Home » National News » Utility » ગુજરાત સહિત રાજ્યોમાં લાગુ થશે નવો કાયદો, ભાડુઆતોને મળશે આ 7 મોટા ફાયદા । central government working on new tenancy act, know 7 big benefit

ગુજરાત સહિત રાજ્યોમાં લાગુ થશે નવો કાયદો, ભાડૂઆતોને મળશે આ 7 મોટા ફાયદા

Divyabhaskar.com | Updated - Jun 18, 2018, 12:44 PM

ભાડૂઆત માટે એ જરૂરી છે કે તે ઘર ખાલી કરતા પહેલા મકાન માલિકને એક મહિનાની નોટિસ આપે

 • ગુજરાત સહિત રાજ્યોમાં લાગુ થશે નવો કાયદો, ભાડુઆતોને મળશે આ 7 મોટા ફાયદા । central government working on new tenancy act, know 7 big benefit
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  યુટિલિટી ડેસ્કઃ કેન્દ્ર સરકારે રેન્ટલ હાઉસિંગને પ્રમોટ કરવા માટે નવી રીતે ટેનેંસી(ભાડૂઆતી) એક્ટ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રએ મોડલ ટેંનેંસી એક્ટ તૈયાર કર્યું છે અને રાજ્યોને કહ્યું છે કે તે આ મોડલના આધારે પોત-પોતાના રાજ્યોમાં એક્ટ બનાવે.

  આજે અમે તમને એ જણાવીશું કે કયા-કયા રાજ્યોમાં આ ટેનેંસી એક્ટ ટૂંક સમયમાં લાગૂ થઇ શકે છે અને આ કાયદાથી ભાડૂઆતો અથવા મકાન માલિક તરીકે તમને શું ફાયદો થવાનો છે.

  આ રાજ્યોમાં બની રહ્યો છે નવો કાયદો


  કેટલાક રાજ્યોએ કેન્દ્ર સરકારને જણાવ્યું કે તેઓ પોતાના રાજ્યમાં ટેનેંસી(ભાડૂઆતી) કાયદો લાગુ કરવા જઇ રહ્યાં છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ગોવા, ગુજરાત, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ વિગેરે રાજ્યો સામેલ છે. આ રાજ્ય કેન્દ્રના મોડલ પ્રમાણે પોતાના રાજ્યમાં ટેંનેંસી કાયદાને નવેસરથી લાગુ કરવા અંગે વિચારી રહ્યાં છે.

  1. નહીં આપવી પડે સિક્યોરિટી ડિપોઝિટ


  કેન્દ્ર સરકારના ટેનેંસી એક્ટના ડ્રાફ્ટ અનુસાર ભાડાંની ત્રણ ગણી સિક્યોરિટી ડિપોઝિટ લેવી ત્યાં સુધી ગેરકાયદે ગણાશે જ્યાં સુધી તેનું એગ્રિમેન્ટ બનાવવામાં ન આવ્યું હોય. ભાડૂઆત મકાન ખાલી કરે તેના એક મહિનાની અંદર મકાન માલિકે આ રકમ પરત કરવી પડશે.

  2. ક્યારે વધશે ભાડું


  ડ્રાફ્ટમાં જણાવવામાં આવ્યું છે કે બિલ્ડિંગના લેઆઉટની દેખરેખ માટે ભાડૂઆત અને મકાન માલિક બન્ને જવાબદાર હશે. જો મકાન માલિક બિલ્ડિંગના લેઆઉટમાં કંઇક સુધારો કરે છે તો તેણે રિનોવેશનનું કામ પૂર્ણ થયા બાદ એક મહિના પછી ભાડું વધારવાની પરવાનગી હશે. જોકે આ માટે ભાડૂઆતની સલાહ પણ લેવામાં આવશે. બીજી તરફ રેન્ટ એગ્રીમેન્ટ લાગુ થયા બાદ જો બિલ્ડિંગ ખરાબ થઇ રહી છે અને મકાન માલિક રિનોવેટ કરવાની સ્થિતિમાં નથી તો તેવામાં ભાડુઆત ભાડુ ઓછું કરવા કહીં શકે છે. કોઇપણ ઝગડાની સ્થિતિમાં ભાડૂઆત રેન્ટ ઓથોરિટીનો સંપર્ક કરી શકે છે.

  આ નવા કાયદા વિશે જાણવા આગળ ક્લિક કરો...

 • ગુજરાત સહિત રાજ્યોમાં લાગુ થશે નવો કાયદો, ભાડુઆતોને મળશે આ 7 મોટા ફાયદા । central government working on new tenancy act, know 7 big benefit
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  3. જાણ કર્યા વગર નહીં આવી શકે મકાન માલિક

  ઘરને જોવા, રિપેરિંગ સાથે જોડાયેલા બીજા કામ અથવા અન્ય કોઇ હેતુથી ઘરે આવવા માટે મકાન માલિકે 24 કલાકની લેખિત નોટિસ એડવાન્સમાં આપવી પડશે. 
   

  4. મકાન ખાલી નહીં કરાવી શકે માલિક

  રેન્ટ એગ્રીમેન્ટમાં લખવામાં આવેલી સમય અવધિ પહેલા ભાડૂઆતને ત્યાં સુધી કાઢી શકાય નહીં, જ્યાં સુધી તેણે સતત અમુક મહિનાઓ સુધી ભાડું ન આપ્યું હોય થવા તે પ્રોપર્ટીનો અનુપયોગ કરી રહ્યો હોય. જો રેન્ટ એગ્રીમેન્ટ પૂર્ણ થયા બાદ પણ તે મકાન ખાલી કરી રહ્યો નથી તો મકાન માલિકને બેગણું માસિક ભાડુ માંગવાનો અધિકાર છે. 
   

  5. એક મહિનાની નોટિસ આપવી પડશે

  ભાડૂઆત માટે એ જરૂરી છે કે તે ઘર ખાલી કરતા પહેલા મકાન માલિકને એક મહિનાની નોટિસ આપે. 

 • ગુજરાત સહિત રાજ્યોમાં લાગુ થશે નવો કાયદો, ભાડુઆતોને મળશે આ 7 મોટા ફાયદા । central government working on new tenancy act, know 7 big benefit

  6. જો ભાડૂઆતનું મૃત્યુ થઇ જાય તો

  રેન્ટ એગ્રીમેન્ટ દરમિયાન જો ભાડૂઆતનું મોત નીપજે તો? આ માટે ડ્રાફ્ટમાં જણાવવામાં આવ્યું છે કે એગ્રીમેન્ટ તેના મૃત્યુ સાથે જ ખતમ થઇ જશે, પરંતુ જો તેની સાથે પરિવાર પણ છે તો ભાડૂઆતના અધિકાર તેમની પત્ની અથવા બાળકો પાસે જતા રહેશે.
   

  7. કોર્ટમાં નહીં થાય સુનાવણી

  ડ્રાફ્ટમાં કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને કહેવામાં આવ્યું છે કે તે ભાડાં વિવાદના નિરાકરણ માટે અદાલતો, પ્રાધિકરણ અથવા અધિકરણની રચના કરે. આ સંસ્થાઓ માત્ર મકાન માલિક અને ભાડૂઆતોના વિવાદોનુ નિરાકરણ લાવશે. એનો અર્થ એ કે તમારે ભાડાં સંબંધિત વિવાદના નિરાકરણ માટે હવે સિવિલ અદલાતોમાં જવાની જરૂર નહીં રહે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ