• Home
  • National News
  • Utility
  • ગ્રેજ્યુએટ છો તો SBIથી દર મહિને કમાઇ શકો છો 16 હજાર, આ છે છેલ્લી તારીખ । chance to work with SBI now you can apply till 5th june

ગ્રેજ્યુએટ છો તો SBIથી દર મહિને કમાઇ શકો છો 16 હજાર, આ છે છેલ્લી તારીખ

SBI ફાઉન્ડેશનના યુથ ફોર ઇન્ડિયા ફેલોશિપ પ્રોગ્રામ હેઠળ આપવામાં આવી રહી છે

divyabhaskar.com | Updated - May 28, 2018, 09:38 PM
ગ્રેજ્યુએટ છો તો SBIથી દર મહિને કમાઇ શકો છો 16 હજાર, આ છે છેલ્લી તારીખ । chance to work with SBI now you can apply till 5th june

યુટિલિટી ડેસ્કઃ જો ગ્રેજ્યુએટ છો અને ગામડાં તથા ત્યાંના લોકો માટે કંઇક કરવા માગો છો, તો ભારતીય સ્ટેટ બેન્ક તમને તક આપી રહી છે. બેન્ક તમને આ તકની સાથે 16 હજાર રૂપિયા પ્રતિ મહિને કમાણીના રૂપે આપશે. આ તક SBI ફાઉન્ડેશનના યુથ ફોર ઇન્ડિયા ફેલોશિપ પ્રોગ્રામ હેઠળ આપવામાં આવી રહી છે. SBI યુથ ફોર ઇન્ડિયા ફેલોશિપ પ્રોગ્રામ 2018-19 બેચ માટે એપ્લિકેશન્સ લેવાનું માર્ચથી શરૂ થઇ ગયું હતું. હવે તેમા રજિસ્ટ્રેશન કરાવવાની તારીખ વધારીને 5 જૂન કરવામાં આવી છે.

શું છે SBI યૂથ ફેલોશિપ પ્રોગ્રામ


SBI યૂથ ફેલોશિપ 13 મહિનાનો પ્રોગ્રામ છે. જે હેઠળ ગ્રેજ્યુએટ અને યંગ પ્રોફેશનલને અનુભવી NGO સાથે મળીને ગામડાંમાં કામ કરવાની તક આપવામાં આવશે. જે થકી યુવાનો માત્ર એન્ટરપ્રેન્ટોરશિપની કલા જ શીખી નહીં શકે પરંતુ તેમને અનેક પ્રકારના પ્રોજેક્ટ્સ લીડ કરવાની પણ તક મળશે. આ પ્રોજેક્ટ્સથી તમે ગામડાંની સ્થિતિ બદલવામાં મદદ કરી શકો છો. આ યૂથ ફેલોશિપ હેઠળ અનેક પ્રોજેક્ટ્સ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં બાળકોને ભણાવવા સહિત ત્યાંના લોકોને આત્મનિર્ભર બનાવવા માટે તેમને એન્ટરપ્રેન્યોરશિપની ટ્રેનિંગ પણ સામેલ છે.


સોર્સ: https://www.youthforindia.org/
https://www.youthforindia.org/home/web_application_process


સ્ટાયપેન્ડ


ફેલોશિપ હેઠળ 15 હજાર રૂપિયા સ્ટાયપેન્ડ નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 1 હજાર રૂપિયા પ્રતિ મહિના લોકલ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પણ આપવામાં આવશે. ફેલોશિપ પૂર્ણ થયા બાદ તમને રીએડજેસ્ટમેન્ટ એલાઉન્સ તરીકે 30 હજાર રૂપિયા વધારાના આપવામાં આવશે. ઉપરાંત ઘરના પ્રોજેક્ટ અથવા ટ્રેનિંગ લોકેશન્સ પર આવવા-જવાનો ખર્ચ પણ મળશે. વધુ જાણકારી માટે https://www.youthforindia.org/home/faq પર જઇને મળી શકે છે.

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

ગ્રેજ્યુએટ છો તો SBIથી દર મહિને કમાઇ શકો છો 16 હજાર, આ છે છેલ્લી તારીખ । chance to work with SBI now you can apply till 5th june

અન્ય બેનિફિટ


- મેડિકલ ઇન્સ્યોરન્સ
- એક્સપીરિયન્સ્ડ પ્રોફેશનલ્સ દ્વારા મેન્ટરશિપ
- જાણીતી એનજીઓ સાથે કામ કરવાની તક
- દેશની દિગ્ગજ ઓર્ગેનાઇજેશન્સ સાથે જોડાવાની તક

કોણ કરી શકે છે અપ્યાલ
આ ફેલોશિપ પ્રોગ્રામ માટે 21-32 વર્ષનો કોઇપણ ભારતીય યુવાન પ્રોફેશનલ અથવા ફ્રેશ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે.

ગ્રેજ્યુએટ છો તો SBIથી દર મહિને કમાઇ શકો છો 16 હજાર, આ છે છેલ્લી તારીખ । chance to work with SBI now you can apply till 5th june

કેવી રીતે થશે સિલેક્શન

- દર વર્ષે આ ફેલોશિપ માટે એપ્લિકેશન પ્રોસેસ થયા બાદ https://www.youthforindia.org અને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નોટિફિકેશન આવે છે.
- જે પણ કેન્ડિડેટ આ પ્રોગ્રામમાં સામેલ થવા માગે છે, તેણે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ફોર્મ ભરવાનું રહેશે.
- પસંદગી પામેલા યુવાનોને તેની જાણકારી ઓનલાઇન ફોરમ પર આપવામાં આવશે. ત્યારબાદ તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે.
- ઇન્ટરવ્યૂ બાદ સિલેક્ટ થયેલા યુવાનોને ઇમેઇલ અથવા એસએમએસ થકી સૂચિત કરવામાં આવે છે.
- કન્ફર્મેશન થયા બાદ કેન્ડિડેટને પ્રોગ્રામની ડિટેઇલ્સ, ફેલોશિપ સપોર્ટ અને તેની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ સાથે ઓફર લેટર મોકલવામાં આવે છે.

X
ગ્રેજ્યુએટ છો તો SBIથી દર મહિને કમાઇ શકો છો 16 હજાર, આ છે છેલ્લી તારીખ । chance to work with SBI now you can apply till 5th june
ગ્રેજ્યુએટ છો તો SBIથી દર મહિને કમાઇ શકો છો 16 હજાર, આ છે છેલ્લી તારીખ । chance to work with SBI now you can apply till 5th june
ગ્રેજ્યુએટ છો તો SBIથી દર મહિને કમાઇ શકો છો 16 હજાર, આ છે છેલ્લી તારીખ । chance to work with SBI now you can apply till 5th june
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App