નવી પેટર્ન સાથે થશે CBSE બોર્ડની પરીક્ષા, આ પ્રકારના સવાલો હશે વધારે

જાણો ક્યારથી બોર્ડ પરીક્ષામાં નવી પેટર્નને કરાશે અમલી

divyabhaskar.com | Updated - Sep 06, 2018, 03:43 PM
CBSE will change exam pattern for 9th and 11th standard

એજ્યુકેશન ડેસ્કઃ બદલાતા સમયની સાથે સીબીએસઇ પોતાની પરીક્ષા પેટર્નને પણ બદલી રહી છે. વર્ષ 2020થી બોર્ડ 9માં અને 11માં ધોરણના વિદ્યાર્થીઓ માટે એવી એક્ઝામ પેટર્ન લાવી રહી છે, જેમાં નાના સવાલોની સંખ્યા વધારે હશે. માર્ચ 2020માં બોર્ડ પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને નવી પેટર્નમાં પરીક્ષા આપવી પડશે.

તેવામાં મહત્વનું એ છેકે વિદ્યાર્થીઓ અત્યારથી જ નવા પેટર્નને ધ્યાનમાં રાખીને પોતાની તૈયારીઓ શરૂ કરી દે. CBSEની આ પ્રક્રિયામાં વોકેશનલ સબ્જેક્ટની ટેસ્ટ પેટર્ન અને રિઝલ્ટ જાહેર કરવાની પ્રક્રિયા પર પણ નિર્ણય લેવામાં આવશે.

નવી પરીક્ષા પેટર્ન વિદ્યાર્થીઓની વિશ્લેષણ ક્ષમતાને ચકાસશે. નવી પરીક્ષા પેટર્નનું સંપૂર્ણ ફોકસ એવા પેપરને ડિઝાઇન કરવા ઉપર હશે, જેમાં વિદ્યાર્થીઓની ગોખવાની આદતને કાબૂમાં લાવી શકાય. બોર્ડ એક્ઝામમાં વધારે સવાલો પ્રોબ્લેમ સોલ્વિંગ મોડમાં હશે. 1થી 5 અંકના નાના સવાલોની સંખ્યા વધારે હશે.

CBSEએ સોંપી ગાઇડલાઇન
મળતી માહિતી પ્રમાણે આ પ્રપોઝલમાં હજું એક મહિનાનો સમય લાગશે, પરંતુ બોર્ડે 2020 માટે 10માં અને 12માં ધોરણના પ્રશ્નપત્રની પેટર્નમાં ફેરફારની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગાઇડલાઇન આ વર્ષે જારી કરવામાં આવશે. જણાવવામાં આવ્યું છે કે નવી પરીક્ષા પ્રણાલી વિદ્યાર્થીઓની એનાલિટિકલ સ્કિલ્સને ચકાસશે. આ ફેરફારનો ઉદ્દેશ્ય સ્ટૂડન્ટ્સમાં ગોખીને શીખવાના ચલણને ખતમ કરવાનો છે. આ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

X
CBSE will change exam pattern for 9th and 11th standard
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App