તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુના કપડા લાવો, નવા લઇ જાઓ, 24 ઓક્ટોમર સુધી મોકો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: જુના કપડાની જગ્યા પર જો નવા કપડા મળે તો કોઇપણ વ્યક્તિ ખરીદી માટે તૈયાર થઇ જાય. અને એ પણ તહેવારના સમયમાં. એક કંપની એવી છે જે આવું કરી રહી છે. આ કંપનીની સ્કીમથી ઘરમાં રાખેલા જુના કપડાનું ટેંશન ખતમ થઇ જશે અને તેની જગ્યા પર નવા કપડા મળશે. આ કામ કરી રહી છે બ્રાંડ ફેક્ટરી. બ્રાન્ડ ફેક્ટરી નવા તથા બ્રાન્ડેડ કપડાઓ પર ભારે છૂટ આપી રહી છે. ફેસ્ટિવલ સીઝનને ધ્યાનમાં રાખતા બ્રાન્ડ ફેક્ટરી આ ઓફર લઇને આવી છે. આ ઓફર 24 ઓક્ટોમર સુધી ચાલશે. 

 

માત્ર આ જ સ્ટોર્સ પર મળી રહી છે આ છૂટ
બ્રાન્ડ ફેક્ટરીની આ ઓફર દિલ્હી-એનસીઆરના કેટલાક સિલેક્ટિવ શોરૂમ પર જ ઉપલબ્ધ છે. આ ઓફર દિલ્હીના બે સ્ટોર રાજોરી ગાર્ડનના સિટી સ્ક્વાયર મોલ અને રોહિણીના વિકાસ સૂર્યા મોલમાં સ્થિત બ્રાન્ડ ફેક્ટરીમાં આપવામાં આવી છે. જ્યારે એનસીઆરની વાત કરીએ તો જુના કપડા પર આ છૂટ ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ સ્થિત જયપુરિયા સનરાઇઝ પ્લાઝા અને ફેસિફિક મોલ, સાહિબાબાદમાં ઉલબ્ધ છે.  

 

જાણો કેટલી મળશે છૂટ 
જુના જીન્સ અથવા શર્ટ્સ આપવા પર તમને બ્રાન્ડ ફેક્ટરીના નવા કપડા પર 200 રૂપિયા સુધીની છૂટ મળશે. સાથે જ કંપની નવા કપડા પર અહીં 40% સુધીની છૂટ આપી રહી છે. જુનો સામાન આપવા પર તમને નવા સામાન પર 500 સુધીની છૂટ મળશે. જુના શૂઝ પર 400 રૂપિયા અને બાળકોના કપડા પર 100 રૂપિયા સુધીની છૂટ મળશે. 

અન્ય સમાચારો પણ છે...