભરાય | Time And Location Of Mumbai Chor Bazaar Dedh Gully

અહીં મફતના ભાવે મળે છે મોબાઇલ, બ્રાન્ડેડ સ્પોર્ટ્સ શૂઝ અને કપડાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ મુંબઇના પ્રખ્યાત 'ચોર બજાર' અંગે લગભગ મોટાભાગના લોકોએ સાંભળ્યું હશે. અહીં બ્રાન્ડેડ શૂઝ, કપડાં અને ઇલેક્ટ્રોનિક આઇટમ સાવ મફતના ભાવે મળી જાય છે તેવું સંભળાતું રહે છે, પરંતુ બહુ જ ઓછા લોકો જાણતા હશે કે ચોર બજાર અઠવાડિયામાં માત્ર એક જ દિવસ અને તે પણ 4-5 કલાક માટે જ ભરાય છે. આથી જો તમે મુંબઇમાં હો અને આ ચોર બજારમાં શોપિંગ એક્સ્પીરિયન્સ કરવા ઇચ્છતા હો તો અમે તમને મુંબઇના ચોર બજારમાં કેવી રીતે જવાય તે અંગે જણાવીશું.

 

ચોર બજાર ક્યારે ભરાય: મુંબઇનું ચોર બજાર દર શુક્રવારે સવારે 4થી 8 વાગ્યા દરમિયાન ભરાતું હોય છે. આ ચોર બજાર કમાઠીપુરાની ત્રણ સ્ટ્રીટમાં ભરાય છે. અહીં તમે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, શૂઝ અને કપડાંના ત્રણ બજાર ભરાય છે. જો તમે બોરીવલી, કાંદિવલી કે અંધેરી (વેસ્ટર્ન લાઇન)થી આ બજાર તરફ જવા ઇચ્છતા હો તો તમારે લોકલ ટ્રેનમાં બેસીને ગ્રાન્ટ રોડ સ્ટેશન ઉતરવાનું રહેશે. ગ્રાન્ડ રોડ સ્ટેશન ઉતરીને તમારે ઇસ્ટ તરફ બહાર નીકળવાનું રહેશે. અહીંથી તમારે દેઢ ગલ્લી જવાનું રહેશે. ગ્રાન્ડ રોડ સ્ટેશનથી દેઢ ગલ્લી અંદાજે 1 કિમી દૂર છે. સ્ટેશનથી રિક્ષા પણ તમને મળી જશે. આ દેઢ ગલ્લી ખાતે જ ચોર બજાર ભરાય છે. 

જો તમે ઘાટકોપર તરફથી (સેન્ટ્રલ) ચોર બજાર જવા ઇચ્છતા હો તો તમારે લોકલ ટ્રેનમાં ભાયખલ્લા સ્ટેશન ઉતરવાનું રહેશે. ભાયખલ્લાથી દેઢ ગલ્લી અઢી કિમી દૂર છે. 

 

દેઢ ગલ્લી પહોંચ્યા પછી શું


- દેઢ ગલ્લીમાં ક્લોથ માર્કેટ ભરાય છે. અહીં બ્રાન્ડેડ-અનબ્રાન્ડેડ, ડુપ્લિકેટ, ફર્સ્ટ કોપી જીન્સ, શોર્ટ્સ, શર્ટ્સ, ટી-શર્ટ્સ ખરીદી શકો છો.
- દેઢ ગલ્લીમાં થોડું આગળ વધશો ત્યાં જૂતા બજાર આવશે. અહીં પણ અગાઉ જણાવ્યા પ્રમાણે બ્રાન્ડેડ-અનબ્રાન્ડેડ, ડુપ્લિકેટ, ફર્સ્ટ કોપી, યૂઝ્ડ શૂઝ, ફ્લિપ-ફ્લોપ, ફ્લોટર્સ મળશે. 
- ચોર બજારમાં જ્યાં ઇલેક્ટ્રોનિક આઇટમ્સનું બજાર ભરાય છે, તેને વાગડી બજાર કહે છે. વાગડી બજાર કમાઠીપુરા લેન-12માં ભરાય છે. અહીં તમને મોબાઇલ (ઓરીજિનલ, ડુપ્લિકેટ, ચાઇના, ફર્સ્ટ કોપી), મોબાઇલ એસેસરીઝ, સ્પીકર, ચાર્જર, લેપટોપ, લક્ઝુરિયસ વોચ, ગોગલ્સ સહિતની ઘણી વસ્તુઓ વેચાતી જોવા મળશે. 

 

આગળ જાણો ચોર બજારમાં શું ધ્યાન રાખવું​