નાના વેપારીઓને સસ્તી લોન આપશે બેન્ક ઓફ બરોડા, આ છે શરતો

bob will gives loan on cibil score to MSME

divyabhaskar.com

Sep 07, 2018, 12:47 PM IST

યુટિલિટી ડેસ્કઃ નાના વેપારીઓ માટે (MSME)ને બેન્ક ઓફ બરોડાએ સસ્તા વ્યાજ દરે લોન આપવાની જાહેરાત કરી છે. બેન્કનું કહેવું છે કે જે વેપારીઓનો સિબિલ સારો હશે, તેમને ઓછા વ્યાજે લોન આપવામાં આવશે. બેન્કે આ માટે સિબિલ એમએસએમઇ રેન્ક(CMR)ને આધાર બનાવ્યો છે. ત્યારે આજે અમે સીએમઆર શું છે અને કેવી રીતે તમે બેન્કની આ જાહેરાતના ફાયદો ઉઠાવી શકો છો.

શું છે સીએમઆર
સીએમઆર, એમએસએમઇની ક્રેડિટ હિસ્ટ્રીના આધારે 1થી 10 સુધીનું રેન્કિંગ આપે છે. જેમાં સીએમઆર-1 સૌથી ઓછા જોખમી એમએસએમઇ માટે સર્વોત્તમ રેન્કિંગ હોય છે અને સીએમઆર-10 સૌથી વધારે જોખમી એમએસએમઇ રેન્કિંગ હોય છે. સીએમઆર જેટલું ઓછું, એમએસએમઇનું એનપીએ થવાની શક્યતા એટલી જ ઓછી રહેશે. સીએમઆર પર આધારિત એમએસએમઇ લોનના જોખમ આધારિત પ્રાઇસિંગને અપનાવીને, બેન્ક ઓફ બરોડા દેશના સારું પ્રદર્શન કરનારા એમએસએમઇને હવે સસ્તી લોન આપી શકશે.

શું કહેવું છે અધિકારીઓનું
બેન્ક ઓફ બરોડાના કાર્યકારી નિદેશક પપિયા સેનગુપ્તાએ કહ્યું કે, બેન્ક ઓફ બરોડા, વેપારીને આગળ વધારવા અને લોનને વધુ સુલભ બનાવવામાં ઇનોવેશન અને ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમે સિબિલ સ્કોરના આધારે હોમ લોન પર જોખમ આધારિત પ્રાઇસિંગ પ્રદાન કરનારી ભારતની પહેલી બેન્કોમાની એક હતા અને હવે અમે સિબિલ એમએસએમઇ રેન્કના આધારે એમએસએમઇ લોન પર જોખમ આધારિત પ્રાઇસિંગ પ્રદાન કરનારા અગ્રણી બેન્કો અને લોન પ્રદાતા સંસ્થાઓમાની એક છે.

ઓછા સીએમઆર ધરાવનારાને પણ મળે છે લોન
આ પોલિસીના આધારે ઓછા સીએમઆરવાળા એમએસએમઇને બેન્ક ઓફ બરોડામાંથી 1 વર્ષના એમસીએમઆર પર 0.05 ટકા વધારે વ્યાજ દર પર લોન લઇ શકો છો. સીએમઆર આધારિત પ્રાઇસિંગથી અમને જોખમો સામે સારી રીતે લડવામાં મદદ મળશે અને પાત્ર એમએસએમઇ માટે શ્રેષ્ઠ લોનની તક પણ મળશે.

21 લાખ વેપારીઓને મળી શકશે ફાયદો
ટ્રાન્સયૂનિયન સિબિલના કોમર્શિયલ બ્યૂરોના એક વિશ્લેષણમાં જોવા મળ્યું છે કે સીએમઆર-6 અથવા તેનાથી શ્રેષ્ઠ સીએમઆરવાળા 21 લાખ એવા એમએસએમઇ છે, જે આ વ્યાજદર પોલિસીનો લાભ ઉઠાવવા પાત્ર છે. તેમાં 21 લાખ એમએસએમઇ છે જેનો સીએમઆર રેન્ક 1થી 6ની વચ્ચે છે અને તે દેશના કુલ એમએસએમઇના 80 ટકાથી વધારે છે.

લોન લેવાનું થયું સરળ
ટ્રાન્સયૂનિયન સિબિલના એમડી અને સીઇઓ સતિશ પિલ્લેએ કહ્યું કે બેન્ક ઓફ બરોડાએ એમએસએમઇને રિસ્ક બેસ્ડ પ્રાઇસિંગ કરીને એક સારું પગલું ભર્યું છે. તેનાથી યોગ્ય દાવેદારને લોન મળવામાં માત્ર સરળતા જ નથી, પરંતુ તેમને સસ્તી લોન પણ મળશે. તેનાથી બેન્કને પણ લોનના એનપીએનું જોખમ નહીં રહે.

X
bob will gives loan on cibil score to MSME
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી