ચેક કરો રેલ્વે બ્રેકફાસ્ટ-લંચ-ડિનર પ્રાઇઝ લીસ્ટ, જો કોઇ 1 રૂપિયો પણ વધારે માંગે તો કરો અહીં ફરિયાદ

divyabhaskar.com

Dec 03, 2018, 06:10 PM IST
Check the Railway Breakfast Lunch Dinner Prize List

યુટિલિટી ડેસ્ક: ટ્રેનમાં યાત્રા કરતી વખતે યાત્રીઓ પાસેથી બ્રેકફાસ્ટ, લંચ-ડિનર અથવા પાણીની બોટલના વધારે ભાવ વસૂલવામાં આવે છે, જો કે રેલ્વેના નિયમ અનુસાર કોઇ પણ વેન્ડર 1 રૂપિયો પણ કોઇ યાત્રી પાસેથી વધારે ના લઇ શકે. રેલ્વેએ જમવાનો ભાવ નક્કી કરેલો છો.

રેલ્વે મિનિસ્ટ્રી આ વિષય પર અનેક વાર ટ્વીટ દ્વારા જાણકારી આપી ચૂકી છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ રેલ્વેએ નક્કી કરેલા બ્રેકફાસ્ટ-લંચ-ડિનરના ભાવ, જો કોઇ વ્યક્તિ તેનાથી વધારે પૈસા વસૂલે તો તમે 139 નંબર પર કોલ કરીને તેના વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો.

કેટલો છે વસ્તુઓનો રેટ

- ઇકોનોમી મેલ ( 7પૂરી, બટાકાનું શાક અને અથાણું) બધા જ સ્ટેશન પર 15 રૂપિયા અને ટ્રેનમાં 20 રૂપિયામાં મળે છે.
- કોફી બધા જ સ્ટેશન અને ટ્રેનમાં 7 રૂપિયામાં મળે છે.
- રેલ નીર(પાણીની બોટલ)ની 1 લીટરની બોટલ બધા જ સ્ટેશન અને ટ્રેનમાં 15 રૂપિયામાં મળે છે.
- જ્યારે 500mlની બોટલના 10 રૂપિયા હોય છે.
- સ્ટાન્ડર્ડ ટી બધા જ સ્ટેશન અને ટ્રેનમાં 5 રૂપિયામાં મળે છે.
- અને ટી બેગ સાથે મળતી ચા 7 રૂપિયામાં.
- સ્ટાન્ડર્ડ વેજ થાળી સ્ટેશન પર 45 અને ટ્રેનમાં 50 રૂપિયામાં મળે છે. (જેમા, રાઇસ, પરોઠા, દાળ, મિસ્ક વેજ, અથાણું, અને સલાડ સામિલ છે)
- સ્ટાન્ડર્ડ નોન વેજ થાળી સ્ટેશન પર 50 અને ટ્રેમમાં 55 રૂપિયામાં મળે છે. ( જેમા, રાઇસ, પરોઠા, દાળ, ઇંડા કરી, અથાણું, અને સલાડ સામિલ છે)
- વેજિટેરિયન બ્રેકફાસ્ટ સ્ટેશન પર 25 અને ટ્રેનમાં 30 રૂપિયામાં મળે છે.
- નોન વેજિટેરિયન બ્રેકફાસ્ટ સ્ટેશન પર 30 અને ટ્રેનમાં 35 રૂપિયામાં મળે છે.

( નોધ: રેલવેના જાહેર કરેલા પ્રાઇઝ લીસ્ટથી વધારે પૈસા જો કોઇ રેલવે સાથે સંકળાયેલો કર્મચારી વસૂલે છે તો તમે કરી શકો છો ફરિયાદ)

X
Check the Railway Breakfast Lunch Dinner Prize List
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી