Home » National News » Utility » blast proof and transparent cylinder now available in india

આ ગેસ સિલિન્ડર કોઇપણ સ્થિતિમાં નહીં થાય બ્લાસ્ટ, બહારથી જ જોઇ શકાય છે કેટલો છે ગેસ; કેટલામાં લઇ શકો છો કનેક્શન

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 11:52 AM

જાણો કનેક્શન મેળવવા માટે શું કરવું પડશે....સરકાર કરી રહી છે તૈયારી

  • blast proof and transparent cylinder now available in india

    યુટિલિટી ડેસ્કઃ હવેથી તમને સિલિન્ડરમાં ગેસ ભરાવવા માટે કોઇ મુશ્કેલી નહીં થાય, તેમજ સિલિન્ડર બ્લાસ્ટ થવા જેવી ઘટનાઓ પણ નહીં ઘટે. માર્કેટમાં એવો સિલિન્ડર આવી ગયો છે, જે બ્લાસ્ટ પ્રૂફ છે. તેને એવા મટિરિયલમાંથી બનાવવામાં આવ્યો છે, જે સિલિન્ડરમાં બ્લાસ્ટ નહીં થવા દે. ક્યારેય પણ આવી સ્થિતિ ઉભી થાય તો પણ સિલિન્ડરની અંદર જ આ મટિરિયલ ગેસના પ્રભાવને ખતમ કરી નાંખશે. સાથે જ તે ટ્રાન્સપરન્ટ છે. એટલે કે તમે જોઇ શકશો કે ગેસ ક્યારે ખતમ થવાનો છે. પ્રાઇવેટ કંપની આ પ્રકારના સ્પેશિયલ ગેસ સિલિન્ડર લોન્ચ કરી ચૂકી છે. સામાન્ય જનતા માટે કનેક્શન પ્રક્રિયા શરૂ કરી દેવામા આવે છે.

    આખી બોડી હશે ફાઇબરની, વજનમાં હશે હળવો
    આ નવા પ્રકારનો સિલિન્ડર પારંપરિક સિલિન્ડર કરતા વજનમાં હળવો છે. તેની આખી બોડી ફાઇબરની છે. એમપી, રાજસ્થાન, છત્તીસગઢ સહિતના અનેક રાજ્યોમાં એક પ્રાઇવેટ કંપનીએ go gasના નામથી તેનું કનેક્શન આપવાનું શરૂ થઇ ગયું છે. કંપનીના એમપી સ્ટેટ હેડ અજય ચંદ્રાયને જણાવ્યું કે, આ સિલિન્ડરને જે મટિરિયલથી તૈયાર કરવામાં આવ્યો છે, જે તેને બ્લાસ્ટ પ્રૂફ બનાવે છે. જોકે તેમા સરકાર તરફથી મળતી સબ્સિડી ગ્રાહકોને નહીં મળે.

    એટલે કે માર્કેટ રેટ પ્રમાણે ગેસ સિલિન્ડર ભરાવવો પડશે. કંપની તેની ડીલરશિપ આપી રહી છે. આ સિલિન્ડર પણ 2,5,10 અને 20 કિલોમાં મળશે. કોન્ફિડન્સ ગ્રૃપ ગો ગેસના લોગો સાથે આ સર્વિસ પૂરી પાડી રહ્યું છે. ટૂંક સમયમાં સરકારી કંપની એચપીસીએલ પણ આ પ્રકારના સિલિન્ડર લોન્ચ કરી શકે છે.

    કેટલા રૂપિયા ખર્ચવા પડશે
    - કંપનીએ મધ્ય પ્રદેશમાં અત્યારે કોમર્શિયલ સિલિન્ડર આપવાનું શરૂ કરી દીધું છે. 20 કિલોના સિલિન્ડરની કિંમત 1450થી 1500 રૂપિયાની વચ્ચે છે. માર્કેટ રેટ પ્રમાણે સિલિન્ડરનો ભાવ દર મહિને બદલાતો રહેશે.
    - ઘરેલુ સિલિન્ડર પણ ટૂંક સમયમાં વેચવામાં આવશે. જેમાં 10 કિલોના સિલિન્ડર માટે ગ્રાહકે પહેલીવાર 3500થી 4 હજાર રૂપિયા ચૂકવવા પડશે. તેમાં કસ્ટમરને સિલિન્ડર, ગેસ, રેગ્યુલેટર આપવામાં આવશે. ત્યારબાદ દર મહિને માત્ર ગેસની કિંમત જ ચૂકવવાની રહેશે.
    - ગ્રાહકે માર્કેટ રેટ પ્રમાણે ગેસની કિંમત ચૂકવવાની રહેશે.
    - કનેક્શન લેવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઇડી જેવા ડોક્યુમેન્ટ આપવાના રહેશે. સાથે જ એક બુક આપવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ