1

Divya Bhaskar

Home » National News » Utility » તમારું વીજળીનું બિલ વધુ તો નથી આવી રહ્યુંને, આ રીતે કરો ચેક । Check your electricity bill this way

તમારું વીજળીનું બિલ વધુ તો નથી આવી રહ્યુંને, આ રીતે કરો ચેક

Divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 12:39 PM IST

લોકોને મોટા ભાગે લાગે છે કે તેમનું વિજળીનું બિલ વધુ છે

  • તમારું વીજળીનું  બિલ વધુ તો નથી આવી રહ્યુંને, આ રીતે કરો ચેક । Check your electricity bill this way
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ લોકોને મોટા ભાગે લાગે છે કે તેમનું વિજળીનું બિલ વધુ છે. પરતું તેમની પાસે તેને ચેક કરવાની રીત હોતી નથી. ગરમીઓમાં વિજળીના બિલને લઈને આ શંકા વધી જાય છે. જો તમારા મનમાં પણ પોતાના વિજળીના બિલને લઈને કોઈ આશંકા હોય તો તેને પોતે જ ચેક કરી શકાય છે. આ રીત પણ ખૂબ જ સરળ છે અને તેના માટે કોઈ પણ ટેકનીકલ નોલેજન જરૂરિયાત નથી. કોઈ પણ અહીં બતાવવામાં આવેલી વિધીથી પોતાના ઘરમાં વિજળીનું બિલ યોગ્ય આવી રહ્યું છે કે નહિ તે અંગેની જાણકારી મેળવી શકે છે.

    આ છે જાણવાની રીત

    ઘરમાં ઉપયોગમાં આવતા સાધનો પર લખેલું હોય છે કે તે કેટલા વોટ વિજળી ખર્ચ કરે છે. તેની માહિતી એક જગ્યાએ નોટ કરી લો અને પછીથી આગળ બતાવવામાં આવેલી રીતથી જાણો ઘરનું વિજળી બિલ કેટલું આવવું જોઈએ.

    જાણો વિજળીનો વપરાશ

    - સામાન્ય રીતે ઘરમાં યુઝ થનાર ટીવી 100 વોટનું હોય છે.
    - જો તેનો રોજ 10 કલાક ઉપયોગ થાય છે તો તેનો અર્થ થયો કે રોજ તેમાં 1 યુનિટ વિજળીનો વપરાશ થયો.
    - આ રીતે મહીનામાં 30 યૂનિટ વિજળીનો વપરાશ થયો.

    આગળની સ્લાઈડમાં વાંચો, વિજળી બચાવવાના ઉપાય...

  • તમારું વીજળીનું  બિલ વધુ તો નથી આવી રહ્યુંને, આ રીતે કરો ચેક । Check your electricity bill this way

    ACના ઓફ ટાઈમરથી બચાવી શકો છો વિજળી

     

    સામાન્ય રીતે ઘરોમાં 1.5 ટનનું એસી 8 કલાક ચાલી શકે છે. આ દરમિયાન મહીનામાં તે 636 યૂનિટ વિજળનો વપરાશ કરે છે. તેનો વપરાશ માત્ર 1 કલાક ઓછા કરવામાં આવે તો વિજળીનો વપરાશ 556.5 યુનિટ રહી જશે. એટલે કે લગભગ 80 યુનિટ વિજળીની બચત થઈ શકે છે.


    મોટાભાગના એસીમાં ઓન અને ઓફ ટાઈમર હોય છે, જોકે લોકો તેનો વપરાશ કરતા નથી. એવામાં હાલ લોકો સવારે સુઈને ઉઠે છે ત્યારે એસી બંધ કરવામાં આવે છે. જો ટાઈમરનો ઉપયોગ કરવામાં આવશે તો વીજળીની મોટા પ્રમાણમાં બચત થશે.

     

    5 સ્ટાર રેટિંગવાળા સાધનોનો કરો ઉપયોગ

     

    ઘરોમાં જો 5 સ્ટાર રેટિંગ વાળા વિજળીના સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં વિજળીની બચત થઈ શકે છે. જાણકારોનું માનવું છે કે તેનાથી લગભગ 10 ટકા વિજળીનો વપરાશ ઘટશે. જો સમગ્ર વર્ષનો હિસાબ લગાવવામાં આવે તો આ બચત પૈસાના રૂપમાં સારી એવી થઈ શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending