ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» સસ્તું કૂલર ઘરને ઠંડું રાખશે | Affordable home cooler gadget

  એર કંડિશનના પરસેવા છોડાવતા બિલને ટક્કર આપશે 2000 રૂપિયાનું કૂલર

  divyabhaskar.com | Last Modified - May 16, 2018, 05:28 PM IST

  એસીનો રેગ્યુલર વપરાશથી સામાન્ય બિલ કરતાં સરેરાશે બમણું કે અઢી ગણું બિલ આવતું હોય છે
  • એર કંડિશનના પરસેવા છોડાવતા બિલને ટક્કર આપશે 2000 રૂપિયાનું કૂલર
   એર કંડિશનના પરસેવા છોડાવતા બિલને ટક્કર આપશે 2000 રૂપિયાનું કૂલર

   યુટિલિટી ડેસ્કઃ ઉનાળામાં વધતી ગરમીના ત્રાસમાં ઠંડક માટે ઘરમાં એર કંડિશનર લગાવતા હોય છે, પરંતુ મોંઘા એસી બધાને પરવડતા નથી. એસીનો રેગ્યુલર વપરાશથી સામાન્ય બિલ કરતાં સરેરાશે બમણું કે અઢી ગણું બિલ આવતું હોય છે. તેવામાં અમે અહીં તમને ઓછા રૂપિયામાં ઘરને ઠંડું રાખતા ગેજેટ્સ અંગે જણાવીશું.

   Kenwin Cool Breeze Tower Fan: આ એક ટાવર ફેન છે, જે એક કૂલરની જેમ કામ કરે છે. આ ફેનની ખાસિયત છે તેની પોર્ટેબિલિટી અને ઓછી કિંમત. ઉલ્લેખનીય છે કે, આ કૂલરને તમે કોઇ પણ જગ્યાએ રાખી શકો છો તથા તેનું વજન પણ ઓછું છે. ઉલ્લેખનીય છે કે, કૂલરની ઓનલાઇન કિંમત 2000 રૂપિયાથી ઓછી છે.

   Shrih Mini Bladeless Air Conditioner Cooling Desk Tower SH-05077 USB Fab: આ ફેન ACનું મિનિ વર્ઝન છે. તેને યુએસબી પોર્ટથી કનેક્ટ કરી શકાય છે. આ એસી એટલું નાનું છે કે તમે તેને કોઇ ટેબલ કે પોતાના બેડની પાસે પણ રાખી શકો છો. આ ફેનની કિંમત 1439 રૂપિયાથી માંડીને 1500 રૂપિયા વચ્ચે છે.

   સિમ્ફની ક્લાઉડ ટાવર એર કૂલરઃ એર કૂલર મેકિંગમાં ટોચની કંપની સિમ્ફનીનું ક્લાઉડ ટાવર એર કૂલર પોપ્યુલર છે. આ કૂલર ચલાવવાનો ખર્ચ એર કંડિશનરથી ખૂબ ઓછો છે. આ કૂલરની કિંમત 14000 રૂપિયા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સસ્તું કૂલર ઘરને ઠંડું રાખશે | Affordable home cooler gadget
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top